મનોરંજન

બોલિવૂડની ‘ખૂંખાર’ 6 ખલનાયકની સુંદર દીકરીઓ, એક તો છે બોલિવૂડમાં ટોપની અભિનેત્રી

બોલિવૂડની ફિલ્મોમાં મુખ્ય અભિનેતાની ભૂમિકા જેટલી મહત્વની હોય છે ફિલ્મમાં વિલનની ભૂમિકા. બોલિવૂડની દરેક ફિલ્મ હીરો અને વિલન વિના અધૂરી હોય છે. ફિલ્મ જગતમાં ઘણા વિલન આવ્યા અને ગયા. કેટલાકે પોતાના અભિનયથી પોતાની અલગ ઓળખ બનાવી છે તો કેટલાય ભુલાઈ ચુક્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા જે ફિલ્મોમાં વિલન તરીકેની ભૂમિકા ભજવે છે તે એક વાસ્તવિક જીવનમાં હીરો હોય છે.

Image Source

એવા વિલન કે જે પોતાના પરિવાર માટે હીરો હોય છે, તેઓ પોતાના પરિવારને પ્રેમ કરતા હોય છે. પણ તમને તેમના પરિવાર વિશે થોડી પણ જાણ છે. આ વિલનની પણ એવી દીકરીઓ છે કે જે સુંદરતામાં બોલિવૂડની અભિનેત્રીઓને માટે આપે છે.

આજે વાત કરીએ ખૂંખાર ખલનાયકની ભૂમિકા ભજવનાર કેટલાક વિલનની દીકરીઓ વિશે.

Image Source

પ્રેમ ચોપડા

જૂની ફિલ્મોમાં મોટાભાગે વિલનની ભૂમિકામાં જોવા મળતો અભિનેતા પ્રેમ ચોપડા હજી વિલનની યાદીમાં ટોપ પર આવે છે. તેમણે 50 વર્ષીની ફિલ્મી કારકિર્દીમાં 350થી વધુ ફિલ્મોમાં જબરદસ્ત ભૂમિકાઓ ભજવી છે. પ્રેમની ત્રણ દીકરીઓ રિતિકા, પુનિતા અને પ્રેમા છે. તેમાંથી સૌથી નાની દીકરી પ્રેમાના લગ્ન અભિનેતા શરમન જોશી સાથે થયા છે. જણાવી દઈએ કે પ્રેમ ચોપડાની દીકરી પ્રેમા કોઈ અભિનેત્રીથી ઓછી નથી.

Image Source

કુલભૂષણ ખરબંદા

હિન્દી ફિલ્મોમાં મોટાભાગે પિતાની ભૂમિકા નિભાવનાર અભિનેતા કુલભૂષણ ખરબંદાનું નામ પણ મોટા ખલનાયકોમાં સામેલ છે. ફિલ્મ ‘શાન’ માં ‘શાકાલ’ ની ભૂમિકા માટે સૌ કોઈ તેમને જાણે છે. પરંતુ જો તેમના પાત્રથી હટીને વાત કરવામાં આવે તો વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ સારા પિતા છે. તેને દીકરી શ્રુતિ ખરબંદા છે જે ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

Image Source

રણજીત

ફિલ્મોમાં, મોટાભાગે છોકરીની ઈજ્જત લૂંટવા, માટે-કાપ કરવા અને વસૂલી કરવા જેવા પાત્રમાં જોવા મળતા રણજીતના અભિનયની સામે સારા-સારા લોકોની બોલતી બંધ થઇ જાય છે. તે હજી પણ ફિલ્મોમાં જોવા મળે છે. ફિલ્મોમાં જેટલા તેજ તેઓ દર્શાવવામાં આવે છે, તેનાથી વિપરીત તેઓ તેમના વાસ્તવિક જીવનમાં વધુ શાંત રહે છે. જણાવી દઈએ કે રણજીતની એક સુંદર દીકરી છે જેનું નામ દિવ્યાંકા બેદી છે અને તે એક પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે.

Image Source

કિરણ કુમાર

લોકપ્રિય વિલન અભિનેતા જીવનનો પુત્ર કિરણ કુમાર પણ બોલિવૂડમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ કિરણની દીકરી સૃષ્ટિ પણ કોઈ હીરોઇનથી કમ નથી. સૃષ્ટિ એક ફેશન સ્ટાઈલિશ અને કન્સલ્ટન્ટ છે અને મા સાથે મળીને સાથે સુષ અને શિશ નામની એકે જવેલરી શોપ ચલાવે છે.

Image Source

શક્તિ કપૂર

શક્તિ કપૂરની ઓળખ આપવાની કોઈ જરૂર નથી પડતી. તે અત્યાર સુધી બોલિવૂડમાં પોતાના દમ પર ટકી રહયા છે. આજે પણ શક્તિ કપૂર ફિલ્મોમાં પોતાની અભિનયની છાપ છોડતા જોવા મળે છે. તેમની દીકરી શ્રદ્ધા કપૂર વિશે બધા જાણે જ છે. શ્રદ્ધા કપૂરે ફિલ્મ આશિકી 2માં જબરદસ્ત અભિનય કરીને લોકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એક વિલન, બાગી, સ્ત્રી અને હૈદર જેવી અનેક હિટ ફિલ્મો આપનાર શ્રદ્ધા આજે સુપરસ્ટાર બની ગઈ છે.

Image Source

ડેની ડેન્ઝોંગ્પા

સુપરહિટ ફિલ્મ ઘટકમાં પોતાની વિલનની ભૂમિકાથી દરેકનું ધ્યાન ખેંચનાર અભિનેતા ડેની ડેન્ઝોંગ્પાની દીકરી પેમા ડેંઝોંગ્પા ભલે લાઇમલાઇટથી દૂર રહેતી હોય પણ જો તેની સુંદરતાની વાત કરવામાં આવે તો તે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. પેમા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તે ફક્ત તેના પિતા સાથે ખાસ પ્રસંગો પર જ જોવા મળે છે.