ઓહોહો શું વૈભવી બાથરૂમ છે…!!! રાજા મહારાજા જેવી જિંદગી જીવે છે બોલીવુડના સિતારાઓ- જુઓ PHOTOS
બોલિવુડની દુનિયા ચમક દમકથી ભરેલી છે. અહીંના સ્ટાર્સના મોંઘા ડિઝાઇનર આઉટફિટ્સ, શાનદાર જ્વેલરી અને સ્ટાઇલિશ અંદાજના લોકો દીવાના છે. સોશિયલ મીડિયા પર તેમના ચાહકો ઘણા છે. કોરોના લોકડાઉનમાં આપણને તેમના સાથે જોડાયેલ વધુ વાતો જાણવાનો મોકો મળી ગયો. ત્યારે આ સ્ટાર્સના બાથરૂમની પણ ઝલક જોવા મળી.
1.દીપિકા પાદુકોણ : જેવું જ ભારતમાં લોકડાઉન થયુ કે મશહૂર હસ્તિઓએ હૈંડ્સ ચેલેન્જ લીધુ અને હાથ ધોવાના મહત્વને વધારવા માટે વીડિયો પોસ્ટ કર્યા. દીપિકા પાદુકોણે પણ આવુ જ કર્યુ. ત્યારે જ દીપિકાના શાનદાર બાથરૂમની ઝલક જોવા મળી હતી. જે ઘણુ ખૂબસુરત હતુ.
2.કેટરીના કૈફ : કેટરીના કૈફના બાથરૂમનું ઇંટીરિયર ઘણુ સારુ છે. તેની અંદર લાકડા અને માર્બલના સેલ્ફ પણ લાગેલા છે. કેટરીનાએ બાથરૂમની અંદરથી એક તસવીર શેર કરી હતી, જે ઘણી વાયરલ થઇ હતી. કેટરીનાનું બાથરૂમ ઘણુ શાનદાર અને ખૂબસુરત છે.
3.પ્રિયંકા ચોપરા : બોલિવુડથી લઇને હોલિવુડ સુધી પોતાની એક અલગ ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપરા ગ્લોબલ સ્ટાર છે. તેના બાથરૂમે જોઇને લાગે છે કે તેમાં ઘણુ વધારે બતાવવા માટે કંઇ નથી. બાથરૂમની દિવાલો વ્હાઇટ ટેક્સચરમાં છે, જેની સાથે એક ક્યુટ લેમ્પ પણ જોઇ શકાય છે.
4.જાહ્નવી કપૂર : બોલિવુડમાં ઘણા ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવનાર દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરનું બાથરૂમ ઘણુ રોયલ્ટી સાથે ભરેલુ છે. જેમાં દૂધ જેવું સફેદ બાથટબ અને તેની સાથે ગોલ્ડન કલરની ટેબ જોવા મળી રહી છે. જાહ્નવીનું બાથરૂમ દેખાવમાં ઘણુ લગ્ઝરી અને ખૂબસુરત છે.
5.દીયા મિર્ઝા : દીયા મિર્ઝાનો પ્રકૃતિ પ્રેમ કોઇનાથી છૂપાયો નથી. તેની એક ઝલક તેના બાથરૂમમાં પણ જોવા મળે છે. જયાં મિરર પાસે એક પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. જે ખૂબ જ આકર્ષક છે.
6.કાયલી જેનર : હોલિવુડ સ્ટાર કાયલી જેનરે પણ તેના બાથરૂમની તસવીર શેર કરી છે. તેનું બાથરૂમ વ્હાઇટ કલરનું છે, જેમાં મોટી મોટી વિંડો જઇ શકાય છે. આ સાથે જ બાથરૂમમાં મોટો મિરર પણ છે. તેનું બાથરૂમ પણ ઘણુ શાનદાર છે.
7.કોર્ટની કર્દાશિયાં : તેનું બાથરૂમ પણ ઘણુ મોટુ છે. જેને કેટલીક પેંટિગ્સ અને તસવીરોથી સજાવવામાં આવ્યુ છે. તેમાં ગોલ્ડન કલરનું શાનદાર બાથટબ પણ જોવા મળે છે. વોલ્સને ગ્રે કલરના માર્બલથી ફ્રેમ કરવામાં આવી છે.
8.કિમ કર્દાશિયાં : કિમે તેના બાથરૂમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરોમાં જોઇ શકાય છે તે તેના બાથરૂમમાં એક મોટો મિરર છે, જેમાં તે તેની તસવીર લઇ રહી છે. આ સાથે જ બાથટબ અને સિંક સ્કવેયર શેપમાં છે.