ફિલ્મો દુનિયાના સિતારાઓને પડદા પર જોવા સૌને ગમે, તેમની અદાકારી અને તેમના જેવી નકલ પણ મોટાભાગના લોકો કરતા હોય છે. ખાસ કરીને આ આભિનેતાઓ દેખાવ આપણને આકર્ષિત કરતો હોય છે, જેના એક લુકના લોકો દીવાના હોય છે.

પડદા ઉપર રહેલા કલાકારોના ચહેરા મેકઅપના કારણે તો સુંદર દેખાઈ જ શકે છે, પરંતુ અસલ જીવનમાં પણ ઘણા કલાકારો પડદાની માફક જ ચમકતા હોય છે તેમાં પણ બોલીવુડની હીરોઇનો તો ખાસ, પરંતુ આજે અમે તમેન તેમના અંગત જીવનમાં ડોકિયું કરીને કેટલીક માહિતી આપવા જઈ રહ્યાં છે.

ફિલ્મી દુનિયાના અને આપણા મનગમતા કલાકારો પડદા ઉપર તો સુંદર દેખાય છે પરંતુ તેમના આધારકાર્ડ અને પાસપોર્ટમાં તેમના ફોટા જોઈને કોઈપણ ના કહી શકે કે આ કોઈ ફિલ્મના અભિનેતા હશે, આપણી સાથે પણ એવું જ બનતું હોય છે ને કે આપણે જે રીતે અસલ જીવનમાં દેખાતા હોઈએ તેના કરતા આપણા આધારકાર્ડમાં આપણે સાવ અલગ હોઈએ, એવું જ આ ફિલ્મી સીતારાઓનું પણ છે તો ચાલો જોઈએ કેવા દેખાય છે આ અભિનેતાઓ.

1.રિતેશ દેશમુખ:
બોલીવુડનો ચોકલેટી હીરો જે આવનારી ફિલ્મ “હાઉસફુલ-4″માં જોવા મળશે એવા રિતેશ દેશમુખનો ફોટો આધારકાર્ડમાં જોઈને તમને માનવામાં જ નહિ આવે કે આ રિતેશ છે. તે કોઈ સામાન્ય માણસ જેવો જ આધારકાર્ડમાં દેખાય છે.

2. પ્રભાસ:

ફિલ્મ “બાહુબલી” આવ્યા બાદ તો પ્રભાસના સૌ કોઈ દીવાના થઇ ગયા. તેના ચાહકો પણ વધવા લાગ્યા અને તેમાં પણ છોકરીઓને તો પ્રભાસ ખાસ આકર્ષિત કરી રહ્યો છે. હેન્ડસમ અને તાકાતવર દેખાવવા વાળા પ્રભાસનો આધારકાર્ડનો ફોટો અત્યારે વાયરલ થઇ રહ્યો છે.

3. શાહરુખ ખાન:

કિંગ ખાનના નામથી જાણીતા થયેલા બોલીવુડના સૌથી પ્રખાત અભિનેતા એટલે શાહરુખ ખાન. ભારતમાં જ નહિ શાહરૂખના ચાહકો તમને આખા વિશ્વમાં મળી જશે. પોતાના રોમાન્ટિક અંદાઝ અને આગવા અભિનયના કારણે સર્કસથી લઈને બૉલીવુડ સુધીના પ્રવાસમાં શાહરુખ કેટલાય લોકોના દિલ જીતી ગયો. શાહરુખ પોતાના પાસપોર્ટની અંદર સાવ અલગ દેખાઈ રહ્યો છે.

4. ઐશ્વર્યા રાય બચ્ચન:

બચ્ચન પરિવારની વહુ અને બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. મિસવર્લ્ડ અને મિસ ઇન્ડિયાનો એવોર્ડ મેળવવા વાળી ઐશ્વર્યા હકીકતમાં પણ એટલી જ સુંદર છે પરંતુ તેના પાસપોર્ટમાં રહેલા ફોટામાં જોઈને તે કોઈ સામાન્ય મહિલા હોય એવું જ લાગે છે.

5. કંગના રાણાવત:

કંગના રાણાવત બોલીવુડની ક્વિન છે. તે જેવી ફિલ્મી પડદા ઉપર દેખાય છે તેવી જ પોતાના અસલ જીવનમાં પણ દેખાઈ રહી છે. પોતાના આગવા અંદાઝ અને વાકછટાથી તેને ફિલ્મ જગતમાં રાજ કર્યું છે, લોકો તેના ચાહકો બન્યા છે પરંતુ કંગનાના પાસપોર્ટમાં રહેલા ફોટામાં તે એકદમ શાંત અને શરમાળ દેખાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.