ચાલુ ટ્રેનની અંદર એક છોકરો અને છોકરી એવી હરકત કરતા પકડાયા કે સામે બેઠેલા પેસેન્જરે ચુપચાપ બનાવી લીધો વીડિયો, જોઈને તમે પણ હેરાન રહી જશો

પ્રેમ કોને ક્યાં અને ક્યારે થઇ જાય એ કઈ કહેવાય છે, આપણે ઘણી એવી પ્રેમ કહાનીઓ વિશે સાંભળ્યું હશે કે ચાલુ સફર દરમિયાન એક છોકરા અને છોકરીને પ્રેમ થઇ જતો હોય છે. ત્યારે ઘણા કપલો ચાલુ મુસાફરીમાં એવી હરકતો કરતા હોય છે જેના વીડિયો પણ કોઈ ખાનગીમાં બનાવીને વાયરલ કરી દેતા હોય છે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ચાલુ ટ્રેનમાં એક છોકરા અને છોકરી દ્વારા કરવામાં આવેલી હરકત કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનની આગળ અને પાછળની સીટ પર એક છોકરો અને છોકરી બેઠા છે. વીડિયો જોઈને લાગે છે કે બંને વચ્ચે ઘણા સમયથી કંઈક રંધાઈ રહ્યું છે. વીડિયોમાં માત્ર એવું જ જોવા મળે છે કે છોકરી તેના હાથમાંથી ચોરી છુપે છોકરાને કંઈક પકડાવી રહી છે. એવું લાગે છે કે છોકરીએ પેપર પર પોતાનો મોબાઈલ નંબર લખીને છોકરાને પકડાવી દીધો છે.

આ કરતી વખતે યુવતીના ચહેરા પર શરમના હાવભાવ જોવા મળે છે. છોકરો ત્યાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે.  જો કે, જ્યારે બંને આ હરકત કરી રહ્યા હતા ત્યારે સામેની સીટ પર બેઠેલા એક મુસાફરે ગુપ્ત રીતે બંનેનો વીડિયો બનાવી લીધો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જ્યાંથી આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg)

અત્યારે તો છોકરા-છોકરી બંનેએ જે ચતુરાઈથી એકબીજાને પોતાના નંબર આપ્યા છે તે જોવા જેવું છે. છોકરા-છોકરીનો આ અનોખો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે છોકરીની પાછળની સીટ પર બેઠેલો છોકરો સીટની નીચે તેનો હાથ લે છે અને છોકરીના હાથમાંથી મોબાઈલ નંબર પર લખેલું કાગળ લઈ લે છે. તે જ સમયે, છોકરી પણ ચતુરાઈથી પાછળ જોયા વિના છોકરાને કાગળ આપી દે છે. આ વાયરલ વીડિયો ઉપર ઘણા લોકો પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel