મનોરંજન

બોલિવુડના 12 સિતારાઓ બન્યા હતાં ‘ Fat ટૂ Fit’, તેમનું ટ્રાન્ફોર્મેશન જોઈને જ તમારી આંખો થઈ જશે પહોળી.. ને બોલશો, બાપરે ..બાપ !

આજકાલ સેલિબ્રિટીઓ પોતાને આકર્ષક બનાવવાની હોડમાં છે. જેમાં એવું નથી કે તેના શરીરો કોઈ હિસ્સો પરફેક્ટ જોવા ના મળે. સેલિબ્રિટીઓ પાસે એટલા પૈસા છે કે, તે ટ્રીટમેન્ટ કરાવી સુંદર થઇ શકે છે. પરંતુ બધા સેલેબ્રિટીઓ આ જ કરે તે જરૂરી નથી. બધાને પ્રાકૃતિક રીતે ફિટ થવાનું પસંદ છે.સોનાક્ષી સિંહા આજે દિવસે-દિવસે ફિટ અને પતલી દેખાવવાની હોડમાં છે.જેને જોઈને તેના ફેન્સ પણ ચકિત થઇ ગયા છે. કોને ફિટ રહેવું પસંદ નથી, પરંતુ મેદસ્વીતાને લીધે આખું શરીર વ્યક્તિત્વ ખરાબ કરે છે. તેમ જ તમારા મિત્રો વચ્ચે હાસ્યનું પાત્ર બનવું પડશે, જ્યારે તેઓ તમને ફેટી કહેશે અને બીજી રીતે પણ ખીજવશે એ તો અલગ.સ્થૂળતા એ એક પ્રકારનો રોગ જ છે. જે તેની સાથે અનેક રોગોને પણ લાવે છે. સ્થૂળતા માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ મોટી ને મહાન વ્યક્તિઓને પણ મુશ્કેલીમાં મૂકી રાખે છે. અત્યારે બોલીવુડમાં એકદમ ફિટ સુપરસ્ટાર પહેલાં કેવાં હશે ? એ વિશે તો તમે કલ્પના પણ નહી કરી શકો. તમે જોશો તો કહેશો જ કે કેવી રીતે આ લોકો આટલાં ફિટ થયા? ક્યાં ગયું એમનું વજન ? તમે કશું સમજી જ નહી શકો.

બૉલીવુડના સ્ટાર્સે આખરે તેમનું વઆટલું બધુ વજન આટલી બધી ઝડપથી ઘટાડ્યું કેવી રીતે હશે. સામાન્ય માણસ લાખ પ્રયાસો કરે પછી પણ નિષ્ફળ જ જાય છે. તો તેના પાછળનું કારણ શું હશે ? આજે અમે તમને જણાવીએ છીએ કે તેઓએ પોતાને કેવી રીતે ફેટમાંથી કર્યા ફિટ.

1.ભૂમિ પેડનેકર :

“દમ લગા કે હઇસા” ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સાથે બોલીવુડની શરૂઆત કરી હતી. આ મૂવીમાં તમે જોયું હશે કે આ મૂવીમાં તે કેટલી જાડી હતી. તે સમયે તેનું વજન આશરે 85 કિલોગ્રામ હતું. વજન ઘટાડવા માટે તેને સવારે વૉક, જોગિંગ, કાર્ડિયો, સ્વિમિંગ અને બેડમિંટન વગેરેની મદદથી ઓછું કર્યું.

Image Source

2.પરિણીતી ચોપરા :

જો કોઈને પણ વજન ઓછું હોય તો તેઓ પરીનીતિ પાસેથી પ્રેરણા લઈ શકે છે. જો તમે જોશો તો પણ તમને ખાતરી નહીં જ થાય કે પરીનીતિનું પહેલાં 86 કિલો વજન હશે. તેનાં વજનના કારણે તેણે ઘણું સાંભળવું પડ્યું હતું. અને લોકોનાં મોઢા બંધ કરવા માટે જ પરીનીતીએ તેનું વજન ઘટાડયું. તેણે પોતાનું વજન ઓછું કરવા માટે, જૉગિંગ, ધ્યાન,વોકિંગ, યોગ અને સ્વિમિંગનો સહારો લીધો હતો.

Image Source

3.આલીયા ભટ્ટ :

આજકાલની યુવા પેઢી માટે આલીયા ભટ્ટ ઉતમ ઉદાહરણ છે. એમાય જે લોકોને વજન ઓછું કરવું છે તે આલીયા પાસેથી ટિપ્સ મેળવી શકે છે. આલીયાએ 68 કિલો વજનમાથી 54 કિલો કર્યું છે. આલીયાએ પોતાને ફિટ બનાવવા માટે બોક્સિંગ, સ્વિમિંગ, કીક, અને વેઈટ ટ્રેનરની ટ્રેનીંગ લીધી હતી.

