અમદાવાદની જાણીતી હોટલમાંથી ગ્રાહકે મંગાવ્યું વેજ. ખાવાનું અને અંદરથી નીકળ્યું નોનવેજ. ફરિયાદ કરવા પર રેસ્ટોરેન્ટે એવું કહ્યું કે… જુઓ વીડિયો

અમદાવાદના બોપલમાં ટોમેટોસ રેસ્ટોરન્ટની મોટી બેદરકારી, ગ્રાહકને વેજ ઓર્ડરમાં નોનવેજ ભોજન પીરસી દીધું

Bopal Restaurant Gives non veg Food : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નામી રેસ્ટોરન્ટના ફૂડની અંદર જીવાત કે વાળ નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણીવાર આવી ઘટનાઓના કારણે મોટો હોબાળો પણ મચી જતો હોય છે. તેના ઘણા વીડિયો પણ સામે આવતા હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમે પણ ગુસ્સે ભરાઈ જશો. અમદાવાદની એક સારી એવી હોટલમાં એક વ્યક્તિએ વેજ. ખાવાનું મંગાવ્યું પરંતુ અંદરથી નોનવેજ નીકળતા જ ભારે હોબાળો મચી ગયો હતો.

ટૉમેટોસ રેસ્ટોરન્ટમાં જમવા ગયા મિત્રો :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટૉમેટોસ રેસ્ટોરન્ટમાં એક યુવક પોતાના મિત્રો સાથે જમવા માટે ગયો હતો. રેસ્ટોરન્ટમાં તેને જમવામાં વેજ. મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો. જેના બાદ તે ફૂડ તૈયાર થઈને આવતા જ જમવાનું શરૂ કર્યું અને તેને જમવામાં કંઈક શંકાસ્પદ લાગી આવ્યું હતું. જેના બાદ તેમને ફૂડ ચેક કર્યું અને અંદરથી જે નીકળ્યું એ જોઈને તો તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે અંદરથી નોન વેજ નીકળ્યું હતું.

વેજ. હોટપોટમાં નીકળ્યું ચિકન :

જેના બાદ તે વ્યક્તિએ રેસ્ટોરન્ટના મેનેજરને પણ વાત કરી, મેનેજરે પોતાની ભૂલ કબૂલ તો કરી લીધી પરંતુ આ મામલે આગળ શું કરવું તે અંગે કોઈ જવાબ ના આપ્યો. જેના બાદ યુવકે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી હતી. આ ઘટના સમયે મિત્રો સાથે આવેલા યુવકે મોબાઈલ કેમેરાથી વીડિયો શૂટ પણ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ હર્યો છે. જેમાં વેજ ફૂડમાં નોનવેજ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ વીડિયોને જોઈને લોકો પણ ગુસ્સે ભરાયા છે.

મચી ગયો મોટો હોબાળો :

ગતરોજ રાત્રે મિત રાવલ નામનો યુવક તેના મિત્રો સાથે જમવા માટે ટૉમેટોસ રેસ્ટોરન્ટમાં ગયો હતો. જ્યાં તેને ચોકલેટ ટ્રફલ, દાળ મખની, પરાઠા, રાઈસ અને ગુલાબજાંબુ સાથે વેજ. મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર માટે તેને 1926 રૂપિયા ચૂકવ્યા હતા. જેમાંથી 655 રૂપિયા તો ફક્ત વેજ. મેક્સિકન હોટપોટના જ હતા. પરંતુ વેજ મેક્સિકન હોટપોટમાં ચિકન નીકળવાને લઈને ભારે હોબાળો મચી ગયો હતો.

Niraj Patel