મનોરંજન

BREAKING ન્યુઝ: શિલ્પા શેટ્ટીના રાજ પર આવી ગયો બોમ્બે હાઇકોર્ટનો સૌથી મોટો ફેંસલો

ફિલ્મ રેકેટ કેસમાં બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા હાલ પોલિસ હિરાસતમાં છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ફરી એકવાર કોર્ટથી રાહત નથી મળી. બોમ્બે હાઇકોર્ટે રાજ કુંદ્રાની તે અરજીને ખારિજ કરી દીધી ચે. જેમાં તેમમ મુંબઇ પોલિસ દ્વારા પોતાની ધરપકડને ગેરકાનૂની ગણાવી ચેંલેંજ કર્યુ હતુ. રાજને ગંદી ફિલ્મો બનાવવાના આરોપમાં મુંબઇ પોલિસની ક્રાઇમ બ્રાંચે 19 જુલાઇના રોજ ધરપકડ કરી હતી.

બોમ્બે હાઇકોર્ટે મુંબઇ પોલિસ દ્વારા ધરપકડને પડકાર આપનાર અરજી પર 2 ઓગસ્ટના રોજ આદેશને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આજે આ પર જસ્ટિસ એએસ ગડકરીએ નિર્ણય સંભળાવી દીધો છે. જસ્ટિસએ કહ્યુ કે, મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ દ્વારા હિરાસતમાં રિમાંડ કાનૂનના અનુુરૂપ છે અને તેમાં કોઇ હસ્તક્ષેપની આવશ્યકતા નથી.

તમને જણાવી દઇએ કે, કોર્ટે રાજ કુંદ્રા અને રયાન થાર્પની જમાનત પર 29 જુલાઇના રોજ બંનેના વકીલોની દલીલો સાંભળી હતી. રાજ કુંદ્રાના વકીલે કહ્યુ કે, તેમની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. ત્યાં પોલિસે કહ્યુ કે, રાજે સીઆરપીસી ધારા 41એ પર સાઇન કરવાની ના કહી દીધી જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી.

રાજ કુંદ્રા કેસને લઇને થઇ રહી મીડિયા કવરેજને લઇને શિલ્પા શેટ્ટીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર હાઇકોર્ટે શિલ્પા શેટ્ટીા વકીલે કહ્યુ કે, તમારા કલાઇંટના પતિ વિરૂદ્ધ એક ગંભીર કેસ છે. આ કેસને મીડિયા કવર કરી રહી છે. ભારતમાં મીડિયાને ખબર પ્રકાશિત કરવાની અને બતાવવાની પૂરી આઝાદી છે. હાઇકોર્ટ મીડિયાની સ્વસંત્રતાને પ્રભાવિત કરવાનું કોઇ કામ નહિ કરે.

હાલમાં જ થોડા સમય પહેલા શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેની સિચુએશન જણાવી હતી. તેણે કહ્યુ કે, આ સમય તેના પરિવાર માટે ઠીક નથી. જેને કારણે તે લોકોને કહેવા માંગે છે કે તેમને પ્રાઇવસી આપવામાં આવે. તેના પરિવારને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે જેને કારણે તે પરેશાન છે.

તમને જણાવી દઇએ કે, રાજ કુંદ્રા કેસમાં મુંબઇની ક્રાઇમ બ્રાંચે શુક્રવારે મોડલ -અભિનેત્રી શર્લિન ચોપરાને પૂછપરછ માટે બોલાવવામાં આવી  હતી.  આ પૂછપરછ લગભગ 8 કલાક ચાલી હતી. પોલિસ પૂછપરછ બાદ શર્લિને શિલ્પા શેટ્ટીને લઇને ખુલાસો કર્યો છે. ઇંડિયા ટુડે સાથે ખાસ વાતચીતમાં શર્લિને જણાવ્યુ કે, રાજ કુંદ્રાએ તેને એ કહીને ગુમરાહ કરી કે શિલ્પા શેટ્ટીને તેના વીડિયો પસંદ આવી રહ્યા છે.