લો બોલો, વાળંદે ના કાપ્યા બરાબર રીતે વાળ તો 10 વર્ષના બાળકે બોલાવી લીધી પોલિસ

ચીનમાં એક બાળકને તેની નવી હેરસ્ટાઇલને જોઇને એવો ગુસ્સો આવ્યો કે તેણે વાળંદની આ હરકત માટે પોલિસવાળાને દુકાન પર બોલાવી લીધી. આ ઘટના ચીનના દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રમાં અંશુન નામના શહેરમાં બની છે.

પ્રતિકાત્મક તસવીર

જયારે વાળંદે આ બાળકના વાળ કાપ્યા તો તે ધ્યાનથી કાચમાં જોવા લાગ્યો. આ બાળક સતત કાચમાં જોઇ રહ્યો હતો અને ફ્રસ્ટ્રેટ થઇ રહ્યો હતો. તેના ભાવ તેજી સાથે ગુસ્સામાં બદલાઇ ગયા. તે બાદ બાળકના ચહેરા પરથી ગુસ્સાના ભાવ ગાયબ થઇ ગયા અને ઇમોશનલ થઇ ગયો.

ત્યાર બાદ તે તેજી સાથે રોવા લાગ્યો અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. આ બાળકે પોલિસને ફોન કર્યો અને થોડીવાર બાદ પોલિસ વાળંદની દુકાન પર આવી અને જયારે પોલિસને આ મામલો પૂરો સમજમાં આવ્યો. આ બાળકની બહેન ત્યાં જ હતી.

પ્રતિકાત્મક તસવીર

પોલિસે તેને પૂછ્યુ કે, તે કેમ આ મામલે વચ્ચે ના બોલી. તે બાદ તે છોકરીએ પોલિસને કહ્યુ કે તે તેના ભાઇને સમજાવશે અને તે એ પણ જણાવશે કે આ રીતના નાના મામલામાં પોલિસને ના બોલાવવી જોઇએ.

Shah Jina