બાઈકની ઉપર મગરને સુવાડી દીધો અને પછી પોતે મગરની ઉપર બેસી રોડ પર સડસડાટ બાઈક ચલાવવા લાગ્યો, વીડિયો જોઈને જ ઉડ્યા લોકોના હોશ… જુઓ

કોઈપણ જાતાનાં ડર વગર મગરને બાઈક પર બાંધીને ઉપર સવારી કરતો જોવા મળ્યો આ યુવક, લોકોએ કહ્યું, “થોડી તો માનવતા રાખો…” જુઓ

ઘણા લોકો એવા હોય છે તે ઘણીવાર એવા એવા જોખમવાળા કામ કરતા હોય છે કે તેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. ઇન્ટરનેટ પર ઘણા એવા લોકોના વીડિયો પણ તમે જોયા હશે જેમને તમે મોત સાતે પણ બાથ ભીડતા જોયા હશે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ મગરને બાઈક પર લઈને જતો જોવા મળી રહ્યો છે.

ધરતી પર કેટલાક એવા ખતરનાક જીવો છે, જેને જોઈને લોકો દૂર ભાગવાનો પ્રયાસ કરે છે. સિંહ, ચિત્તા, હાથી, સાપ જેવા જીવોને જોઈને લોકો હાંફવા મજબૂર થઈ જાય છે, પરંતુ શું તમે ક્યારેય મગરને નજીકથી જોયો છે? જો તમે તેને જોયો છે, તો શું તમે તેના પર સવારી કરી છે? તમને જાણીને નવાઈ લાગશે પણ એક વ્યક્તિએ કોઈ પણ જાતના ડર વગર મગરને બાઈકની ઉપર સુવડાવી દીધો અને પછી તેની ઉપર બેસીને ગાડી ચલાવવા લાગ્યો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વિડિયોએ હોબાળો મચાવ્યો હતો. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન છોકરો જે કોઈ પણ ડર વગર મગર સાથે રોડ પર સવાર થઈ રહ્યો છે. તેણે પોતાની બાઇક પર એક ભયંકર અને વિશાળ મગરને બાંધી રાખ્યો છે. મગરને બાઇકની સીટ પર બેસાડ્યો અને પછી પોતે તેની ઉપર બેસી ગયો. છોકરાએ મગરનું મોઢું બાંધ્યું છે અને તે રસ્તા પર તેજ ગતિએ હંકારી રહ્યો છે. પાછળથી કોઈએ તેના મોબાઈલ કેમેરામાં તેનો વીડિયો રેકોર્ડ કર્યો જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @thebusinessanhub

આ વીડિયોમાં મગર બાંધવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ મેમ પેજ દ્વારા તેને શેર કરવામાં આવ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર oy._.starrr નામના પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં તેને લાખો વ્યૂઝ આવી ચૂક્યા છે. વિડીયો જોયા બાદ ઘણા લોકોએ પોતાના ફીડબેક આપ્યા છે. એક યુઝરે ગુસ્સામાં લખ્યું, “આ ક્રૂરતા છે. લોકો આમાંથી ફની કન્ટેન્ટ કેવી રીતે બનાવે છે તેની કલ્પના પણ કરી શકાતી નથી. થોડી માનવતા બતાવો.”

Niraj Patel