ફિલ્મોમાં હંમેશા સુંદર અને રૂપાળા દેખાતા 8 અભિનેતાઓ અસલી જીવનમાં દેખાય છે આવા, જુઓ
આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મી દુનિયામાં સારા દેખાવવા માટે હંમેશા મેકઅપની જરૂર પડતી જ હોય છે. પડદા ઉપર આપણે ઘણા અભિનેતાઓને જોતા હોઈએ છીએ,
એ અભિનેતાઓને આપણા આદર્શ પણ માનતા હોઈએ છીએ અને ઘણી છોકરીઓ તો અભિનેતાઓને જોવા માટે પાગલ થઇ જતી હોય છે.પોતાના ગમતા અભિનેતાને મળવું કોને ના ગમે? છોકરો હોય કે છોકરી પોતાના ગમતા અભિનેતાને જોવા તેની ફિલ્મો જોવા માટે હંમેશા રાહ જોતા હોય છે.
આજે અમે તમને એવા જ કેટલાક અભિનેતાઓના ઓરીજીનલ ફોટો બતાવીશું, જે પડદા ઉપર તો ખુબ જ સુંદર અને હેન્ડસમ લાગતા હોય છે, પરંતુ એ બધો મેકઅપનો જ કમાલ છે, જોઈએ મેકઅપ વગર એ કેવા લાગે છે.

ગોવિંદા:
ગોવિંદા એક સમયે ફિલ્મોમાં રાજ કરતો હતો, આજે પણ તે કેટલીક ફિલ્મમોમાં જોવા મળે છે, ગોવિંદા પહેલા કરતા પણ અત્યારે વધારે હેન્ડસમ દેખાય છે, તસ્વીરમાં જ જોઈ લો

આમીર ખાન:
બોલીવુડમાં મિસ્ટર પરફેક્ટ તરીકેની નામના મેળવનાર અભિનેતા આમિર ખાન આજે પણ બોલીવુડમાં રાજ કરે છે, પડદા ઉપર ભલે આજે આમિર ખાનની ઉંમરનો અંદાજો મેકઅપ ના કારણે ના આવી શકે પરંતુ તેના અસલ ફોટોમાં તેની ઉંમર દેખાઈ જાય છે.આમીરખાનનો અભિનય જ નહિ તેનો દેખાવ પણ લોકોને ખુબ જ આકર્ષે છે. “3 ઇડિયટ” જેવી ફિલ્મોમાં તે એક કોલેજ સ્ટુડન્ટ જેવો નજરે આવે છે

અભિષેક બચ્ચન:
અભિષેક બચ્ચન ભલે ફિલ્મોમાં એટલો બધો કારગર નથી નીવડ્યો તે છતાં પણ તેનો દેખાવ ફિલ્મોમાં અને અસલ જીવનમાં બંને અલગ જોવા મળે છે. આ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે આ મેકઅપનો જ કમાલ છે.

અક્ષય કુમાર: ફિટનેસના મામલામાં એકદમ પરફેક્ટ એવો અક્ષય કુમાર પણ તેની ફિલ્મોમાં એકદમ ધાકડ નજરે આવે છે. બોલીવુડમાં તો તેને સ્ટન્ટમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ તેની ઉંમર 52 વર્ષની થઇ ગઈ છે. તે પોતાના શરીરને કસરત અને યોગાના માધ્યમ દ્વારા એકદમ ફિટ એન્ડ સ્ટ્રોંગ તો રાખે જ છે પરંતુ વધતી ઉંમરમાં તેનો દેખાવ પણ બદલાઈ જ રહ્યો છે.
કોરોના સામેની લડતમાં ઘણા લોકો સામે આવો રહ્યા છે, ઘણા મોટા ઉદ્યોગપતિઓ, ધાર્મિક સંસ્થાઓ અને બોલીવુડના સેલેબ્રિટીઓ પણ મોટા પ્રમાણમાં દાન કરી રહ્યા છે,ત્યારે અભિનેતા અક્ષય કુમારે પણ આ મહામારી સામે 25 કરોડનું દાન પ્રધાનમંત્રી રાહત કોષમાં કર્યું હતું. ત્યારબાદ અક્ષય કુમાર મુંબઈના થિયેટર આર્ટિસ્ટની મદદે પણ આવ્યા. અને હવે તે મુંબઈ પોલીસ માટે પણ આગળ આવ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.
મુંબઈ પોલીસને અક્ષયે હાથ ઉપર બાંધી શકાય એવા સેન્સર વાળા 1000 રીસ્ટ બેન્ડનું દાન કર્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બેન્ડ દ્વારા કોવિડ-19ના લક્ષણોની ઓળખ પહેલા જ લગાવી શકાય છે. પોલીસ કોરોના વાયરસ સામેની લડતમાં ખડા પગે ઉભેલી જોવા મળી છે ત્યારે પોલીસની સુરક્ષાને ધાયનમાં રાખીને અક્ષય કુમારે આ નિર્ણય કર્યો છે. અક્ષય કુમાર જેલો ફિલ્મોમાં ફિટ એન્ડ સ્ટ્રોંગ લાગે છે એટલો જ અસલ જીવનમાં પણ એ રહે છે, છતાં પણ પડદા પરના અક્ષય અને અસલ જીવનના અક્ષયના મેકઅપનો અસર જોવા મળે જ છે.

