મનોરંજન

આ 11 બૉલીવુડ સિતારાઓ ચુસ્ત માંસાહારી છે, બે હાથે ખાય છે નોનવેજ- જાણો કોણ કોણ છે લિસ્ટમાં

ચિકન, મટન ખાવાના શોખીન છે આ મોટા મોટા બોલીવુડ સેલિબ્રિટીઓ, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

આજના સમયમાં માંસનું સેવન ખૂબ જ સામાન્ય થઇ ગયું છે, ત્યારે લોકો સ્વાસ્થ્ય માટે પણ નોનવેજ ખાતા હોય છે. બોલિવૂડમાં એક તરફ કેટલાક સિતારાઓ નોનવેજ ખાવાનું છોડીને વેજિટેરિયન બની રહયા છે ત્યારે હજુ પણ કેટલાક સિતારાઓ છે કે જેમને માંસ ખાવું ખૂબ જ પસંદ આવે છે. તો આજે આપણે જોઈએ કે કયા-કયા બોલિવૂડ સિતારાઓને નોનવેજ ખાવું પસંદ છે.

Image Source

શાહરુખ ખાન – બોલિવૂડનો બાદશાહ શાહરુખ ખાન જરા પણ ફૂડી નથી, પણ જો તેની મનપસંદ ડીશ વિશે વાત કરવામાં આવે તો એ ચિકન છે. તેને તંદૂરી ચિકન અને ચિકન ટિકા ખૂબ જ પસંદ છે. તેનું કહેવું છે કે તે શુદ્ધ માંસાહારી છે અને શાકાહાર ટાળે છે. તે લંચમાં તંદૂરી ચિકન અને રાતે ડિનરમાં ફરીથી તંદૂરી ચિકન સાથે રોટલી કે નાન ખાવું પસંદ કરે છે.

Image Source

બિપાશા બાસુ – બંગાળી બ્યુટી બિપાશા બાસુ એક સમૃદ્ધ બંગાળી ભોજન ખાઈને મોટી થઇ છે. તે ભલે ફીટનેસ ફ્રીક છે પણ બિરયાની આજ સુધી તેને પસંદ છે! તેને પોતાનું ભોજન ફિશ વગર અધૂરું લાગે છે. તે ફિશની દરેક ડીશ ખાય છે. એ પછી ભલે તળેલી હોય કે શેકેલી હોય. તેને પ્રોન અને મેંગ્લોરિયન કરી પણ ખાવાનું પસંદ છે. જોકે તેણે સીફૂડ વધુ ભાવે છે.

Image Source

દીપિકા પાદુકોણ – દીપિકા પાદુકોણને સીફુડ ખાવાની મજા આવે છે. સવારના નાસ્તામાં તે ભલે ઢોસા, ઉપમા અને પૌવા લેતી હોય, પણ તેને લંચમાં સ્ટિમ્ડ ફિશ અને ગ્રિલ્ડ વેજિટેબલ્સ લેવાનું પસંદ છે. તેને નાસ્તામાં ઘણીવાર ચિકન ટીક્કા ખાવા પણ પસંદ છે. જયારે તે મિત્રોને ડિનર પર બોલાવે છે ત્યારે તે બાસા ફિશ બનાવે છે.

Image Source

રણબીર કપૂર – બોલિવૂડ એક્ટર રણબીર કપૂર જે હાલમાં તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને આલિયા ભટ્ટ સાથેના તેના સંબંધો માટે ચર્ચામાં છે. તે માંસનો ખૂબ જ શોખીન છે. ચિકન લોલીપોપ તેમની પ્રિય વાનગી છે.

Image Source

વરૂણ ધવન – બોલીવુડ અભિનેતા વરૂણ ધવન, જે આજકાલ તેની આગામી ફિલ્મ કુલી નંબર 1 ના શૂટિંગમાં વ્યસ્ત છે, તે પણ ખૂબ જ ચિકન ખાવાનું પસંદ કરે છે. તેણે એકવાર કહ્યું કે ચિકન તેની પ્રિય વાનગી છે.

Image Source

પરિણીતી ચોપરા – બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા પંજાબી પરિવારમાંથી આવે છે અને દરેક પંજાબીની જેમ તે પણ માંસ ખાય છે. તેને બટર ચિકન અને ઇટાલિયન ફૂડ વધુ ભાવે છે. તેનું વજન ખૂબ જ વધારે હતું, અને વજન ઘટાડવા માટે તેને ડાયેટિંગ કરવી પણ શરુ કરી હતી, પણ નોનવેજ નથી છોડ્યું.

Image Source

જોન અબ્રાહમ – બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ બોલિવૂડની ફિલ્મોમાં તેની ફિટ બોડી માટે જાણીતો છે. આ શરીરને જાળવવા માટે માંસનું સેવન જરૂરી હોય છે. તેથી જોન અબ્રાહમ પણ માંસાહારી વાનગીઓ ખાય છે.

Image Source

સૈફ અલી ખાન – બોલીવૂડના નવાબ સૈફ અલી ખાનને નોનવેજ ફૂડ ખૂબ જ ભાવે છે, તેની પત્ની કરીના કહે છે કે તે માંસ ખાધા વિના રહી શકતો નથી. તેને બટર ચિકન નાન, ફ્રાઈડ ભીંડા અને દહીં સાથે ખૂબ જ ભાવે છે. તે માત્ર એક જ ટાઈમ વેજ ખાઈ શકે છે.

Image Source

અક્ષય કુમાર – બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષયને પણ ચિકન ખૂબ જ પસંદ છે. અક્ષય ખૂબ જ માંસ ખાય છે અને તેમની ફેવરેટ ડીશ બિરિયાની છે.પછી રિપોર્ટમાં આવ્યું કે અક્ષય કુમાર 2019 થી વેજીટેરીયન થઇ ગયો

Image Source

સુષ્મિતા સેન – મિસ યુનિવર્સનો તાજ પહેરેલી પ્રથમ ભારતીય મહિલા, આપણી બંગાળી બ્યુટી સુષ્મિતા સેનને ફિશ ખૂબ જ ભાવે છે. તે ખરેખર માત્ર ફિશ ખાઈને પણ ગુજારો કરી શકે છે! તેની ફેવરેટ ડીશ જાપાનીસ સુશી છે, એ સવાર, બપોર અને રાત આ જ ખાઈ શકે છે. તેને પંજાબી ફૂડ અને હૈદરાબાદી બિરિયાની પણ પસંદ છે.

Image Source

સલમાન ખાન – બોલીવૂડના દબંગ અભિનેતા સલમાન ખાન પણ ખાવાના ખૂબ જ શોખીન છે. સલમાને જ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બિરિયાની ખાધા વિના રહી શકતા નથી. સલમાન પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે રોજ ચિકન જરૂર ખાય છે.