હેલ્થ

રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયે આપ્યા આ દમદાર 11 ઉપાયો, તમે પણ અપનાવો

દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, રોજના લાખો નવા કેસ સામે આવે છે, ત્યારે ભારતમાં પણ હવે આંકડાઓ વધવા લાગ્યા છે, ભારતમાં પણ હવે એક દિવસમાં નવા કેસની સંખ્યા 50 હજારની પાર પહોંચી ગઈ છે, અને હજુ પણ ચિંતાની વાત એ છે કે કોરોનાની કોઈ રસી કે કોઈ દવા શોધાઈ નથી. ત્યારે એનાથી બચાવનો એક જ ઉપાય છે, રોગપ્રતિકારક શક્તિ વધારવી એની સાવચેતી રાખવી, આ બાબતે આયુષ મંત્રાલય દ્વારા ઇમ્યુનીટી બુસ્ટ કરવા માટેના દમદાર 11 ઉપાયો સુઝવવામાં આવ્યા છે.

Image Source

1. આખો દિવસ પીવો ગરમ પાણી:
થોડી થોડીવારે ગરમ પાણી પીવું શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આયુષ મંત્રાલય ઉપરાંત આઈસીએમઆર દ્વારા પણ આ સલાહ આપવામાં આવી હતી. આયુર્વેદમાં તેના ફાયદા વિષે જણાવવામાં આવ્યું છે કે ગરમ પાણી દ્વારા જઠરાગ્નિ સારો રહે છે અને બીમારીઓ નથી થતી, ગરમ પાણીના કારણે વાયરસ ગળાની અંદર પોતાની સંખ્યા નથી વધારી શકતા અને શરીરને પણ પ્રભાવિત નથી કરી શકતા.

Image Source

2. રોજ યોગ કરવા:
લોકડાઉનના કારણે જિમ હજુ બંધ છે. પરંતુ તમે ઘરે રહીને યોગાસનોનો અભ્યાસ કરી શકો છો. ઓછામાં ઓછું 30 મિનિટ સુધી પ્રાણાયામ અને યોગાસન કરવા. યોગ કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પણ દૂર રહે છે.

Image Source

3. ખાવામાં આ મસાલાનો કરો ઉપયોગ:
સ્વાદિષ્ટ ખાવાનું દરેકને ગમતું હોય છે. પરંતુ ખાવામાં પણ કેટલાક ખાસ મસાલા તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે. જમવાનું બનાવતી વખતે હળદર, જીરું, ધાણા અને લસણનો ઉપયોગ કરો. પરંતુ તે યોગ્ય માત્રામાં જ વાપરવા, વધારે વપરાશ નુકશાન કારક પણ બની શકે છે.

Image Source

4. ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ:
રોજ સવારે એક ચમચી એટલે કે 19 ગ્રામ જેટલું ચ્યવનપ્રાશ નિયમિત ખાવું જોઈએ, ડાયાબિટીસના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ ખાવું.

Image Source

5. ઉકાળાનું કરો સેવન:
તુલસી, દાલચીની, કાળા મરી, સૂંઠ અને દ્રાક્ષનો ઉકાળો બનાવીને દિવસમાં એક કે બે વખત સેવન કરવું. તેની અંદર જરૂરિયાત પ્રમાણે ગોળ અથવા લીંબુનો રસ પણ ભેળવી શકો છો.

Image Source

6. હળદર વાળા દૂધનું સેવન કરવું:
રોજ હળદર વાળું દૂધ પીવાનું રાખવું. 150 ગ્રામ દૂધની અંદર અડધી ચમચી હળદર ભેળવી દિવસમાં એક કે બે વખત દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

Image Source

રોગપ્રતિકારક શક્તિ વધારવાના આયુર્વેદિક ઉપાય
તેલનો ઉપયોગ આ રીતે કરવો:
7. તલનું તેલ અથવા નારિયેળ તેલ અથવા તો ઘીને નાકના બંને કાણામાં લગાવો. દિવસમાં એક કે બે વખત સવાર સાંજે આ કામ કરવું.

8. એક ચમચી તલનું તેલ અથવા નારિયેળ તેલને મોઢામાં ભરી લેવું. તેને બે ત્રણ મિનિટ સુધી મોઢામાં રાખી ફેરવવું. ત્યાર બાદ તેને બહાર કાઢી નાખવું. ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરી લેવા. આવું દિવસમાં એક કે બે વખત કરવું.

Image Source

ઉધરસ કે ગળું ખરાબ થાય ત્યારે:
9. તાજા પુદીના અથવા અજમાનો નાશ દિવસમાં એક કે બે વાર લેવા.

10. ગળું ખરાબ થવા કે ઉધરસ થવા ઉપર લવિંગના પાવડરને મધ અથવા ખાંડ સાથે ભેળવીને દિવસમાં બે કે ત્રણ વખત લેવા.

11. ઉપર જણાવેલ બંને ઉપાય સામાન્ય ખાંસી જુકામ માટે છે. જો આ પ્રકારના લક્ષણો દેખાય તો નજીકના ડોક્ટરનો સંપર્ક કરીને તેમની સલાહ લેવી જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.