મનોરંજન

જાણો, બોલિવુડ સ્ટાર્સ અને તેમના ફની નિકનેમ, વાંચીને હસવુ પણ આવશે!

બોલિવૂડની ઘણી હસ્તીઓના હુલામણા નામ પણ છે. કપૂર પરિવારમાં તો હુલામણા નામની પ્રથા જ છે. રણધીર કપૂરનું નામ ડબ્બુ, રિશિ કપૂરનું ચીન્ટુ, રાજીવ કપૂરનું નામ ચીમ્પુ છે. તેમાં કરિનાનું બેબો અને કરિશ્માનું નામ લોલો તો
સૌ જાણે છે. પરંતુ ઇન્ડરસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સ છે, જેમના હુલામણા નામ ભાગ્યે જ આપણે જાણતા હોઇશું? આ નામ વાંચીને તો તમને હસવુ પણ આવશે, તો આવો સ્ટાર્સના હુલામણા નામ વિશે જાણકારી મેળવીએ.

Image Source

કરિશ્મા અને કરિના કપૂર:
બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ બહેન જોડીમાં હુલામણાની સૌથી સુંદર જોડી છે. કરિશ્મા લોલો દ્વારા જાણીતી છે તો નાની બહેન કરીનાને બેબો તરીકે ઓળખવામાં આવે છે. એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે કહ્યું હતુ કે તેમના પિતા બંને માટે એક રમુજી નામ ઇચ્છે છે તેથી તેમણે તેમને લોલો અને બેબો તરીકે હુલામણું નામ આપ્યું છે.

Image Source

આલિયા ભટ્ટ:
કિશોર વયે આલિયા ભટ્ટ ચુસ્ત અને ગોળમટોળ ચહેરાવાળી દેખાતી હતી. તેથી તેના મિત્રો અને પરિવારજનો તેને પજવવા માટે તેને આલુ કહેતા હતા.

Image Source

રણબીર કપૂર:
રણબીરનું લાડકુ નામ રેમન્ડ છે. આ નામ તેની માતા નીતુ સિંહે રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે રેમન્ડ પુરુષોની લોકપ્રિય બ્રાન્ડનું નામ છે.રણબીરનું હુલામણુ નામ કોઇ જ જાણતુ નથી.

Image Source

શાહિદ કપૂર:
બોલીવુડના ચોકલેટી બોય શાહિદ કપૂરનું લાડકુ નામ શાશા છે, આ નામથી શાહિદને પરિવાર તથા અંગત મિત્રો
જ બોલાવે છે.

Image Source

ઐશ્વર્યા રાય:
એશમાં ઉપનામ ગુલ્લુ છે,એશનું આ નામ બહુ ઓછા લોકો જાણે છે.

Image Source

અક્ષય કુમાર:
ખેલાડી કુમારનું વાસ્તવિક નામ રાજીવ ભાટિયા છે, જેથી તેના નજીકના મિત્રો તેને રાજુ કહીને બોલાવે છે, તથા બોલિવુડના મિત્રો તેને અક્કી કહીને બોલાવે છે.

Image Source

પ્રિયંકા ચોપડા:
જ્યારે ઉપનામોની વાત આવે છે ત્યારે પ્રિયંકા ચોપડાની લાંબી યાદી છે. પ્રિયંકાને મૂળ તેના પરિવાર દ્વારા મીઠુ અને મીમી કહેવામાં આવે છે. અભિષેક બચ્ચને તે યાદીમાં બીજું નામ ઉમેર્યું છે. ફિલ્મ બ્લફમાસ્ટરના શૂટિંગ દરમિયાન અભિષેક પ્રિયંકાનું નામ પિગી ચોપ્સ કહીને બોલવતો હતો.

Image Source

શાહરૂખ ખાન:
શાહરૂખ ખાન છેલ્લા બે દાયકાથી વધુ સમયથી બોલિવૂડ પર રાજ કરે છે અને દર્શકો તેને પસંદ કરે છે. તેમના ચાહકો તેમને એસઆરકે, કિંગ ખાન જેવા વિવિધ ઉપનામોથી બોલાવે છે. પરંતુ બીજું એક ઉપનામ છે જે તેના નજીકના મિત્ર જુહી ચાવલા દ્વારા લકી અલી નામ આપવામાં આવ્યું હતું.

Image Source

બિપાશા બાસુ:
એક મુલાકાતમાં બિપાશા બાસુએ શેર કર્યું હતું કે, તે પોતાનું હુલામણું નામ પસંદ કરે છે. તેણે કહ્યું, “બોની મારુ લાડકુ નામ છે. હું જન્મી ત્યારે મારો ચહેરો ગોળ ભરાવદાર અને તંદુરસ્ત હતો, તેથી મારું નામ બોની રાખવામાં આવ્યું હતું! મીડિયા અને ચાહકો મને બિપ્સ પણ કહે છે! અત્યાર સુધી મને લાગે છે કે મારી પાસે મહત્તમ ઉપનામ છે! મોટાભાગના લોકો મારા માટે બિપ્પી, બિપ્સી, બી, બિપ, બીબી, બિપ્સો, ભોપુ, બાસુ, બેબી બાસુ, બોના, બીપ્સ જેવા નામથી બોલાવે છે.

Image Source

હૃતિક રોશન:
રિતિક રોશનને તેના નજીકના મિત્રો અને પરિવાર દ્વારા ડગ્ગુ કહેવામાં આવે છે. તેમના દાદીએ આ નામ તેના પિતાના હુલામણું નામ ગુડ્ડુ પરથી રાખ્યું હતું.

Image Source

શ્રદ્ધા કપૂર:
અભિનેત્રી શ્રદ્ધાને તેના મિત્ર વરુણ ધવન દ્વારા ચિરકૂટનામ આપવામાં આવ્યું હતું. આજે પણ વરુણ શ્રદ્ધાને ચિરકુટ કહીને જ બોલાવે છે.

Image Source

સોનમ કપૂર:
સોનમ કપૂરનું લાડકુ નામ જીરાફ છે. તેની કલ્પિત ઉંચાઇને કારણે સોનમના પપ્પા અનિલ કપૂર તેને જિરાફ નામથી બોલાવે છે.

Image Source

ગોવિંદા:
ગોવિંદાનું હુલામણું નામ ચીચી છે. આ નામ તેની માતાએ રાખ્યું છે. જો કે ગોવિંદ અહુજાનું નામ બોલિવુડમાં આવ્યા બાદ ગોવિંદા થઇ ગયું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.