પાકિસ્તાની મૂળના બ્રિટિશ બોક્સર આમિર ખાન કરી એકવાર પિતા બન્યા છે. તેમની પત્ની ફરયાલ મખદૂમએ દીકરાને જન્મ આપ્યો છે. આમિર ખાને પોતાના દીકરાની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે આમિર ખાન પહેલેથી બે દીકરીઓના પિતા છે. તેમની એક દીકરી લામેષાહ ચાર વર્ષની છે અને બીજી દીકરી અલયના ખાન 21 મહિનાની છે. હવે તેઓ ત્રીજા બાળકના પિતા પણ બની ચુક્યા છે.
View this post on Instagram
પોતાના દીકરા સાથેની તસ્વીર શેર કરતા આમિર ખાને ઇન્સ્ટાગ્રામ પર તેના દીકરાની નામ પણ શેર કર્યું હતું અને લખ્યું – ‘મારો સુંદર દીકરો મુહમ્મદ ઝવિયર ખાન આજે 22/02/20 જન્મ્યો અને તેનું વજન 7lbs 12oz છે. #dadofthree #alhumdulilah #blessed’.
View this post on Instagram
33 વર્ષીય બોક્સર આમિરે ગયા વર્ષે ઓગસ્ટમાં જ એક નવા મહેમાનના આવવા વિશે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું. આમિર અને ફરયાલ છેલ્લા 9 વર્ષથી એક સાથે રહે છે. વર્ષ 2013માં બંનેએ લગ્ન કર્યા હતા. વર્ષ 2017માં બંનેના અલગ થવાની ખબરો પણ આવી હતી. આ પછી ગયા વર્ષે પણ આમિરની પત્ની અને આમિરના પરિવાર વચ્ચે વચ્ચે ઝઘડાની ખબર આવી હતી, પણ પછીથી ફરયાલએ જાતે જ ખુલાસો કર્યો હતો કે તેનો સાસરીવાળા સાથે ઝઘડો ખતમ થઇ ગયો છે.
View this post on Instagram
આમિર ખાન બોક્સિંગ રિંગમાં અત્યાર સુધીમાં 34 ટાઇટલ જીતી ચુક્યા છે. વર્ષ 2003માં, તેણે જુનિયર ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય 2004માં તેણે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2009થી 2012 સુધી, તેણે સતત WBA ટાઇટલ જીત્યું છે. 2009માં, તેમને ઇએસપીએન પ્રોસ્પેક્ટ ઓફ ધ યરનો ખિતાબ મળ્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.