જાણવા જેવું પ્રવાસ

બોલિવૂડની પહેલી પસંદ બનેલું આ હિલ સ્ટેશનને પહાડીની રાણી કહેવામાં આવે છે જાણો આ હિલ સ્ટેશન વિશે…

દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યને વિશ્વ પ્રસિદ્ધ શહેર છે ઉટી. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગથી આછી નથી. નવા લગ્ન થયા પછી દંપતીઓ અહીં હનીમૂન બનાવવા પણ આવે છે. આ જગ્યા એકદમ જદુરી છે. આ જગ્યાથી પ્રભાવિત થઈને આપણા પહેલા પ્રધાનમંત્રી પંડિત નહેરુજીએ આ હિલ સસ્ટેશનને ” હિલ સ્ટેશનની રાની” નો ખિતાબ આપ્યો હતો.

Image Source

આ જગ્યાને ખૂબસૂરતીની શરૂઆતો ત્યાંથી થયા છે જ્યારે આપણે કોઇમ્બતુર શહેર પાછળ છોડીને નીલગીરી પર્વતમાળા તરફ જઈએ. અહીં સારા રસ્તા અને રસ્તો દરિયાના કિનારે કિનારે નારિયળના ઝાડ અને ખુલ્લું આશકનું પ્રતીબીમ્બ જોઈને એવું લાગે કે કોઈ ચિત્રકારે આ દ્રશ્ય બનાવ્યું હોય. આ હિલ સ્ટેશન ચાય અને ચોકલેટ માટે પણ ફેમસ છે. તો ચાલો જાણીએ ઉટી વિશે.

પ્રાકૃતિક સૌન્દરીય:

આ હિલ સ્ટેશન તમિલનાડુનું એક શહેર છે. જે પોતાની ખાસિયત માટે દુનિયા ભરમાં ફેમસ છે. આ પર્વતીય વિસ્તાર સમુદ્રથી લગભગ 7,440 ફિટની ઉંચાઈ પર છે. અહીં દૂર દૂર સુધી ફેલાયેલ હરિયાળી, ચાયના બગીચા, જાત-જાતની વનસ્પતિય લોકોનું મન મોહિલે છે. અહીં કેટલીક જોવા જેવી જગ્યાઓ પણ લોકોના મન મોહિલે છે. એકવાર અહીં આવ્યા પછી પાછું જવાનું મન પણ નહીં થાય અને અહીં દર રજામાં પરિવાર સાથે જવાનું પણ મન થશે.

ઉટી લેક:

Image Source

ઉટીમાં પીકનીક કરવા માટે સાથી ફેમસ અને પહેલી પસંદ છે ઉટી લેક. આ લેક 65 એકડ વિસ્તારમાં ફેલાયેલી છે. આ લેક જોઈને તમને વિશ્વાસ નહીં આવે કે આ એક કુત્રિમ લેક છે. આ લીકનુ નિર્માણ સુલીવને વર્ષ 1824માં કર્યું હતું. આ લાકમાં નીલગીરી પર્વતનું પાણી આવે છે. આ લેકની આસપાસ સુંદર બગીચા પણ બનાવ્યું છે જેથી છોકરાઓ અહીં રમી શકે. અહીં લોકો બોટિંગ કરવા પણ આવે છે. આ લેકમાં લોકો દૂર દૂરથી બોટિંગ કરવા માટે પણ આવે છે.

નીલગીરી પર્વત :

નીલગીરીની પર્વતમાળમાં આવેલ ઉટીમાં દર વર્ષ ભરી માત્રામાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. શિયાળા સિવાય અહીં હવામાન મસ્ત હોય છે. શિયાળામાં અહીં તાપમાન જીરોથી નીચે ચાલ્યું જાય છે. ચાયના બગીચા, નીલગીરીના ઝાડ આ પર્વતની ખાસિયત છે. પ્રકૃતિના આવા સુંદર જગ્યામાં નવ વિવાહી લોકો હનીમૂન મનાવવા આવે છે.

