ખેલ જગત દિલધડક સ્ટોરી

ભારતના એક માત્ર બોલર જેને પોતાની આખી કારકિર્દીમાં ક્યારેય નથી નાંખ્યો ‘નો બૉલ’

આજે આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગ નહિ પરંતુ બોલિંગ વિશે વાત કરીશું. ઘણા ખેલાડીઓએ બોલિંગમાં મોટા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ આજે આપણે જે રેકોર્ડની વાત કરી રહ્યા છીએ તે કદાચ તમને ખબર નહિ હોય. આજે આપણે વાત કરીશું ક્રિકેટની કારકીર્દિમાં ક્યારેય નો બૉલ નહીં ફેંકનાર ખેલાડી વિશે.

Image Source

નો બૉલ પડવા પર બેટિંગ કરનારી ટીમનો જુસ્સો વધી જાય છે, કારણ કે બેટ્સમેનને તે બોલ પર આઉટ થવાનો ડર નથી હોતો. અને ખેલાડી કોઈ જોખમ વિના એ બોલ પર મોટા-મોરા શોટ રમી લે છે. ક્રિકેટનો દરેક ખેલાડી જાણે છે, નો બોલની કિંમત. ક્રિકેટના નિયમોમાં બદલાવ પછી, નો બોલમાં ફ્રી હિટ્સ શરૂ મળવા લાગી છે, જેના પર બેટ્સમેન છ રન બનાવી શકે છે.

Image Source

આ સિવાય આઉટ થયેલા કોઈ બેટ્સમેનને જીવનદાન પણ મળી શકે છે. 2016 ટી-20 વર્લ્ડ કપમાં તે ભારતની બહાર થવાનું કારણ એ નો બૉલ જ હતા, જ્યારે અશ્વિન અને પંડ્યાના પગ લાઇનમાંથી બહાર નીકળ્યા અને ભારતના હાથમાંથી મેચ નીકળી ગઈ.

Image Source

નો બૉલ મેચના પરિણામ પર મોટી અસર પાડે છે. કદાચ તેથી જ બોલરોને પ્રેક્ટિસ સેશનમાં લાઇનથી એક પગલું પાછળ રહીને બોલિંગ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, ક્રિકેટના ઇતિહાસમાં, એવા પાંચ વિશેષ બોલરો આવ્યા છે જેમણે તેમની આખી ક્રિકેટ કારકિર્દીમાં ક્યારેય નો બૉલ નથી ફેંક્યો. આ પાંચ બોલરોમાં ચાર ઝડપી બોલર અને એક સ્પિન બોલર છે.

કપિલ દેવ –

Image Source

હરિયાણા હરિકેનના નામથી પ્રસિદ્ધ ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે પોતાની સંપૂર્ણ ક્રિકેટ કારકિર્દીમાં ક્યારેય નો બૉલ ફેંક્યો નથી. ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર કપિલ દેવ, જેમણે 1978માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું, તેમની સારી કેપ્ટનશીપના કારણે 1983માં ભારતને પ્રથમ વર્લ્ડ કપ અપાવ્યો હતો. જોકે કપિલના નામે ઘણા રેકોર્ડ નોંધાયેલા છે, પરંતુ કપિલે એક એવું પરાક્રમ કર્યું છે કે જે વિશ્વના ઘણા બોલરો માટે અશક્ય છે.

Image Source

કપિલે ભારત તરફથી 131 ટેસ્ટ અને 225 વનડે મેચમાં બેટ સાથે 5248 અને 3783 રન બનાવ્યા હતા, જ્યારે તેમના નામે પાસે 434 ટેસ્ટ અને 253 વનડે વિકેટ નોંધાયેલી છે. તે વિશ્વના એકમાત્ર ક્રિકેટર છે જેમણે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 5000થી વધુ રન બનાવ્યા અને 400થી વધુ વિકેટ લીધી છે. કપિલદેવે તેની 16 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં ક્યારેય નો બૉલ ફેંક્યો નથી.

