આજે આપણે ઘણી વાર સાંભળતા હોય છે કે ભણો-ભણો તો કંઈક આગળ વધશો. તો બીજી તરફ એવું પણ સાંભળ્યું હોય છે કે,’ભણે ભિખારી અને રખડે રાજા.’ આપણે ઘણી વાર એવું કહીએ છીએ કે, અંગ્રેજી તો આવડવું જ જોઈએ. પરંતુ શું તમને ખબર છે કે, બોલીવુડમાં એક્ટર બનવા માટે ભણવા-ગણવાની જરૂર નથી. બોલીવુડમાં એક્ટર કે એક્ટ્રેસ બનવા માટે ફક્ત ને ફક્ત એક્ટિંગ જ આવડવી જોઈએ. આપણે ઘણી વાર જોતા હોય છે કે, વધારે એક્ટર અને એક્ટ્રેસ અંગ્રેજી બોલતા નજરે આવે છે પરંતુ આજે પણ ઘણા એવા સેલેબ્સ છે જે અંગ્રેજી બોલતા અચકાઈ છે.
આવો જાણીએ એક્ટર અને એક્ટ્રેસ વિષે જેને અંગ્રેજી નથી આવડતું.
1. કપિલ શર્મા :
View this post on Instagram
કપિલ શર્માને તો બધા ઓળખે જ છે, કપિલ શર્મા આજકાલ કોમેડી શોમાં નજરે આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, કપિલ શર્માને અંગ્રેજી બોલતા નથી આવડતું. કપિલ શર્માએ ઘણી વાર તેના શોમાં હકહ્યું છે કે, તેને અંગ્રેજી બોલતા નથી આવડતું જેને લઈને જોક્સ પણ કર્યા છે. કપિલ શર્માએ બધા જ બૉલીવુડ સેલેબ્સ સાથે ઉઠક બેઠક કરી લીધી છે.
2. કંગના રનૌત :
View this post on Instagram
બોલીવુડની કવિન તરીકે જાણીતી કંગનાને બધા જ ઓળખે છે. કંગનાએ તેની કરિયર દરમિયાન ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. પરંતુ શું તમને ખબર છે કે, જયારે કંગનાએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું ત્યારે તેને અંગ્રેજી બોલતા આવડતું ના હતું, તે બધાનું સાંભળી શકતી હતી. એકવાર અંગ્રેજી બોલતા ના આવડવાને કારણે કરણ જોહરે તેનો શો ‘કોફી વિથ કરણ’ માં તેની મજાક ઉડાવી હતી.
3. રજનીકાંત :
View this post on Instagram
સાઉથના મેગાસ્ટાર રજનીકાંતને આખી દુનિયા જાણે છે. રજનીકાંતે તેના જીવનમાં સંઘર્ષ કરીને એક્ટર બન્યા છે. પરંતુ શું તમને ખબર છે કે, રજનીકાંતને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે. અંગ્રેજી ના આવડવાનું કારણ એ છે કે, તેને કયારે પણ ભણવાનો મોકો મળ્યો ના હતો.
4. રાખી સાવંત :
View this post on Instagram
બોલીવુડની હોટ અને બોલ્ડ અને મોસ્ટ કંટ્રોવર્સીયલ કવિન રાખી સાવંત ભલે ગમે તેટલું બોલી લે પરંતુ તે અંગ્રેજી બોલવામાં તેનો હાથ પાછળ કરી લે છે. તેને અંગ્રેજી બોલતા નથી આવડતું.
5. નવાઝુદીન સિદ્દીકી :
View this post on Instagram
નવાઝુદ્દીન સીદીકીએ એક સમયે સાબિત કરી દીધું હતું કે, ફિલ્મમાં કરિયર બનાવવા માટે કોઈ હાઈટ કે કોઈ રંગની જરૂર નથી તમારી આવડત જ કાફી છે. જેતે સમયે નવાઝુદ્દીન સીદીકીની આર્થિક પરિસ્થતિ સારી ના હોય તેને વધુ અભ્યાર કર્યા ના હોય તેને અંગ્રેજી બોલતા નથી આવડતું.
6. ગોવિંદા :
View this post on Instagram
90ના દાયકાનો કોમેડી હીરો ગોવિદ આજે તેના ડાન્સના કારણે બધાને દીવાના બનવી દીધા છે. ગોવિંદને તેની કરિયરમાં 12 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. હાલ તે કોઈ ફિલ્મમાં જોવા નથી મળતો. પરંતુ હું તમને ખબર છે કે, તેને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે. ગોવિદા સામેથી જ કહી છે કે તેને હિન્દી બોલવું અનુકૂળ છે.
7. અક્ષય કુમાર :
View this post on Instagram
બોલીવુડના જાણીતા એક્ટર અક્ષય કુમારે તેની કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અક્ષય કુમારે તેની કરિયરમાં કોમેડી, એક્શન, ડ્રામા અને બાયોગ્રાફી જેવી કેટેગરીની ફિલ્મમાં કામ કર્યું છે. પરંતુ શું તમને ખબર છે કે, અક્ષયકુમારને અંગ્રેજી બોલવાથી દર લાગે છે. અક્ષય કુમાર ઇન્ટરવ્યૂ દરમિયાન હિન્દીમાં જ બોલે છે.
8. હેમા માલિની :
View this post on Instagram
80ના દાયકાની એક્ટ્રેસ અને ‘ડ્રિમ ગર્લ’ તરીકે જાણીતી હેમા માલિનીએ પણ તેની કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ તમને જાણીને અચરજ લાગશે કે, જયારે તેને કરિયર શરૂ કર્યું ત્યારે તેને અંગ્રેજી બોલવાની સાથે હિન્દી બોલવામાં પણ તકલીફ પડતી હતી. આજના સમયમાં તે સારું એવું અંગ્રેજી બોલી શકે છે.
9. ધર્મેન્દ્ર :
View this post on Instagram
બોલીવુડના હી મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર એક પંજાબી પરિવારમાંથી આવે છે. ધર્મેન્દ્ર પંજાબી સારું બોલી શકે છે પરંતુ સારું અંગ્રેજી બોલઈ શકતા નથી. તેની ફિલ્મી કરિયરને ઘણો સમય થઇ ગયો હોવા છતાં તેને અંગ્રેજી બોલવામાં મુશ્કેલી પડે છે.
10. કરિશ્મા કપૂર:
View this post on Instagram
90ના દાયકાની સફળ એક્ટ્રેસ કરિશ્મા કપૂર તેને અંદાજને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ શું તમને ખબર છે કે, કરિશ્મા કપૂર અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે.
11. કૈલાશ ખેર :
View this post on Instagram
ભારતીય સંગીતના ગુરુ કૈલાશ ખેરે તેની કરિયરમાં એકથી એક સુપરહિટ ગીત ગાયા છે. આટલા સારા સિંગર હોવા છતાં તે હિન્દી જ સારું બોલી શકે છે. કૈલાશ ખેરને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.