મનોરંજન

બોલિવૂડના આ 10 સીતારાથી પાડોશી રહે છે પરેશાન, એકે તો લિફ્ટમાં જ કર્યો હતો પેશાબ

કહેવામાં આવે છે કે ‘પહેલો સગો પાડોશી’ પરંતુ પાડોશી જ કયારેક તકલીફનું કારણ બને તો શું કરવાનું બોલીવુડના સ્ટાર્સના પાડોશી બનવાનું બધા લોકોનું સપનું હોય છે. જો તમને તમારા ફેવરિટ સ્ટાર્સના ઘરની બાજુમાં રહેવા મળે તો તમને કેટલી ખુશી થાય એ તો તમે જ જાણો છો પરંતુ સ્ટાર્સની ભાગદોડવાળી જિંદગીના કારણે કયારેક પાડોશીઓને તકલીફ વેઠવાનો વારો પણ આવે છે. બૉલીવુડના પાડોશીઓની વાત સાંભળીને તમને લાગશે કે એ ક્યારે પણ બોલીવુડનું પાડોશી ના બનવું જોઈએ.

આવો જાણીએ ક્યાં સીતારાઓથી પાડોશીને તકલીફ પહોંચી હતી.

કરીના કપૂર: 

કરીના કપૂરે એક સમયે તેના ઘરમાં તેના ફિલ્મના એન્ડનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ સ્ક્રીનિંગ જોવા બોલીવુડના સિતારાઓ ઉમટી પડયા હતા. આ પાર્ટી મોડી રાત સુધી ચાલતા તેના પાડોશીઓને બિલકુલ સારું લાગ્યું ના હતું.

શાહરુખ ખાન :

બધા લોકો જાણે છે કે, શાહરુખ ખાનનો બંગલો કેટલો મોટો છે. શાહરુખ ખાને તેની વેનિટી વેન ઉભી રાખવા માટે ખોટી રીતે ટ્રેક બનાવ્યો હતો. જેના કારણે આસપાસના લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો. દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા બીએમસીએ શાહરુખ ખાનના અવૈદ્ય રેમ્પને તોડી નાખ્યો હતો.

રાની મુખર્જી

રાની મુખરજીની સોસાયટીની લિફ્ટનો ઉપયોગ ફક્ત તેના પરિવારજનો જ કરતા હતા. છતાં પણ કોઈએ ક્યારે પણ તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી ના હતી. છતાં પણ તેની આસપાસ રહેનારા લોકોને કોઈને કોઈ વાતની તકલીફ સહન કરવી પડતી હતી.

આદિત્ય પંચોલી

આદિત્યના એક મહેમાને તેના પાડોશીની જગ્યાએ તેની ગાડી ઉભી રાખી દીધી હતી. આ વાતને લઈને મોટાપાયે ઝઘડો થયો હતો. આઝઘડો એટલો વધી ગયો હતો કે, આદિત્યએ તેના પાડોશીનું નાક તોડી નાખ્યું હતું. પાડોશીએ આદિત્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

પ્રીતિ ઝિન્ટા

 

View this post on Instagram

 

हँसते हँसते , कट जाए रसते ….🤩🔥❤️ #ting

A post shared by Preity G Zinta (@realpz) on

પ્રીતિ ઝિન્ટા વિરુદ્ધ પણ તેના પાડોશીઓએ ફરિયાદ દાખલ કરી હતી. પાડોશીઓની ફરિયાદ હતી કે, પ્રીતિ તેના સ્ટેટ્સનો ખોટો ઉપયોગ કરે છે. પાડોશીએ કહ્યું હતું કે, જયારે પ્રીતિ સોસાયટીના બગીચા કે સ્વીમીંગ પુલમાં હોય તો તેના બાઉન્સર પણ તેની સાથે જતા હતા. પાડોશીઓનું કહેવું છે કે, પ્રીતિના બાઉન્સર તેના બાળકોને બગીચા અને સ્વિમિંગ પુલમાં જવાથી રોકતા હતા.

રણબીર કપૂર:

 

View this post on Instagram

 

back

A post shared by Ranbir Kapoor (@ranbirkapoor) on

જણાવી દઈએ કે, રણબીર કપૂરનું જયારે કેટરીના સાથે બ્રેકઅપ થયા બાદ રણબીર બહુજ પાર્ટી કરતો હતો. રણબીર પાર્ટી દરમિયાન વધારે અવાજમાં મ્યુઝિક ચલાવતો હતો. ત્યારે તેના પાડોશીઓએ રણબીરને અવાજ ઓછો કરવા માટે કહ્યું હતું. પરંતુ રણબીરે આ વાત ના સાંભળતા તેના પાડોશીઓએ ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.

સલમાન ખાન:

 

View this post on Instagram

 

Spending time with the most loving, loyal and selfless species.

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

દબંગ ખાનની એક ઝલક મેળવવા માટે લોકો ઉત્સુક હોય છે. પરંતુ સલમાનની હરકતના કારણે તેના પાડોશીઓને તકલીફ સહન કરવાનો વારો આવે છે. એક વાર સલમાન ખાને તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની નીચે વેનિટી વેન ઉભી રાખી હતી, જેના કારણે તેના પાડોશીઓએ તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

ઐશ્વર્યા રાય:

 

View this post on Instagram

 

⏱💐Longines Family wishing All Seasons Greetings with all our love always ✨💝✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

જયારે ઐશ્વર્યા અને સલમાન રિલેશનશિપમાં હતા ત્યારે ઐશ્વર્યા લોખંડવાલામાં રહેતી હતી. આ દરમિયાન એક દિવસ સાંજે સલમાન ખાન ઐશ્વર્યાના ઘરની સામે ખુબ જ ડ્રામા કરી તેનો દરવાજો ખટખટાવતો હતો. ઐશ્વર્યાએ દરવાજો ના ખોલતા તેના પાડોશીઓએ ઐશ્વર્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

શાહીદ કપૂર :

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

શાહિદ કપૂરના ઘરનું રીનોવેશન લગભગ 2 મહિના જેટલું ચાલ્યું હતું. આ દરમિયાન અવાજથી પરેશાન થઈને પાડોશીઓએ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી હતી. સાથે જ શાહિદ કપૂરના ઘરે જે મજૂરો કામ કરતા હતા તે પાડોશીઓની દીવાલ પર પેશાબ કરી જતા હતા. આ વાતને લઈને પાડોશીઓએ ત શાહિદ વિરુધ્દ ફરિયાદ દાખલ કરી હતી.

શકિત કપૂર:

 

View this post on Instagram

 

😎 Love To All ♥️

A post shared by Shakti Kapoor (@shaktikapoor) on

ફિલ્મોમાં વિલન બનનાર શકિત કપૂરે અસલ જિંદગીમાં પણ પાડોશીઓ માટે વિલન જ છે. ખબરોનું માનીએ તો શક્તિ કપૂર પર આરોપ લગાડવામાં આવ્યો હતો કે તેને લિફ્ટમાં પેશાબ કરી લીધો હતો. આ સિવાય તેને ઍપાર્ટમેન્ટમાં ખુલ્લા શરીરે ફરતા હતા. પરંતુ આ બધા આરોપોનો શક્તિ કપૂરે સ્વીકાર કરી લીધો હતો. કહેવામાં આવે છે કે, શકિત હાલમાં તેમાં પાડોશીઓ સાથે સારી રીતે રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.