કોરોનાથી બચવા માટે ઇમ્યુનીટી હોવી જોઈએ મજબૂત, ઇમ્યુનીટી વધારવા માટે અપનાવો ઘરગથ્થું ઉપચાર

0

દેશ-વિદેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે પણ તેનો ખૌફ દેખાડ્યો છે. ભારતમાં કોરોના વાયરસના ૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા ભયને લઈને દેશના ઘણા રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, વારંવાર હાથ ધોવા, છીંકતાં અને ઉધરસ ખાતા સમયે ચહેરાથી રૂમાલથી ઢાંકો.

Image Source

આ સાથે જ માસ્કનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું છે. બીમારીથી સુરક્ષિત રહેવા માટે ઇમ્યુનીટી સ્ટ્રોંગ હોવી ખુબ જ જરૂરી છે. ભારતમાં ઘર ગથ્થું ઉપચારનો ઉપાય કરવામાં આવે છે. આજે અમે તમને દાદી-નાનીના ઇમ્યુનીટી વધારવાની ટિપ્સ વિષે જણાવીશું.જે તમારા માટે ફાયદેમંદ સાબિત થશે. ઇમ્યુનીટી વધારવા માટે તમે આ પૈકી એક અથવા વધુનું સેવન કરી શકો છો.

આવો જાણીએ આ વિષે.
ઉકાળો
તુલસીના કેટલાક પાન, આદુનો ટુકડો અને કાળા મરીને પાણીમાં મિક્સ કરીને તેને ઉકાળો બનાવો. ઉકાળામાં હાજર તત્વો બધા રોગ પેદા કરતા જીવાણુઓ સામે લડવામાં અને શરીરની પ્રતિરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Image Source

આંબળા
આંબળામાં ભરપૂર વિટામિન સી હોય છે. પોષણના પાવર હાઉસ આંબળા શરીરની ઇમ્યુનીટી વધારવમાંમાં મદદ કરે છે, આંબળાથી ઇમ્યુનીટી વધે છે જેની તમે કલ્પના પણ ના કરી હોય. દરરોજ સવારે ખાલી પેટે લસણની એક કળી અને અડધી ચમચી તાજા આંબળાને પીસીને ખાવવાથી ઇમ્યુનીટીમાં વધારો થાય છે.

તુલસી અને મરી
ઇમ્યુનીટી વધારવા માટે સવારે-સવારે તુલસીના પાન સાથે ઓર્ગેનિક મધ અને તાજા પીસાયેલા ફોદીનાના પાન સાથે મેળવીને સેવન કરો. દરરોજ સવારે ખાલી પેટે તુલસીના 5થી 7 પાનનું સેવન કરો.

લીમડાના પાન
લોકો લીમડાના પાનનું સેવન દરરોજ સવારે ખાલી પેટ કરે છે. લીમડાના પાનને શક્તિશાળી અને રક્ત શોધકના રૂપમાં માનવામાં આવે છે. લીમડાના પાનમાં એન્ટીવાયરલ અને જીવાણુંનાશક ગુણહોય છે.માનવામાં આવે છે કે, લીમડાના પાન પ્રતિરોધક ક્ષમતા વધારવાનું કામ કરે છે.

Image Source

આદુ-તુલસી
ઇમ્યુનીટી વધારવા માટે આદુનો રસ અને તુલસીના પાનના રસને ઉમેરો. જેમાં એક ચમચી મધ ઉમેરો. ખાંસીથી રાહત મેળવવા માટે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે દરરોજ સેવન કરો.

હળદરવાળું દૂધ
આપણે બધા જાણીએ છીએ કે દૂધ અને હળદરનું મિશ્રણ રોગપ્રતિકારક શક્તિને વેગ આપવા માટે હંમેશાં સારું રહે છે. આ વાયરલ સીઝન દરમિયાન, ખાતરી કરો કે તમે બાફેલા દૂધના કપમાં અડધી ચમચી હળદર ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ગરમ પીવો. સૂવાના સમયે 20-30 મિનિટ પહેલાં રાત્રે દૂધ પીવો.

Image Source

મરી અને સંતરાનો રસ
દરરોજ એક ગ્લાસ સંતરાના રસમાં એક ચપટી મરી પાવડર નાખીને પીવો. સંતરામાં એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે. સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. સંતરા સ્વભાવિક પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે.

Image Source

ઇમ્યુનીટી બોલ
એક ચમચી પીસેલી હળદર, 1 ચમચી ગોળ, 1 ગાયનું ઘી અને 1 ચમચી સુકા આદુ પાવડર લો. સારી રીતે મિક્સ કરી દો અને નાના ગોળાકાર દડા બનાવો. દરરોજ 2 થી 3 બોલમાં પીવો. આ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.