જીવનશૈલી

જિલ્લા સ્તર પર અનેક મેડલ જીતી ચુક્યો છે આ બોક્સર, આજે કચરો ઉઠાવીને કમાઈ રહ્યો છે રોજી-રોટી

આપણા દેશમાં ખેલ જગતમાં ક્રિકેટને છોડીને અન્ય ખેલની સ્થિતિ ખુબ જ ગંભીર છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ છે બોક્સર કમલ કુમાર, જે જિલ્લા સ્તર પર ઘણા મેડલ જીતી ચુક્યા છે. તેના છતાં પણ આજના સમયમાં તે કચરો ઉઠાવીને પોતાનું ભરણ પોષણ કરવા માટે મજબુર બની ગયા છે.

Image Source

90 ના દશકથી કમલ કુમાર એક લાજવાબ બોક્સર રહ્યા છે. તેમણે વર્ષ 1993 માં યુપી ઓલિમ્પિક્સ માં બ્રૉન્જ મૅડલ, વર્ષ 2006 માં સ્ટેટ ગેમ્સમાં પણ બ્રૉન્જ અને વર્ષ 2011 માં ઈંટર યુનિવર્સીટી ગેમ્સમાં સિલ્વર મૅડલ પોતાના નામે કર્યું હતું.

Image Source

એક બેસ્ટ બોક્સર હોવા છતાં પણ તેને પોતાના ભરણપોષણ માટે આજે ભટકવું પડી રહ્યું છે. તેની કહાની જાણીને પણ તમને પણ દુઃખ થશે.

Image Source

કમલનું કહેવું છે કે તે ખેલ કોટાથી નોકરી મેળવવા માટે સરકારી ઓફિસરોના ઘણા ચક્કર લગાવતા હતા, પણ દરેક વખતે તેને ખાલી હાથે જ પાછું ફરવું પડતું હતું, કમલનું માનવું છે કે પોતાના ગુસ્સાને લીધે તે બોક્સિંગમાં પોતાનું કેરિયર બનાવી ન શક્યા. પછી તે બોક્સિંગ કોચ બનવા માગતા હતા પણ તેનું આ સપનું પણ અધૂરું રહી ગયું.

Image Source

હાલ તે કચરો ઉઠાવીને પોતાની આજીવિકા કમાઈ રહ્યા છે. તેનું કહેવું છે કે તે પોતાના દીકરાને પણ બોક્સર બનાવવા માગે છે. દીકરાની કારકિર્દી માટે કમલે સરકારને લોન માટેની અરજી પણ આપી છે, પણ તેનો હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.