મનોરંજન

આ છે બોલિવૂડના આ 10 એવા સિતારાઓ જેને 1-2 નહિ પણ 3-4 વાર લગ્ન કર્યા છે, 9 માં નંબરે બધાય રેકોર્ડ તોડી નાખ્યા

બોલીવડમાં સુષ્મિતા સેનથી લઈને તબુ જેવા કેટલાક કલાકાર છે કે જેમને લગ્ન નથી કર્યા. તો કેટલાક કલાકારો મલાઈકા અરોડા જેવા પણ છે જેમના અલગ થઈ ગયા હોય અને પોત-પોતાના જીવનમાં ખુશ રહેતા છે. તો કેટલીક આવી પણ જોડીઓ છે જેઓ લાંબા સમયથી એકબીજાનો સાથ આપે છે. પરંતુ આજે તમને જણાવી એ એવા કલાકારો વિશે જેમને એકવાર નહિ, બેવાર પણ નહીં પણ તેનાથી પણ વધારે વખત લગ્ન કર્યા છે. તો ચાલો જાણીએ.

કમલ હસન:

Image Source

બોલિવૂડનો ફેમસ અભિનેતા એ પણ ત્રણ લગ્ન કર્યા છે. કમાલ હસને 1978 માં વિના ગણપતિ સાથ પહેલા લગ્ન કર્યા હતા.  તેઓ 10 વર્ષ પછી અલગ થઇ ગયા હતા. પછી તેમને અભિનેત્રી સારિકા સાથે બીજા લગ્ન કર્યા. તેને બે છોકરીઓ છે અક્ષર અને શ્રુતિ હસન. 2004 માં તેમને છૂટાછેટા લીધા હતા. પછી તેઓ ગૌતમી સાથે લિવ-ઈનમાં હતા. તેઓએ ઓફિશ્યલી જાહેર ન હતું કર્યું પણ અફવાઓ પ્રમાણે તેઓને લગ્ન થયા હતા. પછી તેમને 2016 માં જુદા પાડવાની જહેરાત કરી હતી.

2. કબીર બેદી:

Image Source

કબીર બેદી એવા અભિનેતા છે તેમને 70 વર્ષની ઉંમરમાં ચોથા લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન ડાંસર પ્રોતિમા બેદી (1969-1973) સાથે થયા હતા. તેમને એક છોકરી પૂજા બેદી અને છોકરો સિદ્ધાર્થ હતા. તેમને બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુસેન સાથ બીજા લગ્ન કર્યા હતા. આ લગ્ન બહુ દિવસ ન ચાલ્યા. પછી તેમને 1990 માં ત્રીજા લગ્ન ટીવી અને રેડિયો પ્રોજેટર નિક્કી સાથે કર્યા હતા. તેમના 2005માં છૂટાછેટા લીધા હતા. તેના પછી કબીર બ્રિટિશ અભિનેત્રી અને મોડલ પરવીન દોસાંજ સાથે થોડા સમય લિવ-ઈન રહયા પછી તેમને લગ્ન કર્યા હતા. કબીર અને એમની પત્ની વચ્ચે 40 વર્ષનો તફાવત છે.

3. કરણ સિંહ ગ્રોવર:

Image Source

કારણે પહેલા ટીવી અભિનેત્રી જેનિફર વિંઝેટ સાથે લગ્ન કર્યા હતા પણ થોડા સમયમાં તેમના છૂટાછેટા લીધા હતા. પછી તેમને બીજા લગ્ન શ્રદ્ધ નિગમ સાથે કર્યા હતા. તે લગ્ન પણ બહુ ન ચાલ્યા. પછી તેમને ગણતરીને વર્ષ પહેલા બોલિવૂડની ફેમસ અભિનેત્રી બિપાશા બાસુ સાથે ત્રીજા લગ્ન કર્યા.

4. નીલિમા અજીમ:

Image Source

નીબીમાએ પહેલા લગ્ન અભિનેતા પંકજ કપૂર સાથે કર્યા હતા. તેમને એક છોકરો છે તેનું નામ શાહિદ કપૂર છે. શાહિદના જન્મના ત્રણ વર્ષ પછી નીલિમાના છૂટાછેટા લીધા હતા. પંકજથી અલગ થયા પછી નીલિમાએ રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. તેમને એક છોકરો ઈશાન છે. 2001માં તેઓ અલગ થઇ ગયા. પછી તેમને પોતાના નાનપણના મિત્ર ઉસ્તાદ રાજા અલી ખાન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.