દોરીથી બનાવેલા ફૂલ:

Image Source

ઉટી લેકની સામે થ્રેડ ગાર્ડન છે. આ એક પ્રાઇવેટ મ્યુઝીયમ છે જે દુનિયાનું પહેલું દોરીનું ગાર્ડન છે. આ બગીચાની સ્થપના કેરળના એક પ્રોફેસર એટની જોસેફે કરી હતી. આ મ્યુઝિયમને તૈયાર કરવામાં તેમને અને તેમની ટિમને 12 વર્ષ લાગ્યા હતા. તેમને દાવો છે કે જેટલા ફૂલો બોટેનિકલ ગાર્ડનમાં જોવા મળે છે તે બધાના નમૂના અહીં દોરી વડે બનાવામાં આવ્યા છે. આ ફૂલો બનાવ માટે લગભગ એક કરોડ મીટર દોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સેંટ સ્ટીવન ચર્ચ :

આ હરા-ભારા પહાડોની વચ્ચે એક સોનાની જેમ ચમકતી બિલ્ડીંગ આવે છે. આ બિલ્ડીંગ સેંટ સ્ટિવન ચર્ચ છે. મદ્રાશન ગવર્નલ સ્ટીવન રમ્બોલ્ટ લિશિંગટને 23 એપ્રિલ, 1829માં આ ચર્ચની નીવ રાખી હતી. આ ચર્ચના બનાવનાર કેપ્ટન જિન જેમ્સ એંડરવુડ છે તેમનું કહેવું છે કે આ ચર્ચમાં જે લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લાકડી ટીપું સુલતાનને મહેલમાંથી લેવામાં આવે છે. ચર્ચની અંદર કાચ પર ખૂબસૂરત ચિત્ર બનાવવામાં આવ્યું છે. જેમાં જીસસના છલ્લા સમયની એકદમ સુંદર ચિત્ર છે.

શૂટિંગ કરવા માટે:

Image Source

ઊટીને બોલિવૂડની પહેલી પસંદ માનવામાં આવે છે. અહીં પ્રવાસમાં જવો તો શૂટિંગ પોઇન્ટ જવાનું ન ભૂલતા. આ જગ્યા તમને જોઈલી લાગશે કેમકે આ જગ્યા પર કેટલીક ફિલ્મોનું શૂટિંગ થયેલું છે. આ જગ્યાએ સાંજે સૂર્યાસ્તથી પહેલા જવું કેમકે એ સમયે ત્યાંની ખૂબસૂરતી વધી જાય છે. એ જોઈને તેમને ત્યાંથી જવાનું મન નહીં કરે.

ડોડાબેટ્ટા :

Image Source

આ જગ્યા આ જિલ્લાની સાથી ઉંચી જગ્યા ગણવામાં આવે છે. તેની ઉંચા સમુદ્ર તલથી 2,623 મીટર છે, જે ઉટીથી ખાલી 10 કિમી દૂર છે. અહીંથી ઘાટીનો અદભુત નજારો જોવા મળે છે. અહીં ચીડના ઝાડ પણ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. ઉટીની આસ-પાસ જોવા માટે બીજા કેટલાક સ્થળ છે. જેમાં મદુમલાઈ વન્યજીવ અભ્યારણ, કોટાગિરિ અને કલહટ્ટી જળપ્રપાત જેવા સાથળો છે.

ચોકલેટ અને ચાય:

ઉટીનું નાનું બજાર એડમ્સ ફાઉંટેનની આસપાસ ભરાય છે. જ્યાં રોજ ઉપયોગમાં આવતી જીવન જરૂરી બધી જ સામગ્રી મળે છે. અહીં તમને જાતજાતની ચોકલેટ અને ચાય ખરીદી શકો છે. આમ તો ઉંટી ચાય માટે ખુબ જ ફેમસ છે અહીં તો ચાયના બગીચાઓ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. અહીં ચાયની ફેટકેરી આવેલી છે જે તેમની પુરી પ્રક્રિયા બતાવે છે કે કેવી રીતે બગીચામાંથી આવેલ ચાયને બનાવામાં આવે છે. એકવાર ત્યાંની ચાય જરૂર ચાખજો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks