બોલીવુડમાં ફિલ્મોમાં એક્શનનો જમાનો ઘણો જૂનો છે. 70-80 દાયકામાં દર્શકોની વચ્ચે પણ ઘણા એક્શન સીનની ડિમાન્ડ હતી. તો ડાયરેક્ટરો પણ દર્શકોની ડિમાન્ડને કારણે ભરપૂર એક્શન સીન પરોસતા હતા. એક્શન ફિલ્મોમાં માટે હંમેશા હટા-કટા વિલનની જરુરીયાત રહેતી હતી. જે મારઘાર કરવામાં માહિર હોય. આવા એકટર દર બીજી ફિલ્મમાં જોવા મળતા હતા.

આ એક્ટરનું નામ છે માણિક ઈરાની. નામથી ભલે તમેના ઓળખો પણ ચહેરો જોઈને તમને તુરંત જ યાદ આવી જશે. માણિક ફિલ્મોમાં વિલનના રોલમાં ઘણો જાણીતો હતો. બિલ્લા કહેતા જ દર્શકોની સામે માણિકનો ચહેરો આવી જાય છે.

સુભાષ ઘાઈની ફિલ્મ ‘હીરો’માં બિલ્લાના નામનો રોલ નિભાવનારો માણિક ઈરાનીને એક નવું જ નામ આપવામાં આવ્યું હતું. આ પહેલા પણ માણીકે વિલનના રોલમાં ઘણા રોલ કર્યા હતા. પરંતુ તેની પ્રસિદ્ધિ તો ‘હીરો’ ફિલ્મથી જ મળી હતી.
માણિક ઈરાનીનો અલગ જ અંદાજ હતો. તેનો લુક જ એવો હતો કે કોઈ પણ લોકો ડરી જતા હતા. આ સાથે જ માણિકની ડાયલોગ ડીલેવરી… સ્ક્રીન પર માણિક આવતા જ લોકોમાં ડર વ્યાપી જતો હતો.

દર્શકો માટે માણિક કોઈ સુપરસ્ટારથી કમના હતો. મણિક 1974માં ગુંડાના રોલમાં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તેને કાલીચરણ, ત્રિશુલ, મિસ્ટર નટવરલાલ, શાન અને કસમ પૈદા કરનેવાલો કી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
સુભાષ ધાઈની ફિલ્મ ‘કાલિચરણ’માં માણીકે મૂંગા વિલનનો રોલ નિભાવ્યો હતો. તેમાં પણ માણિક તેની છાપ છોડવામાં કામયાબ રહ્યો હતો. આ રીતે માણીકે 80 અને 90ના દાયકામાં વિલનના રોલમાં રાજ કર્યું. પરંતુ અચાનક જ દારૂના નશામાં જ રહેતા અચાનક જ તેને આ દુનિયને અલવિદા કહી દીધી હતી.

માણિક ઈરાનીના નિધનની કોઈને ખબર પડી ના હતી. પરંતુ કહેવામાં આવે છે કે, દારૂ પીવાના કારણે તેને દુનિયા છોડી દીધી હતી.કહેવામાં તો એ પણ આવે છે કે, માણિક ઈરાનીએ આત્મહત્યા કરી લીધી હતી પરંતુ ખબરમાં કેટલું સત્ય છે તે કોઈને નથી ખબર.

માણિક ઈરાનીને હવે ફિલન ઇન્ડસ્ટ્રીઝ ભૂલી ચુકી છે. ગ્લેમરની દુનિયાનું સૌથી કડવું સત્ય એ છે કે, અહીં લોકો ત્યાં સુધી જ સલામ થોકે છે જ્યાં સુધી તમે સફળતાનાં આકાશમાં હોય. સમય જતા લોકો તેને ભૂલવા લાગે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.