મનોરંજન

બૉલીવુડ સ્ટાર્સની સ્કૂલ અને કોલેજની 10 તસ્વીરો, જે તમે ક્યારેય નહીં જોઈ હોય, જોઈને તમે પણ ખુશ થઇ જશો

ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સામાન્ય માણસોનો એક અલગ જ સંબંધ છે, ફિલ્મોમાં મનોરંજન પૂરું પાડતા કલાકારો સામાન્ય માણસના જીવનનો એક ભાગ બની જતા હોય એમ લાગે, લોકો કલાકારોને પોતાના જીવનના આદર્શ માનવા લાગે,

તેમની ફિલ્મોથી લઈને તેમના અંગત જીવન વિશે પણ તે જાણવા ઈચ્છે, તો આજે અમે તમને એવા જ બોલીવુડના ખ્યાતનામ કલાકારોના કોલેજ અને સ્કૂલના દિવસનો તસવીરો બતાવીશું જે તમે પણ ક્યારેય નહીં જોઈ હોય !!

1. રણબીર કપૂર:
અભિનેતા રણબીર કપૂરે ખુબ જ ટૂંકા સમયમાં પોતાની એક આગવી ઓળખ બોલીવુડમાં ઉભી કરી દીધી છે. અહીંયા તમે તેના સ્કૂલ સમયની આ તસ્વીરમાં તેને જોઈ શકો છો. કે તે સ્કૂલમાં પણ કેટલો હેન્ડસમ દેખાતો હતો.

Image Source

2. રણવીર સીંગ:
અભિનેતા રણવીર સિંગનું પણ નામ આજે બોલીવુડના ખ્યાતનામ અભિનેતાઓમાં લેવામાં આવે છે, ખાસ તે તેની ફેશનના કારણે ખુબ જ ચર્ચામાં આવે છે., પરંતુ તે તેના સ્કૂલ સમયમાં સાવ અલગ દેખાતો હતો.

Image Source

3. કાર્તિક આર્યન:
કાર્તિક આર્યન પણ બોલીવુડમાં ઘણી ફિલ્મો કરી ચુક્યો છે અને તેનું નામ બોલીવુડના સફળ અભિનેતાઓમાં લેવામાં આવે છે. તે પોતાના કોલેજ કાળ દરમિયાન પણ ખુબ જ હેન્ડસમ દેખાતો હતો.

Image Source

4. જેનેલિયા ડિસુઝા:
અભિનેત્રી જેનિલિયા ડિસુઝાએ અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા બાદ ખાસ ફિલ્મોમાં જોવા નથી મળતી પરંતુ તે પોતાના સ્કૂલ સમયથી જ ખુબ જ પ્રતિભાશાળી હતી, જે આ તસ્વીરમાં જ જોઈ શકાય છે.

Image Source

5. અમિતાભ બચ્ચન:
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની ઘણી ઓછી બાળપણની તસવીરો મળે છે, પરંતુ આ તસ્વીરમાં તમે નૈનીતાલની કોલેજમાં અભ્યાસ દરમિયાન જોઈ શકો છો.

Image Source

6. ઐશ્વર્યા રાય:
બચ્ચન પરિવારની વહુ અને બોલીવુડની ખુબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ પોતાના સ્કૂલ સમયમાં ખુબ જ પ્રીતિભાશાળી હતી, જે આ તસ્વીરમાં જ જોઈ શકાય છે.

Image Source

7. અનુષ્કા શર્મા:
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં એક નામ અનુષ્કા શર્માનું પણ આવે, તેને બેંગ્લોરની આર્મી સ્કૂલમાં આભ્યાસ કર્યો હતો, એ દરમિયાનની તસ્વીર તમે જોઈ શકો છો.

Image Source

8. પ્રિયંકા ચોપડા:
બોલીવુડના દેશી ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા માત્ર બોલીવુડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં પણ એટલી જ ખ્યાતિ ધરાવે છે. પ્રિયંકાના સ્કૂલ સમયની આ તસ્વીર તમને પણ ખુબ પસંદ આવશે.

Image Source

7. પરિણીતી ચોપડા:
અભિનેત્રી પરિણીતી ચોપડા એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર બનવા માંગતી હતી, બાળપણથી જ તે ભણવામાં ખુબ જ હોશિયાર હતી. તે બાળપણની આ તસ્વીર જોઈને કલ્પના કરી શકાય છે.