ખુશખબરી: લોકોની ફેવરિટ ફિલ્મે 141 કરોડનો છપ્પરફાડ કમાણી કરી…અક્ષય કુમારની બચ્ચન પાંડે ટક્કર આપી શકશે?

11 માર્ચના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર લગાતાર 10માં  દિવસે પણ કમાણી કરી રહી છે. નવમા દિવસે બીજા વિકેન્ડ પર ફિલ્મે 24.80 કરોડનો બિઝનેસ કર્યો છે.એવામાં અત્યાર સુધીમાં ફિલ્મ 141.21 કરોડની કમાણી કરી ચુકી છે અને સોમવારના અંત સુધીમાં તે 175 કરોડ સુધી પહોંચી શકે તેમ છે.લોકો એડવાન્સ બુકીંગ પણ કરી રહ્યા છે એવામાં જો લોકોમાં ફિલ્મ પ્રત્યે આટલી જ રુચિ રહેશે તો આવનારા બે અઠવાડિયામાં ફિલ્મ 300 કરોડનો આંકડો બનાવી લેશે.

એવામાં 18 માર્ચે રિલીઝ થયેલી ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે પણ ધ કાશ્મીર ફાઇલ્સની સ્પીડ કમ નથી કરી શકી. એવામાં બચ્ચન પાંડેની ધ કાશ્મીર ફાઇલ્સને બરાબરની ટક્કર મળી છે અને બચ્ચન પાંડે માંડ માંડ બીજા દિવસે 12 કરોડની કમાણી કરી શકી છે. ફિલ્મ બાહુબલી-2 પછી ધ કાશ્મીર ફાઇલ્સ એવી જ એક ફિલ્મ છે જેણે બીજા અઠવાડિયામાં 73 કરોડનું કલેક્શન કર્યું હતું જે પોતાનામાં જ એક રેકોર્ડ છે.

ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માતાઓએ ધ કાશ્મીર ફાઇલ્સને ચાર ભાષાઓમાં ડબ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મને તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મની સાથે પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ પણ રિલીઝ થઇ હતી પણ તે હજુ સુધી સાઉથ સિનેમા ઘરોમાં જ રિલીઝ થઇ છે.

ધ કાશ્મીર ફાઇલ્સને પહેલા જ દિવસે 600 સ્ક્રીન મળી હતી પણ પછી ફિલ્મ પર દર્શકોનું જુનૂન જોતા પહેલા અઠવાડિયે સ્ક્રીનની સંખ્યા વધારીને 2,000 કરવામાં આવી હતી.એવામાં બીજા અઠવાડિયાએ સ્ક્રીનની સંખ્યા, 4,000થી પણ વધારવામાં આવી હતી.

Krishna Patel