ગળ્યું ખાવાનું કોને ના ગમે ? પરંતુ ગળ્યામાં શું ખાવું તે સૌનો પ્રશ્ન હોય છે. એવી જ એક ગળી વસ્તુ છે, બોમ્બેનો આઈસ હલવો, આ હલવો દરેકને ભાવે છે, પરંતુ કેવી રીતે બનાવવો તે કોઈને ખબર નથી હોતી, પરંતુ હવે ચિંતા ના કરો, આજે અમે તમને ઘરે જ બોમ્બેનો હલવો કેવી બનાવી શકાય તેના વિશે એકદમ સરળ રેસિપી જણાવીશું. ચાલો જોઈએ એકદમ સરળ રીત..

બોમ્બેનો આઈસ હલવો બનવવા માટેની સામગ્રી:
- 1 કપ દૂધ
- 1/2 કપ સોજી
- 1/2 કપ ખાંડ
- 1/2 કપ ઘી
- 1 ચમચી ઈલાયચી પાવડર
- જરૂરિયાત પ્રમાણે બદામ અને પિસ્તા (પાતળા કાપેલા-કતરન)

બોમ્બેનો આઈસ હલવો બનવવા માટેની રીત :
- દૂધની અંદર સોજી નાખીને 10 મિનિટ સુધી રાખી મુકવો.
- હવે ગેસ ઉપર સોજી અને દૂધ એક પેનમાં નાખીને ધીમી આંચ ઉપર પકાવવું તેને વ્યવસ્થિત રીતે મિક્સ કર્યા બાદ એમાં ખાંડ ઉમેરો.
- થોડીવાર બાદ તેમાં ઈલાયચી પાઉડર નાખો અને થોડું થોડું ઘી નાખીને હલાવતા રહેવું.
- આ મિશ્રણને સતત હલાવતા રહેવું અને આ દરમિયાન ગેસની આંચ ધીમી જ રાખવી.
- જયારે રવો પેન છોડવા લાગે ત્યાં સુધી પકાવવું.
- ચેક કરવા માટે થોડું મિશ્રણ પેલ્ટમાં નાખીને ગોળો બનાવો, અને જો તે ચીપક્યા વગર બની જાય છે તો સોજી બરાબર થઇ ગયો છે.
- હવે ફોઈલ કે બટર પેપરમાં તેને ફેલાવી દેવો.
- ત્યારબાદ વેલણની મદદથી તેને વણી લેવો.
- ત્યારબાદ તેમાં બદામ પિસ્તાનું કતરન નાખીને ફરીવાર વણી લેવો.
- હવે તેને કાપી અને ઠંડો થવા દેવો.
- ઠંડો થવા દીધા બાદ તેના પીસ બહાર કાઢી લેવા.
- તૈયાર છે તમારો બોમ્બેનો સ્વાદિષ્ટ આઈસ હલવો.

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સરસ મઝાની રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.