રસોઈ

બોમ્બે વેજિટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ રેસિપી વાંચો – આંગળા ચાટતા રહી જશો…

હા બરાબર વાંચ્યું તમે , હું ખૂબ ઉત્સાહિત છું આ રેસિપી શેર કરવા માટે.

આ ખાલી મુંબઇ ની ગલીઓ માં જગ્યા એ જગ્યા એ રેકડીઓ માં અને રેસ્ટોરન્ટ માં મળે છે, હું ગ્રીલ્ડ સેન્ડવીચ પાછલા 6 મહિનાઓ થી ઘરે બનાવતી આવી છું , પણ ક્યારેય એ બહાર જેવો સ્વાદ ન આવ્યો. થોડા દિવસો પહેલા જ મેં આ રીત તરજાલી ની બુક માં વાંચ્યું અને ઘરે બનાવા ની કોશિશ કરી, અને ચમત્કાર થઈ ગયો ,એનો સ્વાદ બિલકુલ બહાર મળતી એ સેન્ડવીચ જેવો આવ્યો.આજે તમને હું એ જ રીત બતાવીશ.

આ રીત માં નવું શું છે? બધા વેજીટેબલ ના લેયર ઉપર સેન્ડવીચ મસાલો છાંટવો જેના થી સ્વાદ ખૂબ સારો આવે છે. અહીંયા ઉપયોગ માં લીધેલ લીલી ચટણી એટલે કે ધાણા અને ફુદીના ની ચટણી સેન્ડવીચ નો સારો સ્વાદ લઈ આવા માં ઉપયોગી નીકળે છે .

રીત :

  1. સેન્ડવીચ ના મસાલા નો બધો મસાલો (જીરું, લવિંગ અને બીજા મસાલા) ને એક પેન માં લો , ગેસ ની આગ મીડીયમ થી ઓછી રાખો અને એકધારું હલાવતા રહો, જ્યારે મસાલા માં થી સારી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ પર થી હટાવી લો અને એક પ્લેટ માં કાઢી લો અને ઠડું થવા દો.

2) એક સાફ મિક્સચર માં લો , સાથે સાથે મરી નો ભુકો લો અને પીસી ને બધા નો પાઉડર બનાવી લો.

3)ચટણી બનાવી લો અને શાકભાજી કાપી તૈયાર રાખો. ચટણી ની બધી સામગ્રી (ફુદીનો , ધાણા, લીલા મરચા,આદુ, મરી નો ભૂકો ,ચાટ મસાલા , લીંબુ નો રસ) ને મિક્સચર ના પવાલા માં લો. થોડું પાણી નાખી પેસ્ટ ની જેમ પીસી લો. ટીપ.મિક્સચર માં પેહલા પાણી નાખી લો પછી બધી સામગ્રી નાખો તો પીસવા માં સહેલું રહેશે. ।

4) સેન્ડવીચ બનાવા માટે બધી વસ્તુઓ તૈયાર રાખો પછી બનાવા ની શરૂઆત કરો. ગ્રીલ પેન કે મશીન ને ગરમ થવા દો.

6)હવે ત્રણ બ્રેડ ની સ્લાઈસ લો બધા ને ઉપર બટર લગાવો , બટર માં કંજૂસી ન કરો. એ બ્રેડ ને ભીની અને નરમ હોવા થી બચાવે છે.

૬) હવે ઉપટ લીલી ચટણી લગાવો.

7)હવે એક બ્રેડ સ્લાઈસ ઉપટ બટેટા નો કટકો રાખો, અંર સેન્ડવીચ નો મસાલો છાંટો.

8)પછી કાકડી ની એક સ્લાઈસ અને સેન્ડવીચ નો મસાલો.

9)હવે ડુંગળી અને મસાલો છાંટો.

10) એના પર બીજી બ્રેડ ની સ્લાઈસ રાખો , અને ઉપર સિમલા મિર્ચ રાખી મસાલો છાંટો.

11) છેલ્લે ટમેટા ની સ્લાઈસ રાખી અને સેન્ડવીચ મસાલો છાંટવા નું ન ભૂલતા.

12) જો વાપરતા હોય તો છેલ્લે ચીઝ નાખો.

13) ત્રીજી બ્રેડ સ્લાઈસ થી સેન્ડવીચ બંધ કરી દો અને બ્રેડ ઉપર બટર લગાવો.

14) એને સાવધાની થી ગરમ ગ્રીલ પેન પર રાખો , એને ધીરે થઈ દબાવો જેથી બધા લેયર એક બીજા સાથે ચીપકી જાય.

15)જ્યારે નીચે ની તરફ થી ક્રિસ્પી થઈ જાય ત્યારે એને પલટી દો. હું હંમેશા સેન્ડવીચ ને પ્લેટ માં કાઢી ને પછી હાથે થી પલટી ને રાખું છું , જેથી અંદર શાકભાજી ન પડે . જો તમે ગ્રીલ મશીન વાપરતા હોવ તો પલટાવા ની જરૂર ન પડે.

