બોટાદમાં 24 વર્ષના જુવાન મહિલા હેડ કોન્સ્ટેબલે કરી લીધી આત્મહત્યા, પરિવાર રડી રડીને અડધો થઇ ગયો

આટલી સુંદર દુનિયામાં લોકો કેમ આત્મહત્યા કરતા હશે…વધુ એક દુઃખદ સમાચાર, માત્ર 24 વર્ષના જુવાન મહિલા હેડ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવી લીધું, જુઓ તસવીરો

દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, ઘરમાં ખુશીનો માહોલ છે એવામાં બોટાદના પોલીસ બેડામાં ગમગીની છવાઈ છે. બોટાદમાં હેડ ક્વાર્ટરની મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. હનુમાન પૂરી વિસ્તારમાં આવેલા મકાનમાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ અમદાવાદના રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન ડાભીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને દુનિયાને અલવિદા કરી દીધું હતું. તેઓ વર્ષ 2016માં LRD તરીકે ભરતી થયા હતા. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા.

આ આત્મહત્યા મામલે લોકલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ હનુમાન પુરી વિસ્તારમાં જે ઘરમાં આત્મહત્યા કરી છે ત્યાંની સઘન તપાસ હાથ ધરી છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પણ અનેક ખુલાસાઓ થઇ શકે છે. દિવાળીની પહેલા યુવતીના આપઘાતને કારણે પરિવારના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

YC