સુરતમાં પરિવાર માથે તૂટ્યું દુઃખોનું આભ, બે દીકરીઓ ઘરની બહાર રમવા ગઈ અને પછી મળી બંને બહેનોની લાશ, કાળજું કંપાવી દેનારી ઘટના

કાળજાના કટકા જેવી બંને દીકરીઓના એકસાથે મોતથી પરિવારમાં છવાયો માતમ, જે રીતે મોત થયું એ જાણીને તો રૂંવાડા ઉભા થઇ જશે…

Sisters Drowned In The Lake : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત, હત્યા અને અકસ્માતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો આપઘાત કરીને પોતાનુ જીવન ટૂંકાવે છે તો કોઈની ધોળા દિવસે પણ હત્યા થઇ જાય છે. આ ઉપરાંત કેટલાક અકસ્માતોમાં પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે ઘણીવાર નહેર, નદી કે તળાવમાં ડૂબી જવાના કારણે પણ કેટલાય લોકોના મોત થતા હોય છે.

ત્યારે હાલ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં બે સગી બહેનોના તળાવમાં ડૂબી જતા મોત થતા પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું છે. આ રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે સુરતના હજીરા વિસ્તારમાંથી. જ્યાં આવેલી AMNS ટાઉનશીપમાં રહેતી બે બહેનો ઘરની બહાર રમવા માટે ગઈ હતી.

ત્યારે આ દરમિયાન તે તળાવમાં ડૂબી ગઈ. ઘટનાને લઈને હજીરા પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી અને બંને દીકરીઓની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર 6 વર્ષની રૈણુપ્રિયા મહેન્દ્ર વરાઈદમ અને તેની મોટી બહેન 9 વર્ષીય કઇગુલવે ઘરની નજીક રમવા માટે ગયા હતા.

તેઓ મોડી સાંજ સુધી પરત ના ફરતા પરિવાર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન જ બંને બહેનો AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલ તળાવમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પરિવાર અને સ્થાનિકો બંને બાળકીઓને બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયા.

હોસ્પિટલમાં તબીબો દ્વારા બંને દીકરીઓને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. બાળકીઓના પિતા AMNS કંપનીમાં ફરજ બજાવે છે અને તે પોતાની બંને દીકરીઓ અને પત્ની સાથે ટાઉનશીપમાં જ ઘણા વર્ષોથી રહે છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને બાળકીઓના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

Niraj Patel