મનોરંજન

છૂટાછેડા લીધા પછી બીજીવાર લગ્ન કરવાની હિમ્મત ન કરી શક્યા 8 સિતારાઓ, 7 નંબર સાથે બહુ ખોટું થયું

એમ તો લગ્ન એક અતૂટ બંધન છે, જેને નિભાવવાની દરેકની ફરજ હોય છે. જો એક વાર લગ્ન કર્યાં, તો પછી દરેક દંપતી તેમના જીવન અને બાળકોમાં ખોવાઈ જાય છે અને ખુશીથી પોતાનું જીવન પસાર કરે છે. પણ જો લગ્નજીવનમાં અણબનાવ આવે છે, તો નોબત છૂટાછેડા સુધી પહોંચે છે. સામાન્ય લોકોના જીવનમાં આવું ઓછું બનતું હોય છે પણ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગ્ન, છૂટાછેડા, પ્રેમ સંબંધ અને બ્રેકઅપની વાતો અને સમાચાર મોટાભાગે સાંભળવા મળે છે. કેટલાક સિતારાઓના લગ્ન સફળ રહયા છે તો કેટલાકના લગ્ન નિષ્ફળ પણ થયા છે. ત્યારે આજે એવા જ સિતારાઓ વિશે વાત કરીએ કે જેમને લગ્ન કર્યા પછી છૂટાછેડા થયા અને એ પછી તેમને ફરી ક્યારેય લગ્ન નથી કર્યા.

1. પૂજા બેદી

Image Source

અભિનેત્રી પૂજા બેદી અને ફરહાન ફર્નિચરવાલા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને બંનેએ 1994માં લગ્ન કરી લીધા હતા. તેમને જોઈને એવું જ લાગતું કે તેઓ એક સારા કપલ છે પણ ક્યારેક કોઈના વચ્ચે કોઈ પણ સમસ્યા થઇ જાય છે. લગ્નના એટલા વર્ષો બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો, જે પછી ફરહાને તો લગ્ન કરી લીધા પણ પૂજાએ આજ સુધી એક જ રહેવું પસંદ કર્યું છે.

2. કરિશ્મા કપૂર

Image Source

કરિશ્મા કપૂર બોલીવુડની જાણીતી અભિનેત્રી છે, પરંતુ તેમનું લગ્ન જીવન બહુ સારું નહોતું. હા, કરિશ્મા અને સંજય કપૂરે ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા હતા, પરંતુ આખરે આ સંબંધ તૂટી ગયો. જણાવી દઈએ કે તેમના બે બાળકો પણ છે, પરંતુ કેટલાક અંગત મુદ્દાઓને કારણે બંનેના છૂટાછેડા થઈ ગયા, જેના પછી સંજય કપૂરે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા, પરંતુ કરિશ્મા હજી પણ એકલી છે.

3. રિતિક રોશન

Image Source

રિતિક રોશન અને તેની પત્ની સુઝાન ખાન તેમના લગ્ન બાદ થોડો સમય ખૂબ જ ખુશ હતાં. પરંતુ અચાનક જ બંનેએ 17 વર્ષના લગ્નને તોડીને છૂટાછેડા લઇ લીધા અને તેમના સંબંધો તોડી દીધા. આ લગ્નથી બંનેને બે પુત્રો છે. આ બંને છૂટાછેડાનું કારણ એ હતું કે રિતિકનું બોલિવૂડ ક્વિન કંગના રનૌત સાથેના સંબંધો અને સુઝાનના અર્જુન રામપાલ જેવા કલાકારો સાથે વધતા સંબંધો હતા. છૂટાછેડા પછી પણ, બંનેના સારા સંબંધ છે, પરંતુ બંનેએ ફરી લગ્ન કર્યા નથી.

4. મનીષા કોઈરાલા

Image Source

90ના દાયકાની ફિલ્મોની ખૂબ જ સુંદર અભિનેત્રી મનીષા કોઈરાલાએ વર્ષ 2010માં નેપાળના પ્રખ્યાત ઉદ્યોગપતિ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા. પરંતુ મનીષાના લગ્ન પણ લાંબા સમય સુધી ટક્યા નહીં, ત્યારબાદ 2012માં મનીષા છૂટાછેડા લઈને ભારત આવી હતી. પરંતુ આજ સુધી તેને બીજા લગ્ન વિશે વિચાર્યું પણ નથી.

5. પૂજા ભટ્ટ

Image Source

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની મોટી બહેન પૂજા ભટ પણ 90ના દાયકાની ફિલ્મોની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. તેને વર્ષ 2003માં મનીષ માખીજા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 9 વર્ષ બાદ પૂજાએ તેના પતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી પૂજાને કોઈ સારો વર મળ્યો નથી.

6. સંગીતા બિજલાની

Image Source

સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સંગીતાએ સલ્લુને છોડીને 90ના દાયકામાં ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના વર્ષો પછી 2010માં બંનેએ છૂટાછેડા લીધા હતા. પરંતુ લછૂટાછેડા પછી પણ સંગીતાને બીજા લગ્ન કરવામાં કોઈ રસ નથી. વળી, આજે પણ તે એકદમ યુવાન અને સુંદર લાગે છે.

7. અમૃતા સિંહ

Image Source

90ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રી અમૃતા સિંહે 1991માં પટૌડી વંશના પુત્ર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. અમૃતા સૈફ કરતા 12 વર્ષ મોટી હતી. તેમ છતાં બંનેએ લવ મેરેજ કર્યા હતા. આ લગ્નથી અમૃતા અને સૈફના બે સંતાન છે. જેમાંથી બિન્દાસ અભિનેત્રી સારા અલી ખાને સુપરહિટ ફિલ્મ ‘કેદારનાથ’ થી ડેબ્યૂ કર્યું હતું. પોતાના 13-વર્ષના લગ્ન તોડી નાખ્યા અને છૂટાછેડા દ્વારા એકબીજાથી અલગ થઈ ગયા. બંનેએ અચાનક જ તેમના 13-વર્ષના લગ્ન તોડી નાખ્યા અને છૂટાછેડા દ્વારા એકબીજાથી અલગ થઈ ગયા. સૈફ અલીએ બોલિવૂડના બેબો એટલે કે કરીના કપૂર સાથે લગ્ન કર્યા અને એક પુત્રનો પિતા બન્યો હતો. પરંતુ હજી પણ અમૃતા એકલા બાળકોને ઉછેરે છે, અને તેને કદી ફરી લગ્ન નથી કર્યા.

8. કલ્કી કોચલિન

Image Source

2009માં ફિલ્મ ‘દેવ ડી’ થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી કલ્કીએ આ ફિલ્મમાં ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું અને તેને ઘણાં ફિલ્મ એવોર્ડ મળ્યા હતા. 2011માં કલ્કી અને અનુરાગનાં લગ્ન થયાં, પરંતુ આ લગ્ન બહુ લાંબા ટકી શક્યાં નહીં અને 2015માં બંનેનાં છૂટાછેડા થઈ ગયા, ત્યારથી કલ્કી સિંગલ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.