16) જ્યારે બેય સાઈડ ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને પ્લેટ માં કાઢો.

17) ચાકુ થી બને ભાગ કાપી લો અને તુરંત પરોસો.

18)આ રિતે બાકી ની ગ્રીલ સેન્ડવીચ બનાવી લો.

આ બોમ્બે વેજીટેબલ ગ્રીલર્ડ સેન્ડવીચ એક વખત ઘરે બનાવશો તો બહાર જતા ભૂલી જશો. જો આમાં ચીઝ નાખશો તો એ ચીઝ વેજિટેબલ ગ્રીલેડ સેન્ડવીચ બની જશે .

નોટ: જો તમારી પસાર ગ્રીલ પેન કે મશીન નથી તો એને સાદા તવા પર પણ શેકી શકશો . એના માટે બ્રેડ ની બહાર પણ બટર લગાવી એને ધીમી આંચ એ ક્રિસ્પી થવા દો.

કેવી રીતે પરોસીએ: નાસ્તા માં ચટણી અને સોસ સાથે , અને સાથે જ્યુસ કે ચિપ્સ પણ લઈ શકાય છે.

વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ: (Bombay Vegetable Grilled Sandwich Recipe in Hindi)

Course નાસ્તો Prep Time 30 minutes, Cook Time 15 minutes, Total Time 45 minutes

Author Ingredients: (1 cup = 240 ml) સેન્ડવીચ મસાલા બનાવા 2 ચમચી જીરું, ½ ચમચી લવિંગ, 1 ચમચી મરી નો ભૂકો, 1 સંચર નો પાઉડર લીલી ચટણી માટે, 1 કપ ફુદીના ના પાંદડા, 1 કપ લીલા ધાણા, 2-3 લીલા મરચા, ¼ ઇંચ આદું, ¼ ચમચી સંચર, ½ ચમચી ચાટ મસાલો, 1 ½ લીંબુ નો રસ ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવા, 12 સ્લાઈસ બ્રેડ, બટર જરૂરિયાત મુજબ, 2 નાના બાફેલ બટેકા સ્લાઈસ મુજબ કાપેલ, 1 નાની કાકડી સ્લાઈસ માં કાપેલ, 1 ડુંગળી સ્લાઈસ માં કાપેલ, ½ સિમલા મિર્ચ લાંબા ને પાતળા ટુકડા માં 2 નાના ટમેટા સ્લાઈસ માં કાપેલ, 1 કપ ચીઝ નો ભૂકો ઈચ્છા મુજબ.

Instructions સેન્ડવીચ મસાલા બનાવા ની રીત:

મસાલા ને એક પેન માં નાખી ગેસ મીડીયમ રાખી હલાવ્યા કરો.સારી સુગંધ આવ્યા સુધી. પછી પ્લેટ માં કાઢી ઠંડો થવા દો . અને પછી મિક્સચર માં નાખી સાથે સંચર નાખી પાઉડર જેમ પીસી લો. લીલી ચટણી બનાવા ની રીત . ચટણી ની બધી સામગ્રી મિક્સચર ના પવાલા માં નાખી અને થોડું પાણી ઉમરો ,

પેસ્ટ જેવું પીસી અને એક બાઉલ માં કાઢી લો. વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવા ની વિધિ. બધી સામગ્રી એટલે કે બ્રેડ , બટર , ચટણી , શાકભાજી , મસાલા પાઉડર ચીઝ બધી વસ્તુ ને ટેબલ પર તૈયાર રાખો પછી બનાવા ની શરૂઆત કરો. એક ગ્રીલ પેન કે મશીન ને ગરમ થવા દો, એક સેન્ડવીચ બનાવા 3 બ્રેડ ની સ્લાઈસ લો બધા ની ઉપટ બટર અને ચટણી લગાવો.

હવે એક સ્લાઈસ ઉપર વેજીટેબલ રાખો – બટેટા , કાકડી , ડુંગળી , બ્રેડ , સિમલા મિર્ચ , ટામેટા ચીઝ. બધા લેયર પર સેન્ડવીચ નો મસાલો જરૂર છાંટવો. અંત માં ત્રીજી બ્રેડ સ્લાઈસ થી સેન્ડવીચ ને બંધ કરી દો અને એની ઉપર પણ બટર લગાવો. ગ્રીલ પેન કે મશીન માં બંને બાજુ ક્રિસ્પી થવા દો.

પછી પ્લેટ માં કાઢી અને ચાકુ થી બે ભાગ કરો અને પરોસો. આમ જ બાકી ની સેન્ડવીચ બનાવી લો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks