બોલીવુડના દિગ્ગ્જ કલાકારો વિશે તો દરેક કોઈ જાણે જ છે. તેઓની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ પણ લાઇમલાઇટમાં રહેતી હોય છે, પણ શું તમે જાણો છો કે આ દિગ્ગ્જ કલાકારોની બહેનો લાઇમલાઇટથી દૂર રહીને શું કરી રહી છે. આવનારી 3 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે એવામાં આ ખાસ મૌકા પર આજે અમે તમને આ બૉલીવુડ કલાકારોની બહેનો વિશે જણાવીશું.

1. અક્ષય કુમાર-અલકા કુમાર:
અક્ષય કુમારની બહેન અલકા કુમારે સુરેન્દ્ર હીરાનંદાની સાથે લવ મેરેજ કર્યા હતા. સુરેન્દ્ર કન્સ્ટ્રક્શન કંપની હીરાનંદાની ગ્રુપના મેનેજીંગ ડાયરેક્ટર છે. અલકા હવે એક પ્રોડ્યુસર બની ગઈ છે અને ફિલ્મ ‘ફગલી’ પ્રોડ્યુસ કરી છે.

2. સૈફ અલી ખાન-સબા ખાન:
ખુબ ઓછા લોકો જાણતા હશે કે સૈફ અલી ખાનની સોહા અલી ખાનના સિવાય બીજી એક બહેન સબા ખાન પણ છે. સબા ખાન જવેલરીનો બિઝનેસ કરે છે. અમુક વર્ષ પહેલા તેણે એક ડાયમંડ ચેન પણ શરૂ કરી હતી.

3. રણબીર કપૂર-રીધ્ધીમા કપૂર સાહની:
રણબીર કપૂરની બહેન રીધ્ધીમા કપૂર ફેશન ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તે જવેલરી ડિઝાઇન પણ કરે છે.

4. ઋત્વિક રોશન-સુનૈના:
ઋત્વિક રોશનની બહેન સુનૈના એક કેન્સર સર્વાઇવલ છે, તે પિતાની ફિલ્મ કાઇટ્સ અને ક્રેઝી-4 માં કો-પ્રોડ્યુસરનુ પણ કામ કરી ચુકી છે.

5. અર્જુન કપૂર-અંશુલા:
અર્જુન કપૂરની બહેન અંશુલાએ કોલંબિયા યુનિવર્સીટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે ગૂગલમાં કામ કરતી હતી. તેના પછી તેણે ઋત્વિક રોશનની HRX બ્રાન્ડ કંપનીમાં ઓપરેશન્સ મેનેજરના સ્વરૂપે પણ કામ કર્યું હતું, હાલ તે ફેશન ડિઝાઇનિંગ કરી રહી છે.

6. રણવીર સિંહ-રિતિકા:
રણવીર સિંહ બહેન રીતિકાને પોતાની માં સમાન માને છે. રણવીર જ્યારે અમેરિકામાં અભ્યાસ કરતા હતા ત્યારે રિતિકા રણવીર માટે રાખડી અને ખર્ચા માટે પૈસા પણ મોકલતી હતી.

7. શાહરુખ ખાન-શહનાઝ લલારુખ ખાન:
શાહરૂખની બહેન શુંહનાઝે હજી સુધી લગ્ન નથી કર્યા અને તે શાહરુખની સાથે જ રહે છે. 57 વર્ષની શહનાઝ પિતાની મૃત્યુ પછી ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

8.વિવેક ઑબેરૉય-મેઘના ઑબેરૉય:
વિવેક ઑબેરૉયની બહેન મેઘનાના લગ્ન મુંબઈના એક બિઝનેસમેન સાથે થયેલા છે. તે પતિની સાથે બિઝનેસ સંભાળી રહી છે.

9. અભિષેક બચ્ચન-શ્વેતા બચ્ચન:
અભિષેક બચ્ચનની બહેન શ્વેતાના લગ્ન નિખિલ નંદા સાથે થયેલા છે. શ્વેતાએ ફેશન ડિઝાઈરના સ્વરૂપે પોતાને સ્થાપિત કરી દીધી છે. શ્વેતાની લગ્ઝરી બ્રાન્ડનું નામ MxS છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.