હેલ્થ

જો તમારા શરીરમાં કેલ્શિયમ ઘટે છે તો ખાવ આ 5 વસ્તુઓ

જયારે આપણે નાના હોય છે ત્યારે આપણને વડીલો દૂધ પીવાની સલાહ આપતા હોય છે. દૂધ પીવાથી આપણા હાડકા મજબૂત થાય છે. હાડકા ત્યારે જ મજબૂત થાય છે જયારે આપણામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય. કેલ્શિયમની ખામી પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

શરીરમાં કેલ્શિયમની ખામી હોય તો શરીરમના ઘણા અંગો પર અસર કરે છે. કેલ્શિયમની ખામી હોય તો હાથથી માંડીને પગ અને યાદ શક્તિ પર તેની અસર થાય છે. કેલ્શિયમની ખામીને કારણે વાળ, નખ અને દાંત પર અસર કરે છે. સ્ત્રીઓને ત્રીસી વટાવ્યા બાદ કેલ્શિયમની ખામીના કારણે ઘૂંટણમાં દુખાવો, હાડકા નબળા પડવા અને કમરામાં દુખાવા જેવી સમસ્યા રહે છે. શરીરનું 90 ટકા કેલ્શિયમ હાડકા અને દાંતમાં જોવા મળે છે. વાળની ચમક માટે પણ કેલ્શિયમની જરૂર પડે છે.

Image Source

જે લોકોને કેલ્શિયમની ખામી હોય તે લોકો થોડું કામ કરે ત્યાં થાકી જાય છે, જે લોકોમાં કેલ્શિયમની ખામી હોય તેની સ્કિન ડ્રાય હોય છે. આ કેલ્શિયમની ખામીથી પીડાતા લોકોને દાંતમાં પણ સતત દુખાવો રહે છે. કેલ્શિયમની ઉણપ ‘હીપોકેલ્સેમિયા’ તરીકે પણ ઓળખાય છે.

કેલ્શિયમની ઉણપ દૂર કરવાના ઉપાય:
અલગ-અલગ પ્રકારની દાળ શરીરમાં કેલ્શિયમની કમી દૂર કરે છે. અનાજમાં ઘઉં, બાજરો, સોયાબીન, રાગી અને સોયાબીન અને ચણાના લોટમાંથી બનેલી રોટલી પણ કેલ્શિયમની ઉણપ દૂર કરે છે.
જે મહિલાઓને કેલ્શિયમની ખામી હોય તે લોકોએ દિવસમાં 2 ગ્લાસ દૂધ તો ફરજીયાત પીવું જોઈએ. આ સાથે દૂધની બનાવતો જેવી કે, દહીં છાસ, પનીર ચીઝ અને માખણનું સેવન કરવું જોઈએ.

Image Source

કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. લીલા શાકભાજીમાં મેથી, મૂળાના પાન, પાલકનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં કાકડી, કોથમીર કોબી જયારે ફળમાં અનાનસ, કેળા, સંતરા, કીવી, અંજીર, ખજૂરને સેવન કરવું જોઈએ.

Image Source

કેલ્શિયમન ઉણપ હોય તેવા લોકોએ બદામ,પિસ્તા દ્રાક્ષ અને અખરોટ જેવા ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ. તરબૂચના બીમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.

ફણગાવેલા કઠોળમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન A અને B ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય સવારે 9 થી 10 તડકામાં બેસવાથી પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે. પાણીના આદુ નાખીને ઉકાળો. આ પાણીમાં મધ અને લીંબુ નાખીને 20 દિવસ સુધી પીવાથી કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળે છે.

Image Source

દરરોજ 2 ચમચી તલનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. તમે તલને ચીક્કી અથવા લાડુના રૂપમાં ખાઈ શકો છો. એક ચમચી જીરાને રાતે પાણીમાં પલાળી દો. સવારે આ પાણીનું સેવન કરાવથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.ઓ.