મનોરંજન

પ્રેમમાં પાગલ થઈને આવી હરકતો કરતા હતા આ 5 સેલિબ્રિટી, કોઈ લોહીથી પ્રેમપત્ર લખતું અને કોઈ….

બોલિવૂડની પોતાની એક અલગ જ દુનિયા છે, જેમાં ઘણા રહસ્યો હશે, જે આપણને નહિ ખબર હોય. ઘણા સિતારાઓ વિશેની ઘણી એવી વાતો હશે કે જે આપણે નહિ જાણતા હોઈએ. તેઓ કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં રહેતા હોય છે. તેમના સંબંધો બનવા-તૂટતાં રહેતા હોય છે, ઘણીવાર તેમના બ્રેક-અપ લિંક અપની ખબરો આવતી રહેતી હોય છે. બોલિવૂડમાં સૌથી વધુ અફેર અને છૂટાછેડાની ખબરો આવતી રહે છે અને કેટલાક બોલીવૂડના સિતારાઓ તો લગ્ન કરવાનો રેકોર્ડ પણ તોડી ચુક્યા છે.

આજે આપણે એવા સિતારાઓ વિશે વાત કરીશું કે જેમને પ્રેમમાં પાગલ થઈને બધી જ હદો પર કરી દીધી હતી.

1 – ઐશ્વર્યા રાય

Image Source

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી તો જગ જાહેર છે, પણ એક મેગેઝીનમાં છપાયેલા એક અહેવાલ અનુસાર, ઐશ્વર્યાના માતાપિતાને તેમની વચ્ચેના આ સંબંધો મંજૂર ન હતા અને તેઓ ઐશ્વર્યા પર સલમાનથી દૂર રહેવાનું દબાણ પણ કરતા હતા. આ વાતથી જ રિસાઈને ઐશ્વર્યાએ પોતાના માતાપિતાનું ઘર છોડી દીધું હતું અને બોમ્બેના લોખંડવાલામાં બ્રુક હિલ ટાવરના એક એપાર્ટમેન્ટમાં એકલી અલગ રહેવા જતી રહી હતી.

2 – ધર્મેન્દ્ર

Image Source

4 બાળકોના પિતા હોવા છતાં ધર્મેન્દ્રનું દિલ હેમા માલિની પર આવી ગયું હતું. હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેઓ પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપવા માંગતા ન હતા અને હિન્દ ધર્મમાં બે લગ્ન કરવાની મંજૂર ન મળે એટલે તેમને ઇસ્લામ અપનાવ્યો અને હેમા માલિની સાથે લગ્ન કર્યા.

3 – આમિર ખાન 

Image Source

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા સુપર સ્ટાર અભિનેતા આમિર ખાન પોતાના પાડોશમાં રહેતી રીના દત્તાને પ્રેમ કરવા લાગ્યા હતા. એન તેમના પ્રેમમાં પાગલ તેમને પત્રો પણ પોતાના લોહીથી લખ્યા હતા. પછી બંનેએ ભાગીને લગ્ન કર્યા અને અત્યારે બંનેના છૂટાછેડા પણ થઇ ગયા છે. આમિર ખાને બીજા લગ્ન કિરણ રાવ સાથે કર્યા છે.

4 – જયાપ્રદા

Image Source

જયાપ્રદા બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી રહી ચુકી છે, અને તેમને હિટ ફિલ્મો આપી છે. પણ એક સમય હતો કે જયારે જયાપ્રદા પહેલીથી જ પરિણીત અને બે બાળકોના પિતા પ્રોડ્યુસર શ્રીકાંત નહાટાના પ્રેમમાં એ રીતે પાગલ હતી કે તેમના ઘરે રહેવા ચાલી ગઈ હતી. પછી શ્રીકાંતે પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈને જયાપ્રદા સાથે લગ્ન કર્યા હતા.

5 – રવીના ટંડન

Image Source

રવીના ટંડન અને અજય દેવગણ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ બંને ક્યારેય એક ન થઈ શક્યા. જયારે અજયના જીવનમાં કરિશ્મા કપૂર આવી તો તે રવીનાથી અલગ થઈ ગયા અને તેને કારણે જ રવીના ડિપ્રેશનમાં પણ ચાલી ગઈ હતી. અજય સાથે બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં આવીને રવીનાએ આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.