મનોરંજન

શાહરુખ જ નહીં, આ 10 સિતારાઓ એ પણ કરી હતી ટીવીથી શરૂઆત, વિદ્યા બાલન તો…

ટીવી જગતના સિતારાઓ બોલીવુડના સિતારાઓને ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરંતુ ઘણા એવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સિતારાઓ છે જેને તેની કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી, આ ટીવી સેલેબ્સ આજે બોલીવુડમાં તેના નામનો ડંકો વગાડે છે. આજે અમને તમને એવા 10 સિતારાઓ વિષે જણાવીશું કે જે ટીવી જગતમાંથી નીકળીને બોલીવુડમાં છવાઈ ગયા હતા.

આવો જાણીએ એવા સિતારાઓ વિષે જે ફિલ્મમાં આવતા પહેલા ટીવીમાં કામ કરી ચુક્યા છે.

શાહરુખ ખાન

આ લિસ્ટમાં સૌથી પહેલા જેનું નામ આવે છે તે છે શાહરૂખખાન. શાહરૂખખાન તેની કરિયરની શરૂઆત ‘ફૌજી’ સિરિયલથી કરી હતી. આ સિરિયલનું નિર્દેશન કર્નલ રાજકપૂરે કર્યું હતું. આ બાદ શાહરુખ ખાન સર્કસ અને દિલ દરિયામાં નજરે આવ્યો હતો.

Image Source

કિંગ ખાને ટીવી જગતને અલવિદા કહી ‘દીવાના’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં ડેબ્યુ કર્યા બાદ કિંગખાને કયારે પણ પાછળ ફરીને જોયું નથી. શાહરૂખખાનને આજે સિનેમાના જગતનો બાદશાહ કહેવામાં આવી છે.

વિદ્યા બાલન

આ લિસ્ટમાં બીજા નંબર પર હોય તો તે છે વિદ્યા બાલન. વિદ્યા બાલને 1995માં હમ પાંચ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલ સુપર હિટ રહી હતી.

Image Source

હમ પાંચ સીરિયલમાં વિદ્યા બાલનને ઓળખવી મુશ્કેલ હતી.હાલમાં વિદ્યા બાલનના લુકમાં ઘણો ફેરફાર આવી ગયો છે.વિદ્યા બાલને 2005માં આવેલી ફિલ્મ ‘પરિણીતા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ કર્યા બાદ વિદ્યા બાલને ક્યારે પણ પાછળ ફરીને નથી જોયું. વિદ્યાના નામ પર ઘણી સુપરહિટ ફિલ્મ છે.

રાજીવ ખંડેલવાલ

 

View this post on Instagram

 

A post shared by Rajeev Khandelwal (@rajeev.khandelwal) on

એકતા કપૂરની સિરિયલ ‘કહી તો હોગા’ એ રાજીવ ખંડેલવાલને ઊંચાઈ પર પહોંચાડી દીધો હતો. આ બાદ રાજીવ ખંડેલવાલ લેફ્ટ રાઈટ, અને ટાઈમ બૉમ્બ જેવી સીરિયલમાં નજરે આવ્યો હતો.

Image Source

આ બાદ રાજીવ કપૂરે બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ કોઈ ફિલ્મ કોઈ કમાલ કરી શકી ના હતી. રાજીવ થોડા સમય પહેલા એક વેબસીરીઝમાં નજરે આવ્યો હતો. આ વેબસીરીઝનું નામ ‘કોલ્ડ લસ્સી અને ચિકન મસાલા’ હતું. આ વેબસિરીઝમાં રાજીવ દિવ્યાંકા ત્રિપાઠી સાથે નજરે આવ્યો હતો.

સુશાંતસિંહ રાજપૂત

 

View this post on Instagram

 

Like the shadow I am and I am not… ~ Jalaluddin Rumi ❤️

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંતસિંહ રાજપૂતે તેની કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. સુશાંતની પહેલી સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ હતી. આ બાદ સુશાંત ‘પવિત્ર રિશ્તા’માં નજરે આવ્યો હતો.

Image Source

સુશાંતને પ્રસિદ્ધિ તો ‘પવિત્ર રિશ્તા’ થી મળી હતી.આ બાદ સુશાંતસિંહ રાજપૂતે ઘણા રિયાલિટી શો કર્યા હતા. 2013માં સુશાંત સિંહે ‘કાઈ પો છે’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. સુશાંત સિંહે આજ દિવસ સુધી ઘણી ફિલ્મો કરી હતી. જેમાંથી થોડી ફિલ્મ જ હિટ રહી હતી.