ઇયાન બોથમ –

Image Source

આ યાદીમાં ઇંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઇયાન બોથમનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાની 16 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં એક પણ નો બૉલ ફેંક્યો નથી. ઇયાન બોથમ ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ અને વનડે બંનેમાં બેટ અને બૉલ સાથે મેચ જીતનાર ખેલાડી રહયા. 16 વર્ષની લાંબી ક્રિકેટ કારકીર્દિમાં, બોથમે 102 મેચોમાં 383 વિકેટ ઝડપી હતી જ્યારે બેટથી 5,200 રન બનાવ્યા હતા.

Image Source

તેમણે 116 વનડેમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં 2113 રન અને 145 વિકેટ ઝડપી હતી. આ મહાન ખેલાડીએ વર્લ્ડ ક્રિકેટને જણાવ્યું કે શિસ્ત એટલે શું. તેમણે પોતાની 16 વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીમાં ક્યારેય 6 બોલથી વધુની ઓવર નથી ફેંકી. એટલે કે ક્યારેય પણ નો બૉલ નથી ફેંક્યો.

ઇમરાન ખાન –

Image Source

પાકિસ્તાનનો ઝડપી બોલર ઇમરાન ખાન વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાંના એક છે. 1992માં ઈમરાન ખાનની કપ્તાની હેઠળ પાકિસ્તાને તેમનો એકમાત્ર વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ઇમરાન ખાને ઇંગ્લેન્ડ સામેની અંતિમ મેચમાં 72 રનનું યોગદાન આપ્યું હતું અને બોલિંગમાં 43 રન આપીને 1 વિકેટ લીધી હતી.

Image Source

પાકિસ્તાન તરફથી તેમને 88 ટેસ્ટ મેચમાં 3807 રન બનાવ્યા હતા અને 362 વિકેટ લીધી હતી. જમણા ઝડપી બોલર ઇમરાને 88 ટેસ્ટ અને 175 વનડે મેચ રમી છે. આ સમય દરમિયાન તેણે એક પણ નો બોલ ફેંક્યો નહીં. ઇમરાનનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 14 રન આપીને 6 વિકેટ ઝડપવાનું છે.

ડેનિસ લીલી –

Image Source

ઓસ્ટ્રેલિયાના મહાન બોલરોમાંના એક ડેનિસ લીલીએ પણ પોતાની કારકિર્દી દરમ્યાન ખૂબ જ શિસ્તબદ્ધ બોલિંગ કરી છે. ડેનિસ લીલી ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર હતો. તેણે 1971માં કારકિર્દીની શરૂઆત કરી અને 1984 સુધી બોલિંગ કરી.

Image Source

આ 13 વર્ષોમાં ડેનિસ લીલીએ ઓસ્ટ્રેલિયા તરફથી 70 ટેસ્ટમાં 355 વિકેટ ઝડપી હતી, જેમાં 23 ઇનિંગ્સમાં પાંચ વિકેટ અને 7 વાર મેચમાં દસ વિકેટ લીધી હતી. તેમને ઓસ્ટ્રેલિયા તરફથી 63 વનડે મેચ રમી હતી, જેમાં તેમને 103 વિકેટ ઝડપી હતી. સ્પીડ બોલર હોવા છતાં, ડેનિસ લીલીનું સંતુલન અને નિયંત્રણ એટલું જબરદસ્ત હતું કે ડેનિસના બોલિંગના રેકોર્ડમાં કોઈ પણ નો બૉલ નોંધાયો નથી.

લાન્સ ગિબ્સ –

Image Source

વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર લાન્સ ગિબ્સની ગણતરી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સફળ સ્પિન બોલરોમાં થાય છે. ઇંગ્લેન્ડના ફ્રેડ ટ્રુમન પછી ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનાર લાન્સ ગિબ્સ બીજા બોલર હતા, જ્યારે આ કારનામુ કરનાર વિશ્વના પ્રથમ સ્પિનર ​​હતા.

Image Source

લાન્સ ગિબ્સે કુલ 79 ટેસ્ટ મેચ અને 3 વનડે મેચ રમી છે. પરંતુ આ સમય દરમિયાન તેણે એક પણ નો બૉલ ફેંક્યો નથી. અને આ કારનામુ કરનાર વિશ્વના એકમાત્ર સ્પિનર ​​છે. ટેસ્ટ મેચમાં તેમને કુલ 311 વિકેટ લીધી હતી. લાન્સનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 12 રન આપીને 1 વિકેટ લેવાનું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.