આ છોકરાનું કેટ વૉક જોઈને તો છોકરી પણ શરમથી થઇ ગઈ પાણી-પાણી, લોકોએ કહ્યું “આ તો પ્રોફેશનલ મોડલ છે !” જુઓ વીડિયો

ટીવી ઉપર મોટાભાગના લોકોએ રેમ્પ વૉક જોયા હશે, પહેલાના સમયમાં તો રાત્રે ટીવી ચેનલ ચાલુ કરી અને લોકો રેમ્પ વૉક ખાનગીમાં પણ જોતા હતા. જેમાં છોકરીઓ અવનવા કપડાં પહેરી અને કેટ વૉક કરતી હોય છે. ક્યારેક કોઈ વિચિત્ર ફેશનના કપડાં પહેરીને પણ કેટ વૉક કરતા જોવા મળે છે, પરંતુ હાલ એક છોકરાનો કેટ વૉકનો ફની વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને ઇન્ટરટનેટ યુઝર્સ પણ પેટ પકડીને હસી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક યુવક ઘરેલુ ઉપયોગની ઘણી વસ્તુઓ સાથે મોડલ્સની સ્ટાઈલમાં કેટ વૉક કરતો જોવા મળે છે. એક સીનમાં તે યુવતીને ઉપાડતી અને ચાલતો જોવા મળે છે. આ યુવકની વિચિત્ર ફેશન સેન્સ જોઈને લોકો ફની રિએક્શન પણ આપી રહ્યા છે. છોકરાનો વીડિયો જોઈને એક્ટ્રેસ રવિના ટંડને પણ કોમેન્ટ કરી છે.

મળતી માહિતી મુજબ, આ 24 વર્ષના છોકરાનું નામ શાહિલ શેરમોન્ટ ફ્લેર છે. તે ફિજીનો રહેવાસી છે. તેને તેના અનોખા ‘કેટ વૉક’થી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તેના વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યા છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં તે કયારેક તેના ખભા પર બેંચ રાખીને કેટ વૉક કરતો જોવા મળે છે, તો કયારેક છોકરીને ખોળામાં લઈ કેટ વોક કરે છે, તે કયારેક સીડી તો કાયરેક બોક્સ લઈ કો કયારેક બીજી કેટલીક વસ્તુઓ લઇ કેટ વોક કરતો જોવા મળે છે. જેમાં તેની સ્ટાઈલ ‘શો સ્ટોપર મોડલ’થી ઓછી દેખાઈ રહી નથી. તેના આ વીડિયોમાં કેટલાક સીન એવા છે જેમાં તે ગળામાં એવી ચીજવસ્તુઓ ફસાઈને કેટ વૉક કરી રહ્યો છે. જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

આ છોકરાનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટનું પૂર આવ્યું છે. એક યુઝરે લખ્યું કે સામાન ભલે ગમે તેટલો ભારે હોય, પરંતુ તેમનું ‘વોક’ એક જ રહે છે. અન્ય એક યુઝરે લખ્યું, લંડન કે પેરિસમાં કોઈ ફેશન ડિઝાઈનર આ બધું જોઈ રહ્યા હશે. એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે આ છોકરો ઘણી મહિલા મોડલ કરતાં વધુ સારી રીતે ચાલે છે. આ ઉપરાંત અન્ય એક યુઝરે કહ્યું કે આ છોકરો કોઈ પ્રોફેશનલ મોડલથી ઓછો નથી.

Niraj Patel