ખબર

પોતાની થવાવાળી વહુ શ્લોકા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે નીતા અંબાણીને, આ 6 તસ્વીરો છે પુરાવો

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન ડાયમંડ મર્ચન્ટ રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે થવા જઈ રહયા છે. ત્યારે તેમના લગ્ન પહેલાના સમારોહોની તસ્વીરો અને વિડીયો વાયરલ થઇ રહયા છે. દરેક વ્યક્તિ જાણવા આતુર છે કે આકાશ-શ્લોકાના લગ્નમાં શું-શું થઇ રહ્યું છે.હાલ આકાશ-શ્લોકાના લગ્ન પહેલાની સેરેમનીની તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં જોવા મળે છે કે નીતા અંબાણીની પોતાની થવાવાળી વહુ શ્લોકા મહેતા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે.
ઘણીવાર બંનેની તસવીરો સામે આવી છે જેમાં નીતાનો શ્લોકા પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે.7 માર્ચે મહેંદીની સેરેમની યોજાયી હતી અને એ પહેલા ધીરુભાઈ અંબાણી સ્કવેર ખાતે 6 માર્ચે અન્ન સેવા કાર્યક્રમની પણ શરૂઆત કરી હતી જ્યા મહેતા અને અંબાણી પરિવારે સાથે મળીને 2000 જેટલા સુવિધાઓથી વંચિત બાળકોને ભોજન કરાવ્યું હતું.અહીં નોંધનીય છે કે આજે 9 માર્ચના રોજ બપોરે 3.30 વાગે આકાશની જાન નીકળશે અને સાંજે જિયો વલ્ડ સેન્ટર ખાતે જાન પહોંચશે. પછી ત્યાં જાનનું સ્વાગત બાદ નાસ્તો કર્યા પછી 8 વાગે આકાશ અને શ્લોકાના ફેરા થશે અને બંને લગ્નના બંધનમાં બંધાશે. 11 માર્ચે બંનેનું રિસેપ્શન યોજાશે અને 10 તારીખે મંગલપાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ લગ્ન આ વર્ષના સૌથી મોટા લગ્નોમાંના એક હશે ત્યારે ગયા વર્ષે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન પણ સૌથી ભવ્ય લગ્નોમાંના એક હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks