આપણે ઘણી વાર સાંભળ્યું છે કે, દાને-દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ.’ આપણી સાથે ઘણી વાર એવું થઇ જતું હોય છે કે,આપણે જમતા હોય અને કોઈક આવી જાય તો તેને આગ્રહ કરીને જમાડીએ છીએ. ઘણી વાર આપણે રોડ પર જતા હોય ત્યારે પણ એવું બનતું હોય છે કે, ભૂખ્યા લોકોને જમાડતા હોય છે. આવો જ એ એક કિસ્સો વિદેશમાં સામે આવ્યો છે જેને સાંભળીને તમને તે બાળક પર ગર્વ થશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મેકસીકોના અલ્બુકર્ક શહેરમાં રહેનારી મહિલા જોસેટ દુરાન અને તેના દીકરા ડાયલની આ સત્ય ઘટના છે. 2016માં એક દિવસ જોસેટ તેના દીકરા ડાયલ માટે રોજની જેમ જ ટિફિન પેક કરી રહી હતી. એક દિવસ ડાયલે તેની માતાને પૂછ્યું કે, શું તેને એકન બદલે 2 ટીફીન મળી શકે ? આ બાબતે ડાયલની માતાને એવું લાગ્યું કે, ડાયલને વધારે ભૂખ લગતી હશે.

પરંતુ જયારે તને 2 ટિફિન લઇ જવાનું કારણ જાણવા મળ્યું ત્યારે તે પણ ચોંકી ગઈ હતી. ડાયલ 1 ટિફિન પોતાના માટે અને બીજી ટિફિન તેના મિત્ર માટે લઇ જતો હતો. ખરેખર તે બાળક ડાયલનો મિત્ર હતો જ નહીં. આ બાળકે દરરોજ એક કપ ફ્રૂટ્સ લઈને પોતાનું પેટ ભરતો હતો કારણકે તે બાળક પાસે લંચ ખરીદવાના પૈસા હતા જ નહીં.
ડાયલની આ વાત સાંભળીને તેની માતા અચરજ પામવાની સાથે -સાથે તે બાળક માટે દુઃખી થઇ જતા રડવા લાગી હતી. પરંતુ જોસેને દીકરા ડાયલ પર ગર્વ થતો હતો કારણેક આટલી નાની ઉંમરમાં પણ તે આ વાતની ધ્યાન રાખતો હતો.

જોસેટને જયારે બાળકે વિષે વધુ જાણકારી મળી ત્યારે તે પણ દુઃખી થઇ ગઈ હતી કારણકે તે બાળકની માતા સિંગલ મધર હતી થોડા મહિના પહેલા તેની નોકરી છૂટી ગઈ હતી જેમાં કારણે તેને આર્થિક તંગી હતી. આર્થિક તંગીના કારણે તે તેના બાળકને લંચ માટેના પૈસા આપી શકતી ના હતી. જોસેટ આ જાણકારી મળ્યા અબ્દ અનેક મહિના સુધી ડાયલની સાથે -સાથે તેના બાળકનું પણ લંચ બનાવીને આપતી હતી. થોડા મહિના બાદ તે બાળકની માતાને ફરી જોબ મળતા તેની આર્થિક પરિસ્થતિ થોડી સુધરવા લાગી હતી.

આ બાદ તે મહિલા જોસેટનો આભાર માનીને રૂપિયા આપવા આવી હતી. પરંતુ ગર્લ્સ વોલીબોલ ટીમની કોચ રહેલી જોસેટે તે મહિલા પાસેથી પૈસા લીધા ના હતા અને તેને 400 ડોલર એટલે કે, લગભગ 28 હજાર રૂપિયા ભેગા કરીને સ્કૂલના જે બાળકો ગરીબીને કારણે લંચ ખરીદી નથી શકતા તેના માટે કેફેટેરિયામાં આપ્યા હતા જોસેટે પોતાની આ સ્ટોરીને ફેસબુકમાં લાઈવ દ્વારા શેર કરી હતી. જોસેટે જણાવ્યું હતું કે, આ કામ કોઈ વખાણ ને અન્ય વસ્તુ માટે નથી કર્યું પરંતુ મને ગમતું હતું ને કર્યું હતું.

જોસેટે વધુમાં કહ્યું હતું કે, થોડા વર્ષ પહેલા તે અને તેનો દીકરો આ હાલતનો સામનો કરી ચુક્યા છે. થોડા વર્ષ પહેલા જોસેટ અને ડાયલ બેઘર હતા, જોસેટ તેની કારમાં રહેતી હતી અને પુત્રને બાથરૂમમાં નવડાવતી હતી. તે સમયે જોસેટ પાસે જમવાનું પણ ના હતું આ કારણે તે બાળકની મદદ કરી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.