મનોરંજન

આ હિરોઈને કાસ્ટિંગ કાઉચ પર, કહ્યું કે-જયારે તે વ્યક્તિએ મને અડીને કહ્યું આપણે ડિનર કરવા…

બોલિવૂડમાં એવી કેટલીક અભિનેત્રીઓ છે જેમને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. આ અભિનેત્રીઓ પહેલા સામે આવીને આ વાત કોઈને જણાવી શકતી ના હતી. પરંતુ, થોડા હવે સમય બદલાય ગયો છે અને અભિનેત્રી કાસ્ટિંગ કાઉચના વિરુદ્ધમાં હિચકિચાટ વગર સામે આવી છે. હવે અભિનેત્રીઓ આ વિશે સામે આવીને વાત કરે છે.

 

View this post on Instagram

 

October heat got me like! 🥵 . . . #MondayMood #OctoberHeat #BeatTheHeat #WaterBaby #MondayBlues #ItniGarmiKyuHai

A post shared by Richa Chadha (@therichachadha) on

હાલમાં જ રિચા ચડ્ડાએ પોતાની સાથે થયેલ કાસ્ટિંગ કાઉચ વિશે ખુલીને જણાવ્યું હતું. રિચાએ જણાવ્યું કે એ વ્યક્તિએ ડિનરના બહાને તેને અડવાની કોશિશ કરી હતી.

રિચાએ જણાવ્યું કે, ” આ ખુબ જ પહેલાની વાત છે જયારે હું એકદમ યંગ હતી અને નાસમજ પણ. એકવાર એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે આપણે ડિનર પર જવું જોઈએ. હું નાસમજ હતી મને તેનો ઈશારો સમજાયો નહીં અને મેં કહ્યું હું ડિનર કરી ચુકી છે. તેને પછી મને ડિનર કરવા માટે ફોર્સ કર્યો પછી મને ખબર પડી.”

રિચાએ આગળ જણાવ્યું કે,”આ બધું મારી સાથે ત્યારે થયું જયારે હું એ અભિનેત્રીને રૂપે આ ઈન્ડસ્ટ્રીઝમાં આવી હતી. તેના પછી મેં તે પ્રોજેક્ટ ખોઈ દીધો હતો પરંતુ બાદમાં મને તેનાથી કોઈ ફર્ક નથી પડતો.

આ પહેલા એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં સુરવીન ચાવલા અને અલી અવરામ પણ કાસ્ટિંગ કાઉચ વિશે જણાવ્યું હતું. અલીએ જણાવ્યું એકવાર તે બે ડાયરેક્ટરને મળી હતી. મિટિંગ ખતમ થયા પછી ડાયરેક્ટર સાથે હાથ મલાવ્યો તો ડાયરેક્ટરે ગંદા ઈશારો કર્યા. તે સમયે અલીને આ ઈશારો સમજી ન શકી કે ડાયરેક્ટરે આવું કેમ કર્યું? તેને પછી અલીએ જયારે તેને મિત્રને તેને વિશે પૂછ્યું ત્યારે તે હેરાન થઇ ગઈ હતી.

તેને મિત્રએ તેને જણાવ્યું કે ડાયરેક્ટર સાથે હાથ મલાવતી વખતે તેને જે ઈશારા કર્યા હતા તેને અર્થ એવો હતો કે તે તારી સાથે સુવા માંગે છે. ત્યાં જ સુરવીન પણ કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો કરી ચુકી છે. એક્ટ્રેસએ જણાવ્યું હતું કે ડાયરેક્ટર તેની ક્લિવેજ જોવા માંગે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.