વડોદરામાં બુટલેગરે દારૂ સંતાડવા માટે કર્યો એવો કીમિયો કે જોઈને તમારું દિમાગ પણ ચકરાઈ જશે, પોલીસે કર્યો આ રીતે આખો પર્દાફાશ

વડોદરા : ગાંધીના ગુજરાતમાં આવો જુગાડ કરી દારૂની ૧૦૬૫ બોટલો છુપાવી હતી કે પોલીસે પણ માથું ખંજોળતી રહી ગઈ, પોલીસે કર્યો આ રીતે આખો પર્દાફાશ

ગુજરાતની અંદર દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે, પોલીસ દ્વારા ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ઉપર પણ વખતો વખત છાપામારી કરી પર્દાફાશ કરવામાં આવે છે. હાલ વડોદરામાંથી પણ દારૂના વેચાણનો પર્દાફાશ પોલીસે કર્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને  માહિતી મળી હતી કે માણેજા રાજનગર રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનની પાછળ ખાડો ખોદીને એમાં ડ્રમ ઉતારી દીપક સોનાર નામનો બૂટલેગર અને તેનો સાગરીત વિદેશી દારૂનો ધંધો કરે છે.

જેના આધારે સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડીને સ્મશાનની પાછળ ખાડો ખોદીને એમાં છુપાવી રાખેલી વિદેશી દારૂની 1065 બોટલ કબ્જે કરી હતી અને તેના બાદ બુટલેગરની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. જ્યારે તેના સાગરીતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા વિદેશી દારૂ સંતાડી ધંધો કરનાર 287, સત્યનગર સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, માણેજા, ખાતે રહેતા દિપક નારસિંગ સોનારની ધરપકડ કરી હતી. જ્યારે તેના સાગરીત સુરેશ ઉર્ફે કાણીયો તેજબહાદુર થાપા ( રહે. 12, ડાહીબા નગર, મકરપુરા) ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.

મકરપુરા પોલીસે રૂપિયા 1,10,600 ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગર દિપક સોનાર અને વોન્ટેડ સુરેશ ઉર્ફે કાણીયો થાપા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel