આ 5 સંસ્કારી સેલિબ્રિટીએ તોડ્યો હતો ‘નો કિસ’ નો નિયમ..ફિલ્મમાં હોંઠ પર હોંઠ ચડાવીને નિયમોના ધજાગરા ઉડાવી દીધા- જુઓ
બોલિવૂડમાં આવા ઘણા સેલેબ્સ છે. જેમણે કસમ લીધી હતી કે તેઓ ક્યારેય ઓનસ્ક્રીન કિસ નહીં કરે પરંતુ સમય અને વાર્તાની માંગ જોઈને તેમણે પોતાની કસમ તોડવી પડી. જાણો એવા સ્ટાર્સ વિશે જેમણે વર્ષો પછી પોતાના નિયમો તોડ્યા.
બોલિવૂડ સ્ટાર ફિલ્મોને હિટ બનાવવા માટે સખત મહેનત કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ફિલ્મની વાર્તાની માંગને ધ્યાનમાં રાખીને તેને મોટા પડદા પર પણ આવું જ કંઈક કરવું પડે છે. જે તેમને પસંદ નથી. જેમ કે ઓનસ્ક્રીન કિસ કરવી.
બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાની શરૂઆતની ફિલ્મી કારકિર્દીથી ઘણા વર્ષો સુધી કિસિંગ સીન કર્યા હતા નહિ પરંતુ બાદમાં તેમણે તેમની શરતોથી આગળ વધીને પોલિસી તોડવી પડી હતી. મીડિયા અહેવાલ મુજબ કેટલાક એવા સેલેબ્સ છે જેમણે ઓન સ્ક્રીન કિસિંગ સીન આપીને તેમની પોલિસી તોડી હતી. આજે અમે તમને બોલીવુડના કેટલાક આવા સુપરસ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1.અજય દેવગન : ઘણી વખત ફિલ્મોમાં અજય દેવગન જોરશોરથી એક્શન કે ફુલ ઓન કોમેડી કરતા જોવા મળ્યા છે. 25 વર્ષની કારકિર્દીમાં અજય દેવગને કિસ સીન આપ્યો નથી. પરંતુ તેણે પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘શિવાય’ માટે આ પોલિસી તોડી. જોકે અજયનું કહેવું છે કે તેણે ક્યારેય એવું લખ્યું નથી કે તે કોઈ સીન નહીં કરે. આવી પરિસ્થિતિ ક્યારેય આવી જ હતી નહિ.
2.એશ્વર્યા રાય બચ્ચન : એશ્વર્યા રાય મોટા પડદા પર ઇન્ટીમેન્ટ સીન કરવાનું ટાળે છે. એશ્વર્યાએ અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા ત્યારે તેણે કસમ લીધી હતી કે તે ઓનસ્ક્રીન કોઈપણ અભિનેતાને કિસ નહીં કરે. પરંતુ ફિલ્મ ‘ધૂમ 2’માં એશ્વર્યાની કસમ તૂટી ગઈ હતી. એશ્વર્યાએ ફિલ્મમાં અભિનેતા હૃતિક રોશનને કિસ કરી હતી. જેના પર ભારે હોબાળો મચી ગયો હતો.
3.કરીના કપૂર ખાન : સૈફ સાથે લગ્ન કર્યા બાદ કરીનાએ તેના કોન્ટ્રાક્ટ કલમમાં નો કિસ સીન ઉમેર્યું હતું. જોકે તે પહેલા કરીના ઘણા કિસિંગ સીનને લઈને ચર્ચામાં રહી હતી. 2016માં કી એન્ડ કા માટે કરીનાએ પોતાની પોલિસી બદલી અને અર્જુન કપૂર સાથે જોરદાર કિસિંગ સીન આપ્યા હતા.
4. શાહરુખ ખાન : શાહરૂખ ખાનને બોલીવુડમાં રોમાન્સ કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ શાહરૂખની પણ એક શરત હતી કે તે મોટા પડદા પર કોઇ હિરોઇનને કિસ નહીં કરે. શાહરૂખની આ પોલિસી ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં તૂટી ગઈ હતી. શાહરૂખ ફિલ્મમાં કેટરીના કૈફને કિસ કરતો જોવા મળ્યો હતો.
5. સૈફ અલી ખાન : કરીના કપૂર સાથે લગ્ન કર્યા પછી, સૈફ અલી ખાને પણ ઓનસ્ક્રીન કિસ નહિ કરવાની પોલિસી અપનાવી હતી. પરંતુ તે લાંબા સમય સુધી આ પોલિસી પર રહી શક્યો નહીં. તેણે પડદા પર કંગના રનૌત સાથે કિસિંગ સીન આપીને પોતાનો નિયમ તોડ્યો હતો.