આકાશમાંથી ઉડીને ગામ તરફ આવી રહ્યું હતું પ્લેન, એકદમ નજીક આવતા જ લોકો પણ રહી ગયા હક્કાબક્કા, પછી આગળના ધાબા પર એક છોકરાએ કર્યું એવું કે…. જુઓ વીડિયો

આકાશમાં ઉડી રહેલું પ્લેન હવામાં જ હાલક ડોલક કરવા લાગ્યું, વીડિયો જોઈને એવું લાગ્યું કે ક્રેશ થવાનું જ છે.. પરંતુ પછી થયું કંઈક એવું કે લોકોની આંખો ચાર થઇ ગઈ, જુઓ વીડિયો

આપણે ગમે તેટલા મોટા કેમ થઇ જઈએ, પણ જો આકાશમાંથી વિમાનનો અવાજ સંભળાય તો આપણી નજર આકાશ તરફ જતી જ રહેતી હોય છે. વિમાનમાં બેસવાનું પણ લોકોને ખુબ જ પસંદ હોય છે અને ઇન્ટરનેટ પર પણ વિમાનના કેટલાક વીડિયો પણ વાયરલ થતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમારા હોંશ પણ ચોક્કસ ઉડી જશે.

પ્લેન હંમેશા એરપોર્ટ પર જ ઉતરતું આપણે જોયું હશે, કારણ કે તે ગમે ત્યાં ના ઉતરી શકે એ પણ આપણે જાણીએ છે, પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક ગામમાં પ્લેન આવતું જોવા મળે છે, આ પ્લેનને જોઈને ગામના લોકો પણ હક્કાબક્કા રહી જાય છે, પરંતુ પછી કંઈક એવું થાય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે.

ઈન્ટરનેટ પર લોકોને ચોંકાવનારા આ વાઈરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આકાશમાં ઉડતું વિમાન અચાનક હાલક ડોલક થવા લાગે છે. તેને જોઈને લાગે છે કે તે ક્રેશ થવાનું છે. વિમાન ઝડપથી જમીન તરફ પડવાનું હતું ત્યારે છત પર ઊભેલો એક છોકરો તેને હાથ વડે રોકે છે અને તેને ઉપર લઈ જાય છે. અલગ-અલગ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

આ વાયરલ વીડિયો પ્લેન જેવો દેખાતા રમકડાનો છે. વીડિયો શૂટમાં જે રીતે ફ્રેમ મૂકવામાં આવી છે તે જોઈને કોઈ પણ છેતરાઈ શકે છે. ધ્યાનથી જોશો તો ખબર પડશે કે છોકરો રિમોટથી પ્લેનને કંટ્રોલ કરી રહ્યો છે, પ્લેન તેની પાસે પહોંચતા જ તેને બંને હાથે પકડી લે છે. ત્યારે હવે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel