શો રૂમ બંધ થવાનો હતો ત્યારે જ ભાઈ બે થેલા ભરીને સિક્કા લઇ પહોંચ્યો બહેન માટે સ્કૂટર લેવા, પછી શો રૂમના કર્મચારીઓએ….

દરેક ભાઈ પોતાની બહેનને ખુબ જ પ્રેમ કરતો હોય છે, બહેન જયારે લગ્ન કરીને વિદાય લે ત્યારે પણ ભાઈની આંખોમાં સૌથી વધારે આંસુઓ હોય છે, ભાઈ બહેનના પ્રેમના ઘણા કિસ્સાઓ આપણી આસપાસ પણ જોવા મળે છે, ત્યારે એક કિસ્સો થોડા વર્ષો પહેલા ખુબ જ ચર્ચામાં આવ્યો હતો.

આ કિસ્સો ચર્ચામાં આવ્યો હતો વર્ષ 2017માં જ્યપુરમાંથી. જ્યાં શો રૂમ બંધ થવાના સમયે જ એક 13 વર્ષનો ભાઈ ઢગલાબંધ સિક્કા લઈને પોતાની બહેન માટે સ્કૂટર ખરીદવા માટે આવ્યો હતો. દિવાળીનો તહેવાર હોવાના કારણે ઘણા બધા લોકો વાહન ખરીદી કરતા હોય છે ત્યારે ભાઈ પણ પોતાની મોટી બહેનને ભેટ આપવા માંગતો હતો.

13 વર્ષનો યશ 62 હજાર રૂપિયાના સિક્કા લઈને પોતાની મોટી બહેન માટે સ્કૂટર ખરીદવા આવ્યો હતો. આટલા બધા સિક્કા જોઈને કર્મચારીઓ દ્વારા પહેલા તો ના પાડી દેવામાં આવી હતી. પરંતુ જયારે તેમને આ સમગ્ર કહાનીની ખબર પડી ત્યારે શો રૂમના મેનેજર સ્કૂટર આપવા માટે રાજી થઇ ગયા.

શો રૂમના કર્મચારીઓને બધા જ સિક્કા ગણવામાં બેથી અઢી કલાકનો સમય લાગ્યો. સોશિયલ મીડિયામાં ભાઈ બહેનની આ કહાની પણ ખુબ જ વાયરલ થઇ રહી. ઘણા લોકોએ આ ભાઈની પણ પ્રસંશા કરી હતી જેને પોતાની બચતના નાણાંમાંથી  બહેનને દિવાળી ઉપર શાનદાર ભેટ આપી.

આ બાબતે ભાઈ બહેને જણાવ્યું કે અમને પોકેટ મનીમાં પૈસા મળતા હતા તે ભેગા કર્યા હતા. વધારે પડતા અમને સિક્કા જ મળતા હતા. જયારે નોટો મળતી ત્યારે ખર્ચ થઇ જવાના ડરથી અમે તેને પણ સિક્કામાં જ બદલાવી લેતા હતા.

Niraj Patel