પ્રખ્યાત નિર્માતા અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીના પતિ તેમજ જાન્હવી કપૂરના પિતા બોની કપૂર સાથે સાયબર છેતરપિંડી થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોની કપૂરના બેંક ખાતામાંથી લગભગ ચાર લાખ રૂપિયાની ચોરી થઈ છે. બોનીએ આ મામલે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. બુધવારે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બોની કપૂરના કહેવા પ્રમાણે, કોઈએ તેમના ક્રેડિટ કાર્ડથી પાંચ વ્યવહારો કર્યા અને ખાતામાંથી 3.82 લાખ રૂપિયા ઉપાડી લીધા.
બોનીએ કહ્યું કે તેમની પાસેથી ક્રેડિટ કાર્ડની કોઈ માહિતી માંગવામાં આવી નથી. આ ઉપરાંત તેનો કોઈ ફોન પણ આવ્યો ન હતો. બોનીએ કહ્યું કે તેમને ખબર પડી કે તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. પછી તેમણે બેંક સાથે વાત કરી. આ પછી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમને શંકા છે કે બોની કપૂરના કાર્ડનો ઉપયોગ કરતી વખતે કોઈએ તેનો ડેટા કાઢ્યો હતો. તપાસમાં પોલીસને માહિતી મળી છે કે બોની કપૂરના ખાતામાંથી પૈસા ગુરુગ્રામની એક કંપનીના ખાતામાં ગયા છે.
આ મામલાની તપાસ હજુ ચાલુ છે.ફરિયાદ અનુસાર, 9 ફેબ્રુઆરીએ સાયબર ફ્રોડ દ્વારા પાંચ ટ્રાન્ઝેક્શન કરીને બોની કપૂરના બેંક ખાતામાંથી 3 લાખ 82 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બોની કપૂરના ખાતામાંથી પૈસા ગુરુગ્રામની એક કંપનીના ખાતામાં ગયા છે. બોની કપૂરને છેતરપિંડી વિશે ત્યારે ખબર પડી જ્યારે તેમની બેંકના અધિકારીએ તેમને 30 માર્ચે ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી માટે ફોન કર્યો. પછી તેમણે બેંક સાથે વાત કરી.
આ પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી. કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમને શંકા છે કે બોની કપૂરના કાર્ડનો ઉપયોગ કરતી વખતે કોઈએ ડેટા કાઢ્યો હતો.બોની કપૂર બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ નિર્માતા છે. તેણે મિસ્ટર ઈન્ડિયા, નો એન્ટ્રી, જુદાઈ, વોન્ટેડ અને મોમ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.