રજનીકાંત:
રજનીકાંત સાઉથના સુપરસ્ટાર તરીકે ઓળખાય છે. સાઉથમાં તો લોકો તેમની પૂજા કરે છે,ફિલ્મોમાં રજનીકાંતને અસલ જીવન કરતા એક અલગ જ દેખાવમાં જોઈ શકાય છે, પરંતુ જો રજનીકાંત તમને રસ્તા ઉપર સામ મળી ગયા તો તમે એમને ઓળખી નહીં શકો એ નક્કી.બચ્ચન પરિવારની વહુ
એટલે કે ફિલ્મી જગતની ખ્યાતનામ અભિનેત્રી ઐશ્વર્યા રાયએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહિ તેને ઘણા સુપરસ્ટાર સાથે સિલ્વાર સ્ક્રીન પણ શેર કરી છે. તેમાંથી જ એક સુપર સ્ટારનું નામ છે રજનીકાંત. રજનીકાંતને સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર માનવામાં આવે છે સાથે જ તેમેં ઘણી બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમાંથી એક સુપરહિટ ફિલ્મ હતી “રોબોર્ટ”. આ ફિલ્મમાં રજનીકાંત સાથે અભિનેત્રી તરીકે ઐશ્વર્યા રાય જોવા મળી હતી.રજનીકાંતને ઐશ્વર્યાના કારણે જ એકવાર શ્રમનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે જ લાંબા સમય સુધી તે બંને એક સાથે ફિલ્મમાં નજર પણ આવ્યા નહોતા.

સલમાન ખાન:
સલમાન ખાન મેકઅપ વગર પણ એટલો જ સારો અને હેન્ડસમ દેખાય છે, તે ઘણા સમયથી બોલીવુડમાં રાજ કરી રહ્યો છે, કરોડો ચાહકો ધરાવે છે. છતાં પણ મેકઅપ સાથે દેખાતો સલમાન ફિલ્મોમાં જુદો જ લાગે છે.બોલીવુડનો દબંગ સલમાન ખાન પણ હવે 54નો થઇ ગયો છે, પરંતુ હજુ તો તે કુંવારો છે, 54 વર્ષે પણ ફિલ્મોમાં સલમાનની દબંગાઈ હજુ દર્શકોને જોવી ગમે છે. સલમાન પણ કસરત દ્વારા પોતાના શરીરને કસેલુ તો રાખે જ છે છતાં પણ વાળ અને દાઢીમાં આવતી સફેદી તેની ઉંમર બતાવી જાય છે.હાલ સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે. જેના કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ દૈનિક મજૂરો અને ગરીબ લોકો આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. સરકાર આ માટે સંભવ કોશિશ કરી રહી છે. આ મજૂરોએ અત્યાર સુધી બૉલીવુડના ઘણા સિતારાઓ મદદ કરી ચુક્યા છે. બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન તેનાથી બનતી બધી જ મદદ કરે છે.

શાહિદ કપૂર:
હમણાં જ આવેલી કબીર સીંગ ફિલ્મમાં શાહિદ કપૂરને જોઈને તેના ચાહકોને શાહિદ જેવા બનવાની ઈચ્છા થઇ હતી અને ઘણા લોકો તેની નકલ કરતા પણ જોવા મળ્યા, શાહિદ પણ મેકઅપ વગર ખુબ જ હેન્ડસમ દેખાય છે.શાહિદ કપૂર તેને અભિનયના કારણે ખુબ જ પ્રખ્યાત છે. હમણાં જ આવેલી ફિલ્મ “કબીર સીંગ”માં તેની ભૂમિકા અને અભિનયને જોઈને તેના ચાહકો ખુબ જ ખુશ થયા છે. થોડા જ સમયમાં શાહિદ નવી ફિલ્મ “જર્સી”માં જોવા મળશે। આ ફિલની પણ ચાહકો કાગડોળે રાહ જોઈને બેઠા છે.

શાહરુખ ખાન:
બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનના પણ દુનિયાભરમમાં ચાહકો છે. શાહરુખ પણ મેકઅપના કારણે જ ફિલ્મોમાં આટલો સુંદર દેખાય છે તે તેનો અસલ ફોટો જોઈને તમે કલ્પના કરી શકશો.બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન બોલીવુડના તે સીતારાઓમાં શામિલ છે જે
હાલના દિવસોમાં કોરોના મહામારી અને લોકડાઉંનને લીધે હેરાન થનારા લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. શાહરુખ ખાન પોતાની ટિમ સાથે મળીને કોરોના વાયરસથી પ્રભાવિત લોકો માટે મદદ કરી રહ્યા છે. જેના માટે શાહરૂખે પોતાની ટિમ ‘ટ્રીનબાગો નાઈટ રાઈડર્સ’ની પ્રશંસા કરી છે.
અમિતાભ બચ્ચન
ફિલ્મી દુનિયામાં એક નામ જે ઘણા જ સમયથી લોકોના દિલ અને દિમાગ ઉપર છવાયેલું છે, જેને માત્ર નામથી જ જૂની પેઢી અને નવી પેઢી પણ સારી રીતે ઓળખે છે, જેના અભિનયનો જલવો આજે પણ પડદાં ઉપર જોવા મળે છે એવા આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ભારતીય સર્વોચ્ચ પુરસ્કાર “દાદા1સાહેબ ફાળકે એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 77 વર્ષના થઇ ગયા છે. 11 ઓક્ટોબર 1942ના રોજ ઇલાહાબાદમાં જન્મેલ અમિતાભે 1969 માં આવેલ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી કરીયરની શરૂઆત કરી હતી. જોકે 1972 માં આવેલ ફિલ્મ ‘જંજીર’થી તેમને ઓળખ મળી હતી. એ પછી એમને ક્યારેય પાછું વળી ને નથી જોયું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.