બોલીવુડમાં કામ કરનારા અભિનેતાઓ કે વિલેન દરેક કોઈ પોત પોતાની ભૂમિકા ખુબ સારી રીતે નિભાવે છે. ઘણીવાર તો ફિલ્મના હીરો કરતા લોકો વધારે વિલેનને પસંદ કરે છે. બોલીવુડમાં ઘણા એવા વિલેન્સ છે જેઓ ખુબ જ ફેમસ છે. ફિલ્મોમાં ખૂંખાર વિલેનનો રોલ ભજવતા આ કલાકારો અસલ જીવનમાં એકદમ સામાન્ય જીવન જીવે છે અને તેઓની પત્નીઓ પણ કોઈ અભિનેત્રીથી કમ નથી. આવો તો તમને બોલીવુડના વિલેન્સની સુંદર પત્નીઓ સાથે રૂબરૂ કરાવીએ.

1. ડૈની ડેંજૉન્ગપા-ગાવા ડેંજૉન્ગપા:
ડૈની ડેંજૉન્ગપા 90 ના દશકના સૌથી પ્રસિદ્ધ વિલેનમાંના એક માનવામાં આવતા હતા. ડૈની ડેંજૉન્ગપાએ સિક્કિમની રાજકુમારી ગાવા ડેંજૉન્ગપા સાથે લગ્ન કર્યા છે, જેની સુંદરતા લાજવાબ છે.

2. પ્રકાશ રાજ-પોની વર્મા:
પ્રકાશ રાજે વર્ષ 2009 માં પહેલી પત્ની લલિતા કુમારી સાથે છૂટાછેડા લીધા પછી વર્ષ 2010 માં કોરિયોગ્રાફર પોની વર્મા સાથે લગ્ન કર્યા હતા.

3. નવાઝુદીન સિદ્દીકી-અંજલિ સિદ્દીકી:
નવાઝુદીન સિદ્દીકી ફિલ્મોમાં એકથી એક દમદાર રોલ કરતા જોવા મળ્યા છે. નવાજુદીન સિદ્દીકીએ અંજલિ સાથે લગ્ન કર્યા છ, જેની સાદગી અને સુંદરતા જોઈને દરેક કોઈ દીવાના બની જશે.

4. રંજીત-નાજનીન:
રંજીત એક સમયમાં ખૂંખાર વિલેન માનવામાં આવતા હતા. અસલ જીવનમાં પણ લોકો તેનાથી ગભરાતા હતા અને વિલેન જ સમજતા હતા. રંજીતે વર્ષ 1986 માં આલોક બેદી(નાજનીન)સાથે લગ્ન કર્યા હતા અને બે બાળકો છે.

5. આશુતોષ રાણા-રેણુકા શહાણે:
આશુતોષ રાણા ફિલ્મોમાં દમદાર વિલેનની ભૂમિકામાં જોવા મળ્યા છે. આશુતોષે 90 ના દશકની લોકપ્રિય અભિનેત્રી રેણુકા શહાણે સાથે લગ્ન કર્યા છે.

6. સોનુ સુદ-સોનાલી:
હાલના સમયમાં સોનુ સુદ જરૂરિયાતમંદ લોકો માટે મસીહા બનીને આવ્યા છે. સોનુ સુદે બૉલીવુડ અને તેલુગુ ફિલ્મોમાં દમદાર વિલેનનો રોલ નિભાવ્યો છે. સોનુ સુદે સોનાલી સાથે લગ્ન કર્યા છે, જેની સુંદરતા અભિનેત્રીથી ઓછી નથી.

7. પરેશ રાવલ-સ્વરૂપ સંપત:
પરેશ રાવલ વિલેનની સાથે સાથે કોમેડીયનના સ્વરૂપે પણ ફિલ્મોમાં જોવા મળ્યા છે. પરેશ રાવલે પૂર્વ મિસ ઇન્ડિયા સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા છે અને બે દીકરાઓ પણ છે.

8. ગુલશન ગ્રોવર-કશિશ ગ્રોવર:
ગુલશન ગ્રોવરે પહેલી પતિથી છૂટાછેડા લીધા પછી કશિશ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.

9. વિંદુ દારા સિંહ-ડીના ઉમારોવા:
વિંદુ દારા સિંહ બૉલીવુડ અને સાઉથ ફિલ્મોમાં વિલેનનો રોલ ભજવી ચુક્યા છે. વિંદુએ ડીના ઉમારોવા સાથે લગ્ન કર્યા છે જેની સુંદરતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી.

10. શક્તિ કપૂર-શિવાંગી કોલ્હાપુરી:
શક્તિ કપૂર દરેક ભૂમિકામાં શ્રેષ્ઠ જ હોય છે, પછી કોમેડી હોય કે ખલનાયક. વાસ્તવિક જીવનમાં શક્તિ કપૂરે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીની સુંદર બહેન શિવાંગી કોલ્હાપુરી સાથે લગ્ન કર્યા છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.