ઈરફાન ખાન

 

View this post on Instagram

 

Haasil se Hindi Medium tak , villain se popular Hero tak. Thank you #StarScreenAwards2017 !!

A post shared by Irrfan (@irrfan) on

બૉલીવુડ એક્ટર ઈરફાન ખાને તેની કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. ત્યારબાદ તેને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

Image Source

ઈરફાન ખાને ચાણક્ય, ભારતકી ખોજ, સારા જહાં હમારા, બનેગી આપણી બાત, ચંદ્રકાંતા શામેલ છે. આ સિરિયલ બાદ ઈરફાન ખાને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

આર માધવન

ટીવીમાં નામ કરી લીધા બાદ આર માધવને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આર માધવને બનેગી અપની બાત, ઘર જમાઈ અને સી હોક્સ જેવી સીરિયલમાં કામ કર્યું હતું.

Image Source

ત્યારબાદ આર માધવને બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આર માધવનને પ્રસિદ્ધિ તો ‘રહના હૈ તેરે દિલ મેં’ થી મળી હતી. આ બાદ આર માધવને ક્યારે પણ પાછળ ફરીને નથી જોયું.

આયુષ્યમાન  ખુરાના

આયુષ્માન ખુરાનાએ 2002માં ‘પોપસ્ટાર’ રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે હિસ્સો લીધો હતો. આ બાદ તેને રોડીઝ-2 શો જીત્યો હતો.

Image Source

આયુષ્માન ખુરાનાએ ‘વિકી ડોનર’ ફિલ્મથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આયુષ્માનને તેની એક્ટિંગના કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

પંકજ કપૂર

 

View this post on Instagram

 

#pankajkapoor with #supriyapathak and #sanahkapoor at #mishakapoor birthday bash

A post shared by Viral Bhayani (@viralbhayani) on

પંકજ કપૂરે પણ તેની કરિયરની શરૂઆત ટીવીથી જ કરી હતી. આ બાદ તેને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ઓફિસ-ઓફિસના મુસદ્દીલાલ રોલે પંકજ કપૂરને હિટ કરી દીધો હતો.

Image Source

આ બાદ પંકજ કપૂરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પંકજ કપૂરે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. આ ફિલ્મમાં ગાંધી, જાને ભી દો યાર, ખંડર, ખામોશ, મુસાફિર અને મકબુલ જેવી ફિલ્મો છે.

મૌની રોય

 

View this post on Instagram

 

You make me feel like a dancer ..

A post shared by mon (@imouniroy) on

મૌની રોયે તેની કરિયરની શરૂઆત ટીવીની સુપરહિટ સીરિયલ ‘ ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ થી કરી હતી. આ સિરિયલ બાદ મૌનીએ કહોના પ્યાર હૈ, કસ્તુરી, જરા નચ કે દિખા, પતિ પત્ની ઔર વો, ડો સહેલીયા, દેવો કે દેવ મહાદેવ, નાગિન સીરીયલમાં જોવા મળી હતી.

Image Source

મૌની રોયે હિન્દી સિનેમા જગતમાં ‘ગોલ્ડ’ ફિલ્મથી એન્ટ્રી કરી હતી. મૌનીની છેલ્લે મેડ ઈન ચાઈના ફિલ્મ રિલીઝ થઇ હતી.

પ્રાચી દેસાઈ

 

View this post on Instagram

 

Wishing you all everything you ever wanted this #Diwali 🌟❤️✨ #love & #light

A post shared by Prachi Desai 🦄👩🏻‍🎤 (@prachidesai) on

પ્રાચી દેસાઈએ બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. પ્રાચી દેસાઈને પ્રસિદ્ધિ ‘કસમ સે’ સિરિયલથી મળી હતી. ત્યારબાદ પરકચિ દેસાઈને બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. પ્રાચીની પહેલી ફિલ્મ રોકઓન હતી. ‘રોક ઓન’ ફિલ્મ હિટ જતા પ્રાચી લાઈમલાઈટમાં આવી ગઈ હતી.

Image Source

આ બાદ પ્રાચીએ પાર્ટનર, તેરી મેરી કહાની, વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ, બોલ બચ્ચન જેવી ફિલ્મ કરી હતી. આટલી ફિલ્મ કર્યા અબ્દ પ્રાચી ટીવી જેવી જગ્યા બનાવી શકી ના હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.