5. વિનોદ મહેરા:

Image Source

વિનોદ મહેરથી કેટલીક અભિનેત્રી પ્રભાવિત હતી. તેમને પણ ત્રણ લગ્ન કર્યા હતા. તેમને મીના બ્રોકા સાથે લગ્ન કર્યા હતા. તેમને છૂટાછેટા લીધા હતા. પછી તેમને બિંદિયા ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. તેના પછી તેમને કિરણ સાથે ત્રીજા લગ્ન કાર્ય હતા. તેમને  એક છોકરી અને એક છોકરો સોનિયા અને રોહન મહેર છે.

6. વિધુ વિનોદ ચોપડા:

Image Source

ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાએ પણ ત્રણ લગ્ન કર્યા છે. તેમને ફિલ્મ લેખિકા અનુપમ ચોપડા સાથે 1990 માં ત્રીજા લગ્ન કર્યા હતા. અનુપમાથી પહેલા રેનુ સલુજા અને શબનમ સુખદેવ સાથે લગ્ન કર્યા હતા.

7. સિદ્ધાર્થ રોય કપૂર:

Image Source

સિદ્ધાર્થ રોય કપૂરે તેમની નાનપણી દોસ્ત આરતી બજાજ સાથે પહેલા લગ્ન કર્યા હતા અને પછી ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. 2011 માં તેમની સાથે છૂટાછેટા લીધા હતા. તેમને ત્રીજા લગ્ન બોલિવૂડની અભિનેત્રી વિધા બાલન સાથે કાર્ય હતા.

8. લકી અલી:

Image Source

લકી અલી ખુબ જ કુશળ અને પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેમને કહું છે કે, “હું એક વાર લગ્ન કરવા માટે સૂટ નથી થતો.” તેમને પહેલા લગ્ન ન્યુઝીલેન્ડની મેધના જેન મેકલેરી સાથે કર્યા હતા. મેઘનાએ તેમને લકીના વીડિયોમાં ગીત “ઓ સનમમાં” એક્ટિંગ કરી હતી. તેમને બે બાળકો પણ હતા. તેમને બીજા લગ્ન ઇનયા સાથે કર્યા હતા તેમને પણ બે બાળકો હતા. તેમને ત્રીજા લગ્ન 2010માં બ્રિટન મોડલ એલિઝાબેથ હલમ સાથે કર્યા હતા અને તેમને પણ બે બાળકો છે.

9. સંજય દત્ત:

Image Source

સંજય દત્તની પહેલી પત્નીનું નામ રિચા શર્મા હતું. તેમના લગ્ન 1987માં થયાં હતા. રીચાનું બ્રેન ટ્યુમરના કારણે 1996 માં મૃત્યુ થયું હતું. રિચા અને સંજયની એક દીકરી પણ હતી. જેનું નામ ત્રિશાલા છે. સજાય દત્તે રિચા પછી તેમને બીજા લગ્ન રિયા પિલ્લઇ સાથે લગ્ન 1998માં કર્યા હતા. તેઓને છૂટાછેટા 2005 માં થયા હતા. રિયા સાથે છૂટાછેટા લીધા પછી સંજય દત્તે માન્યતા સાથે 2008 માં લગ્ન કર્યા હતા. હમણાં માન્યતા અને સંજય સાથે છે.

10. કિશોર કુમાર:

Image Source

આ વાત બધાને ખબર જ છે કે કિશોર કુમારે ચાર લગ્ન કર્યા હતા. કિશોર કુમારે 21 વર્ષની ઉંમરમાં પહેલા લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની બંગાળી ફિલ્મની ફેમસ અભિનેત્રી અને સંગીતકાર રુમા ગુહા ઠાકુરતા હતી. તેમને એક પુત્ર પણ છે. તેમને લગ્નના આઠ વર્ષ પછી તેઓ અલગ પડી ગયા. કિશોર કુમારે 1960 માં બોલિવૂડની ફેમસ અદાકાર મધુબાલા સાથે કોર્ટમાં બીજા લગ્ન કર્યા. 1969ના મધુબાલાનું નિધન થયું. તેમને પછી કિશોર કુમારે 1976માં બોલિવૂડ અભિનેત્રી યોગિતા બાલી સાથ લગ્ન કર્યા પણ આ લગ્ન ખાલી બે જ વર્ષ ચાલ્યા અને બંને અલગ પડી ગયા. તેમને ચોથા લગ્ને 1980માં લીના ચંદ્રાવરકર સાથ કર્યા હતા.