અજબગજબ જાણવા જેવું મનોરંજન

બોલિવૂડના લગ્ન પ્રસંગે સેલિબ્રિટીઓ કવરમાં આપે છે આટલાં રૂપિયા, જે જાણીને તમે ચોંકી જશો!

ગયા વર્ષે બોલિવૂડમાં ઘણા લગ્નો થયા, જેમાં અનુષ્કા-વિરાટ, સોનમ-આનંદ, દીપિકા-રણવીર, પ્રિયંકા-નિકનો સમાવેશ થાય છે. લગ્ન પછી એ લોકોએ એક ભવ્ય ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં મોટા મોટા કલાકારોને આમંત્રણ આપ્યું હતું. આ સ્ટાર્સના લગ્ન સમારંભો ખૂબ જ હાઇ લેવલના યોજાય છે. જે જોઈને કોઈને પણ એમ જ થાય કે અમારા લગ્ન પણ આવી જ રીતે યોજવામાં આવે. આ લગ્ન પ્રસંગમાં મહાન હસ્તીઓ પણ સામેલ હોય છે. જે જોઈને એમ થશે કે આ લોકોને મોંઘી મોંઘી ગિફ્ટ ને તગડી રકમ મળતી હશે કવરમાં. સ્વાભાવિક છે કે એવું જ થાય, આટલાં મોટા લગ્ન સમારંભો અને આટલાં મહાન દિગ્ગજ મહેમાનો જોઈને. પરંતુ જ્યારે તમને સાચી હકીકતનો ખ્યાલ આવશે. ત્યારે તમે હેરાન પરેશાન થઈ જશો.

Image Source

જયારે આ સ્ટાર્સ કોઈના લગ્નમાં જાય છે તો શુકનના રૂપમાં કેટલા રૂપિયા આપે છે, એ વાતનો ખુલાસો થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને કર્યો હતો. અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે બોલિવૂડમાં શુકનના કવરનો એક રિવાજ છે. આ રિવાજ અંતર્ગત કવરમાં 101 રૂપિયા મુકવાની સીમા નક્કી છે. આ પાછળનું કારણ પણ તેઓએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે એકરૂપતા લાવવા માટે આવું નક્કી કરવામાં આવ્યું છે. તેમને કહ્યું હતું કે બોલિવૂડમાં શુકનના કવરનો એક રિવાજ છે જે હંમેશાથી ચાલતો આવી રહ્યો છે.

Image Source

બોલીવૂડના લગ્નોમાં આવનારા મહેમાનો માટે શુકનનું કવર એક સમસ્યા બની રહેતું હતું. લગ્નમાં આવનારા મહેમાનો એ જ દુવિધામાં રહેતા હતા કે કેટલા પૈસા કવરમાં મૂકીએ અને કેટલા નહિ. જુનિયર આર્ટિસ્ટ કે મેકઅપ મેન પોતાના સિનિયર સ્ટાર્સ અથવા નિર્માતાઓના લગ્નોમાં જવાથી સંકોચ કરતા હતા. આ જ દુવિધા અને સંકોચને કારણે શુકનના કવરમાં 101 રૂપિયા મુકવાનું ચલણ થયું અને મોટેથી લઈને નાના બધા જ કલાકારો માટે એક સીમા નક્કી થઇ ગઈ. આનાથી એકરૂપતા આવી અને કોઈને સંકોચ પણ નથી થતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks