24 વર્ષના સ્ટેટ લેવલ બોક્સર, મોડલ અને અભિનેતાની થઇ હત્યા, ખુલ્લેઆમ કરવામાં આવ્યો ચપ્પાથી વાર

ફિલ્મોને ટક્કર મારે એવી સત્ય ઘટના, જાણો કેવી રીતે થઇ આ સેલિબ્રિટીનું મર્ડર

હરિયાણાના રોહતકમાં મર્ડરનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અહીં 24 વર્ષના સ્ટેટ લેવલ બોક્સર, મોડલ અને અભિનેતા કામેશ લોહાટ પર ચપ્પુથી વાર કરી તેની હત્યા કરી દેવામાં આવી છે. ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. શહેરના જૂના શાકભાજી થાનામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કમલેશ બે પક્ષોના વચ્ચે થઇ રહેલ ઝઘડો શાંત કરાવા ગયો હતો અને આ દરમિયાન લોકોએ તેને ઘેરી ધારદાર હથિયારથી હુમલો કરી દીધો.

રોહતક પોલિસ ઉપાધીક્ષકે કહ્યુ કે, આરોપીઓએ અચાનક ચપ્પુ નીકાળ્યુ અને તેના પર કેટલાક વાર કર્યા. કામેશને રોહતકના પીજીઆઇએમએસ હોસ્પિટલ લઇ જવામા આવ્યો હતો, જયાં તેને મૃત જાહેર કરાયો. આ મામલામાં કેસ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. મૃતક એમબીએ કરી રહ્યો હતો અને તેની મોતથી પરિવારમાં પણ માતમ છવાઇ ગયો છે.

પાડા મોહલ્લાનો કામેશ સોમવારે રાત્રે કોલોનીમાં તેની ફોઇના ઘરે જમવા આવ્યો હતો, જયાં ઘર પાસે કેટલાક લોકો એક સગીર છોકરી સાથે અભદ્રતા કરી રહ્યા હતા, તે તેણે જોયુ અને આ પર તે લોકોને ટોક્યા તો તે કહાસુની પર ઉતરી આવ્યા અને આ દરમિયાન કેટલાક લોકો આવ્યા અને ત્યાં આવ્યા અને બંને પક્ષો વચ્ચે ઝઘડો થઇ ગયો. બોક્સર ઝઘડામાં બચાવ કરવા ઉતર્યો તો ત્યારે તેના પર ચપ્પુથી વાર કરવામાં આવ્યો.

પોલિસનું આ મામલે કહેવુ છે કે, આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે. કામેશના પરિવારજનોએ મંગળવારે પોલિસને 2 મિનિટ અને 19 સેકેન્ડની એક વીડિયો ક્લિપ સોંપી છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, કેટલાક યુવક તેને મારતા એક ઘર સામે પહોંચ્યા, એક મિનિટ સુધી ઝઘડો થયો, અચાનક એક યુવક તેના ઘરેથી આવે છે અને કામેશ પર ધારદાર હથિયારથી છાતી અને પેટ પર વાર કરે છે.

Shah Jina