આ ભાઈની તીરંદાજી જોઈને તમારા પણ હોંશ ઉડી જશે, પાણીમાં વહેતી માછલીને બનાવી નિશાન…વાયરલ થઇ ગયો વીડિયો

પાણીના વહેતા ઢાળીયામાંથી માછલી પકડવા માટે આ ભાઈએ ઉપયોગ કર્યો વર્ષો જૂની પદ્ધતિનો, તિર કામઠું લઈને કર્યો એવી રીતે શિકાર કે જોઈને તમારા મોઢા પણ ખુલ્લા રહી જશે… જુઓ વીડિયો

દુનિયાભરમાં લોકોની અંદર ઘણુ ટેલેન્ટ ભરેલુ પડ્યુ હોય છે. પરંતુ ઘણીવાર કેટલીક આર્થિક પરિસ્થિતિઓ અને કેટલાક કારણોના લીધે તે ટેલેન્ટ તેમની અંદર જ રહી જાય છે, પરંતુ જયારે સમય આવે ત્યારે એ ટેલેન્ટ બહાર પણ આવતું હોય છે. વળી આજે જમાનો સોશિયલ મીડિયાનો છે ત્યારે લોકો પોતાના ટેલેન્ટને બતાવતા હોય છે અને તેમના વીડિયો પણ વાયરલ થતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વ્યક્તિની તીરંદાજીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે વહેતા પાણીની અંદર તીર મારીને માછલીનો શિકાર કરી રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ ખૂબ જ આશ્ચર્યજનક રીતે માછલીનો શિકાર કરતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના પણ મોઢા ખુલ્લા રહી જાય છે.

ઘણા લોકો હૂકનો ઉપયોગ કરીને માછલી પકડે છે, તો કેટલાક જાળી નાખીને તેમનો શિકાર કરે છે, પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ આશ્ચર્યજનક રીતે માછલીનો શિકાર કરતો જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ ધનુષ અને તીરનો ઉપયોગ કરીને માછલીઓ પકડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Popular Fishing (@popular_fishing)

જો કે શિકારની આ પદ્ધતિનો ઉપયોગ પ્રાચીન સમયમાં કરવામાં આવતો હતો, પરંતુ આજના બદલાતા સમયમાં આ રીતે માછલી પકડતી જોઈને ખરેખર આશ્ચર્ય થાય છે. વીડિયોમાં એક ઢાળીયો દેખાઈ રહ્યો છે, જેમાં માછલી છે. આ દરમિયાન, હાથમાં ધનુષ્ય અને તીર ધરાવતો એક માણસ માછલી તરફ લક્ષ્ય રાખે છે અને ધનુષમાંથી તીર છોડે છે. પ્રથમ શોટમાં લક્ષ્ય ચૂકી જાય છે, પરંતુ બીજી જ ક્ષણે વ્યક્તિ માછલી પકડી લે છે.

Niraj Patel