મનોરંજન

મલાઇકથી લઈને અર્જુન સુધી, છૂટાછેડા લીધા પછી આ 5 સેલિબ્રિટીએ ચાલુ કર્યું નવું લફરું

આ 5 સેલિબ્રિટીએ તલાક લીધા પછી ચાલુ કર્યું નવું લફરું

બોલીવુડમાં અફેર થવાનું ત્યારબાદ લગ્ન થવા ત્યારબાદ અલગ થવું અને બાદમાં પ્રેમ પડવું સામાન્ય થઇ ગયું છે. આજે બોલીવુડમાં ઘણા એવા કપલ છે જે અલગ થઇ ગયા બાદ પણ સારા મિત્રો છે. તો ઘણા સેલેબ્સ એવા પણ છે જે અલગ થઇ ગયા બાદ પણ ફરીથી તેને પ્રેમ થઇ ગયો હોય.
આવો જાણીએ એ સેલેબ્સ વિષે.

1. અરબાઝ ખાન

 

View this post on Instagram

 

Happy birthday Giorgia ❤️

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial) on

અરબાઝ ખાને મલાઈકા સાથે 1998માં લગ્ન કર્યા હતા, બન્નેને એક પુત્ર પણ છે. પરંતુ કોઈ પણ કારણોસર બંને 2016માં અલગ થઇ ગયા હતા. અરબાઝ મલાઈકાથી અલગ થયા બાદ જોર્જિયા એડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. બન્ને ઘણી વાર સાથે જોવા મળે છે. ખબર તો એવી પણ મળી રહી છે કે, બન્ને આવતા વર્ષ સુધીમાં લગ્ન ગ્રંથીથી બંધાઈ જશે.

2. કલ્કી કોચલીન

કલ્કિ કોચલીન 2011માં અનુરાગ કશ્યપ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. બન્નેનું લગ્ન જીવન થોડા સમય સુધી જ ચાલ્યું હતું, ત્યારબાદ બન્ને અલગ થઇ ગયા હતા. કશ્યપથી અલગ થયા બાદ કલ્કિ ગાઈ હર્ષબર્ગ સાથે રિલેશનશિપમાં આવી હતી, કલ્કિનો બોયફ્રેન્ડ ગાઈ હર્શબર્ગ ઇઝરાયલનો છે. કલ્કિ હર્ષબર્ગના બાળકની માતા બનશે. હાલ કલ્કી પ્રેગનેંન્ટ છે.

3. મલાઈકા અરોરા

મલાઇકા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા, બન્નેને એક પુત્ર પણ છે. પરંતુ કોઈ પણ કારણોસર બંને 2016માં અલગ થઇ ગયા હતા. અરબાઝથી અલગ થયા બાદ મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. બનેંએ થોડા સમય પહેલા જ તેની રિલેશનશિપને ઓફિશિયલ કરી દીધી હતી. બન્ને ઘણી વાર સાથે જોવા મળે છે.

4. ફરહાન અખ્તર

ફરહાન અખ્તર અધુના ભબાની સાથે 2000માં લગ્ન કર્યા હતા. લગ્નના 15 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો ફેંસલો કર્યો હતો. ફરહાને અધુનાથી અલગ થયા બાદ શિવાની દાંડેકર સાથે રિલેશનશીપમાં આવ્યો હતો. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે, બન્ને લગભગ 2020માં લગ્નગ્રંથિથી જોડાઈ જશે.

5. અર્જુન રામપાલ

 

View this post on Instagram

 

Blessed to have you and start all over again….thank you baby for this baby 👶🏽

A post shared by Arjun (@rampal72) on

અર્જુન રામપાલે 1998માં મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. 29 મે 2018માં બન્નેએ લગ્નના 20 વર્ષ બાદ અલગ થવાનો ફેંસલો કર્યો હતો. બન્નેએ હજુ સુધી સંબંધ તૂટવાનો ખુલાસો નથી કર્યો. મીડિયા રિપોર્ટ પ્રમાણે અર્જુન અને મેહરના તલાક થયા છે કે નહીં તેને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી સામે નથી આવી. પરંતુ અર્જુન રામપાલ ગ્રેબિએલા સાથે રિલેશનશિપમાં છે. ગ્રેબિએલાથી તેને એક દીકરો પણ છે.