Image Source

4.સોનમ કપૂર :

શરૂઆતમાં જોઈએ તો સોનમ કપૂરનું વજન લગભગ 87 કિલો જેટલું હતું. અને હવે તેનું વજન લગભગ 57 કિલો જેટલું છે. વજન ઘટાડવા માટે સોનમે કાર્ડિયો, ડાંસ, પાવર યોગ, જિમ, અને સ્કવોસની મદદથી વજન ઉતાર્યું.

Image Source

5.સોનાક્ષી સિંહા :

બોલિવુડમાં જ્યારે સોનાક્ષીએ ડેબ્યું કર્યું હતું ત્યારે તેનું વજન 90 કોલો હતું. પરંતુ અત્યારે તેનું વજન માત્ર 60 કિલો જ છે, તેને વજન ઘટાડાવા માટે સાઈકલિંગ અને ટેનિસનો સહારો લીધો હતો.

Image Source

6.જરીન ખાન :

તમને આ સાંભળીને વિશ્વાસ નહી આવે કે જરીન ખાનનું વજન 100 કિલો હતું. તેણે બોલિવુડમાં આવવા માટે પોતાનું 43 કિલો વજન ઘટાડયું છે. એ પણ જીમમાં કલાકોનાં કલાકો પરસેવો પાડીને. એ અત્યારે પણ ફીટ રહેવા માટે જોગિંગ, સ્વિમિંગ અને વેઇટ ટ્રેનર કરે છે.

Image Source

7.કરીના કપૂર :

કરીના કપૂરે બેબો બનવા માટે ખૂબ મહેનત કરી છે. તેને તેનું 20 કિલો વજન ઘટાડીને ઝીરો ફિગર બનાવ્યું છે. એટ્લે જ અત્યારે લોકો વાહ વાહ કરી રહ્યાં છે. વજન ઘટાડવા માટે તેણે જીમમાં પરસેવો તો ખૂબ પાડ્યો છે. સાથે સાથે તેને પાવર યોગા અને સૂર્ય નમસ્કાર પણ કર્યા હતા.

Image Source

8.અધ્યયન સુમન :
અધ્યયન સુમનનું શરૂઆતમાં વજન 114 કિલો હતું. તેણે અત્યારે 70 કિલો વજન કેએઆરવાયયુ છે. વજન ઘટાડવા માટે તેણે કાર્ડિયો અને ક્રોસ લિફ્ટીંગનો સહારો લીધો હતો.

Image Source

9.અર્જુન કપૂર :

અર્જુન કપૂર અત્યારનાં છોકરાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.જેઇ પોતાનો વજન ઘટાડવા માંગે છે. અર્જુનનું વજન 140 કિલો હતું. અત્યારે તેનું વજન 83 કિલો છે જે ખરેખર વખાણવા લાયક છે. વજન ઘટાડવા માટે અર્જુને સર્કિટ ટ્રેનીંગ, ક્રોસ ફિટ ટ્રેનીંગ, બેન્ચ પ્રેસ, ડેડલીફ્ટ્સ, અને પુશ અપ્શનો સહારો લીધો હતો.

Image Source

10.અદનાન સામી :

અદનાન સામીએ જે વજન ઘટાડયો છે તે અકલ્પનીય છે. 200 કિલો વજન ધરાવતા અદનાન સામીએ એટલું બધુ વજન ઘટાડયું કે કોઈ પણ તેણે ઓળખી ન શકે. વજન ઘટાડવા માટે તેમણે ડાયેટ પ્લાન ફોલો કર્યો હતો ને કાર્ડિયો પણ ..

Image Source

11.જેકી ભગનાની :

બોલીવુડમાં એન્ટર થયો ત્યારે તેનું વજન 134 કિલો હતું. તેને ડાંસનો ખૂબ શોખ હતો. જેના કારણે તેણે ફિટ રહેવું જરૂરી હતું. તેના ફિટનેસ માટે ડાન્સ અને વેઇટ લિફ્ટિંગ જવાબદાર છે.

Image Source

12.કરણ જોહર :

પ્રોડ્યુસર,ડાઇરેક્ટર અને એક્ટર કરણ જોહારનું વજન એક સમયે ખૂબ વધારે હતું. પછી તેણે તેના ડાયેટ પ્લાન પર અને કરસત પર ધ્યાન આપીને અત્યારે તેઓ એકદમ ફિટ છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.