કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં પુષ્પાની શ્રીવલ્લીએ બોલ્ડ ડ્રેસ પહેરીને બધાને પોતાની તરફ આકર્ષિત કરી દીધા, જુઓ ધમાકેદાર તસવીરો 

બોલિવુડના પોપ્યુલર ફિલ્મ મેકરમાંના એક કરણ જોહરે 25 મેના રોજ તેમનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ દરમિયાન ભવ્ય બર્થ ડે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં બોલિવુડ સ્ટર્સનો જમાવડો જોવા મળ્યો હતો. એવામાં તારા સુતારિયા કેવી રીતે પાછળ રહી શકે. તારા સુતારિયાએ પાર્ટી માટે વ્હાઇટ કો ઓર્ડ સેટ પસંદ કર્યો હતો, જેમાં તે સ્ટનિંગ લાગી રહી હતી. તારાએ કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ પણ આપ્યા હતા. અભિનેત્રીની કાતિલ અદાઓ જોઇ ચાહકોના દિલોની ધડકન વધી ગઇ હતી.

તારાએ તેના લુક અને સ્ટાઇલથી બધાનું દિલ જીતી લીધુ હતુ. અભિનેત્રીએ તેનો આ લુક ખુલ્લા વાળ સાથે કંપલીટ કર્યો હતો. આ સાથે તેણે હેવી ઇયરિંગ્સ અને રેડ લિપસ્ટિક પણ કરી હતી, જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી હતી. આ દરમિયાન તારા સાથે તેનો બોયફ્રેન્ડ આદર જૈન પણ જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, તારાએ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

આ પાર્ટીમાં ડેશિંગ એક્ટર હ્રતિક રોશન તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પહોંચ્યો હતો. બંનેએ સાથે હાથોમાં હાથ નાખી ધાંસૂ એન્ટ્રી કરી હતી.બંનેને પાર્ટીમાં જોઇ બધાની નજર તેમના પર જ અટકેલી રહી હતી. બંનેએ બ્લેક ટયૂંનિંગ કરી હતી અને તેમાં બંને સ્ટનિંગ લાગી રહ્યા હતા. સબા અને હ્રતિકે કેમેરા સામે જોરદાર પોઝ પણ આપ્યા હતા. આ ઉપરાંત આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા પણ જોવા મળ્યા હતા.

હજી સુધી હ્રતિકે સબા સાથેના તેના રિલેશનને ઓફિશિયલ કર્યુ નથી પરંતુ હવે એ નક્કી છે કે સબા અને હ્રતિક વચ્ચે કંઇક તો રંધાઇ રહ્યુ છે. બુધવારે રાત્રે કરણ જોહરના બર્થ ડેની ગ્રેન્ડ પાર્ટીમાં બોલિવુડનું નવ પરણિત કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલે પણ હાજરી આપી હતી. કેટરીના વ્હાઇટ વન પીસ શોર્ટ ડ્રેસમાં પહોંચી હતી, જ્યાં વિક્કી કૌશલ બ્લેક સૂટમાં પહોંચ્યો હતો. વિક્કી અને કેટરીનાએ એકબીજાનો હાથ પકડી પાર્ટીમાં એન્ટ્રી કરી હતી.

બંનેએ પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા હતા. બચ્ચન પરિવારની વહુ અને ખૂબસુરત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનને પણ પતિ અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. આ દરમિયાન એશ્વર્યાએ ગોલ્ડન ગાઉન સાથે બ્લેક બ્લેઝર કેરી કર્યુ હતુ અને અભિષેક બચ્ચન સૂટમાં જોવા મળ્યો હતો.એશ્વર્યા અને અભિષેકે પણ પાર્ટીમાં એન્ટ્રી દરમિયાન પેપરાજીઓને પોઝ આપ્યા હતા. કરણ જોહરની બર્થ ડે પાર્ટી હોય અને કરીના કપૂર ના આવે એવું તો કેવી રીતે બની શકે ?

કરીના કપૂર ખાને આ પાર્ટીમાં તેના પતિ સૈફ અલી ખાન સાથે એન્ટ્રી કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ ગાઉન કેરી કર્યુ હતુ અને સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા. તેમજ સૈફ અલી ખાને વ્હાઇટ અને બ્લેક ત્રી પીસ સૂટ કેરી કર્યો હતો. બી ટાઉનનું વધુ એક કપલ જેણે હાલમાં જ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો છે, તેમણે પણ પાર્ટીમાં શિરકત કરી હતી.

આ કપલ કોઇ બીજુ નહિ પરંતુ રકુલપ્રીત અને જેકી ભગનાની છે. રકુલે પાર્ટી માટે રેડ વેલ્વેટ આઉટફિટ પસંદ કર્યો હતો અને જેકીએ બ્લૂ સૂટ કેરી કર્યો હતો. બી ટાઉનના ફેમસ કપલમાંના એક શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ આ પાર્ટીમાં ચાર ચાંદ લગાવવા પહોંચ્યા હતા. બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ-કોર્ટમાં જયાં શાહિદ ડૈપર લાગી રહ્યો હતો, ત્યાં સિલ્વર ધારીદાર બ્લેક થાઇ હાઇ સ્ટ્રેપલેસ ડ્રેસમાં મીરા ગોર્જિયસ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina