ઈદ નિમિતે સલમાન ખાનની ફિલ્મ ભારત રિલીઝ થઇ છે ત્યાર મંગળવારના રોજ આ ફિલ્મનું પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ભારત ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે બીજા ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. ખાસ વાત આ છે કે આ પ્રીમિયરમાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ હાજરી આપી હતી. આ બધાના ચહેરા પર સલમાન ખાનની ફિલ્મના પ્રીમિયર પર આવવાની ખુશી જોવા મળે છે.
આ પ્રસંગે સલમાન ખાન કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા, તો અહીં તેઓની સાથે પોતાની ફિલ્મના પ્રીમિયર પર પહોંચેલા જેકી શ્રોફ પણ જોવા મળે છે. જેકી શ્રોફ આ ફિલ્મમાં સલમાન ખાનના પિતાના પાત્રમાં જોવા મળે છે.
View this post on Instagram
#salmankhan arrives for his film #bharat premiere #viralbhayani @viralbhayani
ભારત ફિલ્મના પ્રીમિયરમાં કેટરીના કૈફ કાળા રંગના આઉટફિટમાં જોવા મળી હતી. સલમાન ખાન સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજરે આવનારી અભિનેત્રી કેટરીના કૈફ આ પ્રસંગે ખુશ જોવા મળી હતી.
ફિલ્મના પ્રીમિયરમાં દિશા પટની સાથે તેમના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ પણ જોવા મળ્યા હતા. ટાઇગર શ્રોફ અહીં દિશા અને પિતા જેકી શ્રોફને સપોર્ટ કરવા માટે પહોંચ્યા હતા. આ પ્રસંગે બંનેની કેમેસ્ટ્રી ઘણી સારી નજરે પડતી હતી. ફિલ્મમાં દિશાનો મહત્વનો રોલ છે. દિશાએ પ્રીમિયરમાં સફેદ ટોપ અને બ્લુ જીન્સ પહેરી હતી. અહીં હાજર બધા જ લોકોની નજર આ બંને પર હતી.
View this post on Instagram
#dishapatani #tigershroff at #bharat premiere #viralbhayani @viralbhayani
ફિલ્મ ભારતનું પ્રીમિયર મુંબઈમાં રાખવામાં આવ્યું હતું જેમાં અભિનેતા અનિલ કપૂર પણ પહોંચ્યા હતા. આ સિવાય આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર સુનિલ ગ્રોવર પણ જોવા મળ્યા હતા.
આ ફિલ્મમાં અભિનેત્રી તબ્બુએ પણ નાની પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેને પણ પ્રીમિયરમાં હાજરી આપી હતી. તબ્બુ સલમાન ખાનના ખાસ મિત્રોમાંથી એક છે. તબ્બુએ આ ફિલ્મના પ્રમોશનથી દૂર બનાવીને રાખી હતી, જેનું કારણ જણાવતા અભિનેત્રીએ કહ્યું કે ફિલ્મમાં તેનો ખૂબ જ નાનો રોલ છે.
આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનારી અભિનેત્રી નોરા ફતેહીએ પણ ફિલ્મના પ્રીમિયર પર હાજરી આપી હતી. જે અનોખા અંદાજમાં જોવા મળી હતી. આ સિવાય અભિનેત્રી ક્રિતી સેનને પણ પ્રીમિયરમાં હાજરી આપી હતી. તેની સાથે તેની બહેન નૂપુર સેનન પણ જોવા મળી હતી.
ભારત ફિલ્મના પ્રીમિયરમાં જય હો ફિલ્મની સલમાન ખાનની અભિનેત્રી ડેઝી શાહ પણ હાજર રહી હતી. આ સિવાય નેહા ધૂપિયા સફેદ સલવાર કુર્તામાં અને કેઝયુઅલ લૂકમાં પતિ અંગદ બેદી સાથે પ્રસંગે જોવા મળી હતી.
આ પ્રસંગે બોલિવૂડની અભિનેત્રી નિધિ અગ્રવાલે પણ હાજરી આપી હતી.
ભારત ફિલ્મના પ્રીમિયર પર બોલિવૂડની અભિનેત્રી સની લિયોની પણ હાજર રહી હતી, આ પ્રસંગે તેમના ચહેરા પર ખુશી છલકાઈ આવતી હતી. આ સિવાય અભિનેતા શશાંક અરોડાએ પણ હાજરી આપી હતી, જે પણ આ ફિલ્મમાં જોવા મળશે.
આ ફિલ્મના પ્રીમિયરમાં લાલ ડ્રેસ પહેરીને પહોંચેલી અભિનેત્રી ઉર્વશી રાઉતેલા પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. આ સિવાય સુનિલ શેટ્ટી, મનીષ પૉલ અને બોબી દેઓલ પણ આ પ્રીમિયરમાં હાજર રહયા હતા.
View this post on Instagram
#manieshpaul #sunilshetty and #bobbydeol at #bharat premiere #viralbhayani @viralbhayani
ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી શ્રીદેવીની દીકરી અભિનેત્રી જાહ્નવી કપૂર પણ ભારત ફિલ્મના પ્રીમિયરમાં જોવા મળી હતી. સાથે જ તેની બહેન ખુશી કપૂર પણ અનોખા અંદાજમાં જોવા મળી હતી.
View this post on Instagram
#janhvikapoor #khushikapoor for #bharat premiere #viralbhayani @viralbhayani
ચંકી પાંડેની દીકરીએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે, એ પણ આ પ્રીમિયરમાં હાજર રહી હતી. તેની સાથે જ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂર પણ જોવા મળી હતી.
View this post on Instagram
#shanayakapoor #ananyapanday at #bharat premiere #viralbhayani @viralbhayani
આ પ્રીમિયરમાં સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર પણ જોવા મળી હતી. અભિનેત્રી તારા સુતરીયા પણ સલમાન ખાનને ફિલ્મની રિલીઝ માટે શુભેચ્છાઓ આપવા પહોંચી હતી.
આ સિવાય સલમાન ખાનનો આખો પરિવાર હાજર રહ્યો હતો. ભારત ફિલ્મનું ડિરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે.
છેલ્લા ઘણા વર્ષોથી સલમાન ખાન ઈદ પર કોઈને કોઈ ફિલ્મ જરૂર રિલીઝ કરે છે. આ વર્ષે ઈદ પર ફિલ્મ ભારત રિલીઝ થઇ છે. આ ફિલ્મને સારી શરૂઆત મળી હોવાની વાતો ચર્ચાઈ રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks