મનોરંજન

હોળી પર રાજાશાહી અંદાઝમાં જોવા મળ્યો તૈમુર, આમિરના દીકરા પર ચડ્યો હોળીનો રંગ

હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. લોકો હોળીના રંગમાં એવા રંગાઈ ગયા હતા કે ન પૂછો વાત. આ રંગમાં માત્ર સામાન્ય લોકો જ નહિ પણ બોલિવૂડના કલાકારો પણ રંગાઈ ગયા હતા. બોલિવૂડના કલાકારોએ પોતાના બાળકો સાથે હોળીનો તહેવાર ખુબ જ ધૂમધામથી ઉજવ્યો હતો. બોલિવૂડના કલાકારો અને તેમના બાળકોની હોળીની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

હોળીના દિવસે તૈમુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે કરીના, સેફ અને તૈમુર સફેદ કુર્તામાં દેખાઈ રહ્યા છે. તૈમુરે સફેદ કુર્તાની સાથે માથા પર ટોપી પણ પહેરી હતી અને તેના હાથમાં એક ટોપલી પણ હતી. તૈમુરનો આ વીડિયો પર લોકોએ ઘણાબધા રિએક્શન પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

કરીનાએ તૈમુરની એક તસ્વીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરમાં તૈમૂરના ગાલ પર થોડો ગુલાલ લાગેલો દેખાઈ રહ્યો છે. તૈમુર પોતાની કઝીન બહેન અનાયા ખેમુ સાથે હોળી રમ્યો હતો. અનાયાએ પોતાની માતા સોહા અલી ખાન અને પિતા કુનાલ ખેમુને પણ રંગ લગાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi) on

આ ખાસ તહેવાર પર આમિર ખાનના દીકરા આઝાદે પણ હોળી રમી હતી. હોળીના રંગમાં રંગાયેલ આઝાદ ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. આઝાદની એક તસ્વીર આવી છે તેમાં તે હાથમાં પિચકારી લઈને ઉભો છે અને તેની સાથે માતા કિરણ રાવ પણ ઉભી છે.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

સની લિયોનીએ પણ આ ખાસ તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવ્યો હતો. સની લિયોનીએ તેના ત્રણે બાળકો અને પતિ સાથેની એક તસ્વીર પણ શેર કરી હતી. તેના ચાહકોને આ તસ્વીર ખુબ જ પસંદ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone) on

આ ઉપરાંત એશ્વર્યા રાયએ દીકરી આરાધ્યા સાથે સેલ્ફી શેર કરીને પોતાના ચાહકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. આ તસ્વીરમાં મા-દીકરી બંન્ને ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.